SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪)અર્થશાસ્ત્ર(નિશાન) (૨૫)ઇચ્છામુજબ (૨૬)શતસહસ્ર (લાખ). આ ઔત્પાતિક બુધ્ધિના દૃષ્ટાંતો છે. વૈનયિકી બુધ્ધિનું લક્ષણ અને ઢષ્ટાંતો:- વિનયથી ઉત્પન્ન થયેલી બુધ્ધિ કાર્યભારના નિસ્તરણ અર્થાત વહન કરવામાં સમર્થ હોય છે. તેનાં ઉદાહરણના નામ આ પ્રમાણે છે. (૧)નિમિત્ત (૨)અર્થશાસ્ત્ર (૩)લેખ (૪)ગણિત (૫)કૂવો (૬)અશ્વ (૭)ગધેડો (૮)લક્ષણ (૯)ગ્રંથિ (૧૦)અગડ, કૂવો (૧૧)રથિક (૧૨)ગણિકા (૧૩)શીતાશમી ભીનું ધોતિયું (૧૪)નીોદક (૧૫)બળદોની ચોરી, અશ્વનું મરણ, વૃક્ષથી પડવું એ ઐનિયકી બુધ્ધિના ઉદાહરણ છે. કર્મની બુધ્ધિનું લક્ષણ અને તેના દ્દષ્ટાંતો:- ઉપયોગથી જેનો સાર જાણી શકાય છે અભ્યાસ અને વિચારથી જે વિસ્તૃત બને છે અને જેનાથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે અથવા પ્રશંસા પ્રાપ્ત થાય છે તે કર્મની બુધ્ધિ કહેવાય છે. કાર્ય કરતાં કરતાં ઉત્પન્ન થયેલી બુધ્ધિના ઉદાહરણ આ પ્રમાણે છે. (૧)સુવર્ણકાર (૨)કિસાન (૩)વણકર (૪)દવીકાર (૫)મોતી (૬)ઘી (૭)નટ (૮)દરજી (૯)સુથાર (૧૦)કંદોઇ (૧૧)ઘડો (૧૨)ચિત્રકાર આ બાર કર્મની બુધ્ધિના દૈષ્ટાંતો છે. પારિણામિકી બુધ્ધિનું લક્ષણ અને દષ્ટાંતો:- અનુમાન, હેતુ અને દૃષ્ટાંતથી કાર્યને સિધ્ધ કરનારી, ઉંમર પરિપકવ થવા પર પ્રાપ્ત થનારી આત્મહિતકારી તથા મોક્ષફળને પ્રદાન કરનારી બુધ્ધિ પારિણામિકી બુધ્ધિ કહેવાય છે. તેના એકવીસ ઉદાહરણોના નામ આ પ્રમાણે છે. (૧)અભયકુમાર (૨)શેઠ (૩)કુમાર (૪)દેવી (૫)ઉદિતોય રાજા (૬)સાધુ અને નંદિષણ (૭)ધનદત્ત (૮)શ્રાવક (૯)અમાત્ય (૧૦)ક્ષપક (૧૧)અમાત્ય પુત્ર (૧૨)ચાણકય (૧૩)સ્ફુલિભદ્ર (૧૪)નાસ્તિકતા સુંદરીનંદ (૧૫)વજસ્વામી (૧૬)ચરણાદત્ત (૧૭)આંબળા (૧૮)મણિ (૧૯)સર્પ (૨૦)ગેંડા (૨૧)સ્તૂપ-ભેદન આદિ. આમ, ચાર પ્રકારની બુધ્ધિનું વર્ણન સુંદર રીતે કરેલ છે. ધ્રુષ્ટાંતોના વર્ણનઃ (૧)ભરતઃ- ‘‘ઉજ્જયિની નગરીની નિકટ એક નટ લોકોનું ગામ હતુ. તેમાં ભરત 117
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy