SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ આપણને શાશ્વત સુખનો અનુભવ કરાવે છે. એવા શ્રેષ્ઠ આગમોમાંથી એક છે વૃષ્ણિદશા નામનું બારમું ઉપાંગ. શ્રી વન્ડિદશા-વૃષ્ણિદશા સૂત્ર વિશે ડૉ.પાર્વતી નેણશી ખીરાણી કહે છે કે, “આ સૂત્રમાં બાળસહજ કુતૂહલ અને જિજ્ઞાસાથી નિખાલસતા પૂર્વક શિષ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ગુરુભગવંતે કથા શૈલીમાં ઉત્તર આપ્યા છે. ગદ્યશૈલીમાં રચાયેલા આ આગમમાં ર૯ ગદ્યાંશ છે. નંદીચૂર્ણિ અનુસાર પ્રસ્તુત ઉપાંગનુ નામ અંધક વૃષ્ણીદશા હતુ. પરંતુ પાછળથી તેમાંથી “અંધક” શબ્દ લુપ્ત થઈ ગયો. માત્ર વિષ્ણુદશા જ બાકી રહ્યું. આ ઉપાંગમાં વૃષ્ણિવંશીય બાર રાજકુમારોનું વર્ણન આપેલું છે.”° વિષયવસ્તુ :- આ ઉપાંગમાં બાર અધ્યયનો છે તેના નામ : ૧.નિષધકુમાર ર.માતલી કુમાર ૩.વહકુમાર ૪.વહેકુમાર પ.પ્રગતિકુમાર ૬. જ્યોતિકુમાર ૭.દશરથકુમાર ૮.દઢરથકુમાર ૯.મહાધન કુમાર ૧૦.સતધનકુમાર ૧૧.દશધનુકુમાર ૧૨.શતધનુકુમાર પ્રથમ અધ્યયનનું વર્ણન - બળદેવ રાજા અને રેવતી રાણીના નિષધકુમાર પચાસ કન્યાઓ સાથે લગ્ન કરીને સુખપૂર્વક રહેતા હતા. એકદા દ્વારકા નગરીમાં પધારેલ અરિહત અરિષ્ટનેમિ ભગવાનની દેશના સાંભળીને શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. નિષધકુમારના દિવ્યરૂપ સંબંધી ગણધર વરદત્તે પ્રશ્ન પૂછતાં ભગવંતે એના પૂર્વભવનું વર્ણન કર્યું. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં રોહતક નગરમાં મહાબલ રાજા અને પદ્માવતી રાણીનો વીરાંગંદ નામે પુત્ર હતો. યુવાવસ્થામાં મનુષ્ય સંબંધી ભોગો ભોગવતો હતો. એક વાર સિદ્ધાર્થ આચાર્યનો ઉપદેશ સાંભળી દીક્ષા અંગીકાર કરીને ૧૧ અંગનો અભ્યાસ અને અનેક તપશ્ચર્યા કરી ૪પ વર્ષનો શ્રમણ પર્યાય પાળી દ્વિમાસિક અનશન કરી ત્યાંથી કાળ કરી પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી આવીને નિષધકુમાર તરીકે અહીં અવતર્યો. બારવ્રત ધારી નિષધકુમારને એકદા પૌષધવ્રતમાં ધર્મ જાગરણ કરતી વખતે સંયમના ભાવ જાગ્યા. તેથી ભગવાન પધાર્યા ત્યારે તેમણે સંયમ અંગીકાર કર્યો. ૧૧ અંગનો અભ્યાસ અને વિવિધ તપશ્ચર્યા કરી. ૯ વર્ષનો સંયમ પર્યાય પાળીને ર૧ દિવસનો સંથારો કરીને કાળ કરી સર્વાર્થ સિદ્ધ મહાવિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં મનુષ્યનો જન્મ લઈને સિદ્ધગતિને પ્રાપ્ત કરશે. આ જ પ્રમાણે બાકીના ૨૧ રાજકુમારોના અધ્યયનનું વર્ણન છે. 115
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy