SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ અધ્યયનો છે. આ આગમની રચના કથાત્મક શૈલીમાં છે. જે સાધકમાં જે ગુણો છે તેને ખીલવીને તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. કૃષ્ણ વાસુદેવની ધર્મશ્રધ્ધા, દયા, ધર્મદલાલી, માતૃભક્તિ, ગુણગ્રહણદષ્ટિ, ગજસુકુમાલનું ધેર્ય, સાધનાની અડગતા, અસીમ સંવેગ અને અરવૃતિ, અર્જુન માળીની અપાર તિતિક્ષા, અજોડ પ્રાયશ્ચિત, સુદર્શન શેઠની નીડરતા, અતિમુક્ત કુમારની જિજ્ઞાસા ને ઋજુતા, શ્રેણિકની રાણીઓનું ઘોર-ઉગ્ર-તપ-આ બધા સાધકોના આ ગુણો ઉડીને આંખે વળગે તેવા છે. ૧૩ આમ, અંતગડ સૂત્રનો પ્રતિપાદ્ય વિષય એ જ છે કે સંસાર પક્ષના વિવિધ રૂપો બતાવીને સાધકને ત્યાગ, સંયમ અને તપની પ્રેરણા દઈ ભવાંતઃક્રિયા તરફ લઈ જવા. આ આગમની વર્ણનશૈલી અત્યંત વ્યવસ્થિત છે તથા લગભગ એક જ માળખામાં બંધ બેસતી કથાઓ છે. પ્રત્યેક સાધકના નામ, નગર, ઉદ્યાન, રાજા, માતા-પિતા, ૭૨ કળામાં પ્રવીણ, ધર્માચાર્ય, તીર્થકર ભગવાન, ધર્મકથા, ઈહલૌકિક તથા પારલૌકિક રુધ્ધિ, પાણિગ્રહણ, પ્રીતિદાન, ભોગ-પરિત્યાગ, પ્રવજ્યા, દીક્ષાકાળ, શ્રુતગ્રહણ, તપોપધાન, સંલેખના, સંલેખના ભૂમિ તથા અંતક્રિયા કરી સિધ્ધિ ગમનનો ક્રમિક ઉલ્લેખ કરે છે. રાજાશાહી ભોગવવાથી યોગાવસ્થાનો સુખદ વિરામ છે. અંતગડ સૂત્રના ૯૦ અધ્યયનમાં ૯૦ જીવોનો અધિકાર છે. તેમાંના ૫૧ ચરિત્ર બાવીસમા તીર્થકર શ્રીઅરિષ્ટ નેમિના શાસનના અને ૩૯ ચરિત્ર ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના શાસનના છે. પહેલા પ૧ ચરિત્રોનો વિસ્તાર પ વર્ગમાં છે અને ૩૯ ચરિત્રનો વિસ્તાર ૩ વર્ગમાં છે. પ૧ ચરિત્રમાં કૃષ્ણ વાસુદેવના પરિવારજનો છે. જેમાં તેમના ૧૦ કાકા, ર૫ ભાઈ, ૮ પત્ની, ર પુત્રવધૂ, ૩ ભત્રીજા, ર પુત્ર અને ૧ પૌત્રનો સમાવેશ થાય છે. ચાદવકુળના રાજવંશી આ પરિવારજનો શ્રી અરિષ્ટનેમિ ભગવાનના સમવસરણમાં આવે, ધર્મશ્રવણ કરે, માતા-પિતાની આજ્ઞાથી દીક્ષા લે. જેમ કોઈ વ્યક્તિ ઘરમાં અચાનક આગ લાગતાં અલ્પ વજનવાળી અને બહુમૂલ્ય વાળી વસ્તુઓને ત્વરાથી લઈને બહાર નીકળી જાય છે તેમ જન્મ-જરા મરણની અગ્નિમાં માનવજીવન ભસ્મ થાય તે પહેલાં અગુરુલઘુ આત્માને બચાવી લે છે. મુનિવેશ ધારણ કરી ઉત્તમ સાધુત્વના આચાર-તપ-જ્ઞાન-ધ્યાન કરી અંતિમ સમયે આઠે કર્મોનો ક્ષય કરી સિદ્ધ થાય છે. દરેક અધ્યયનમાં એક સરખી પરિપાટી હોવા છતાં વિશેષતા ભર્યા અધ્યયનનો અહીં ઉલ્લેખ કર્યો છે. 93
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy