SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ લીન મહાશતકે અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકી રેવતીનું પ્રથમ નરકનું ભાવિ કહે છે ત્યારે ભગવાન મહાવીરે તેને પ્રાયશ્ચિત લેવા કહે છે. સત્ય અને યથાર્થ વચન પણ જો અનિષ્ટ કે અપ્રિય હોય તો બોલવો કલ્પનીય નથી તે આ અધ્યયનમાંથી શીખ મળે ઉપાસકદશાંગ સૂત્રમાં દશ શ્રાવકનાં માધ્યમથી તત્કાલીન શ્રાવકોની ધાર્મિક ભાવના સાથે-સામાજિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિનો અહેવાલ મળે છે. દશેદશ શ્રાવકો પાસે ગોધન ઘણું હતું. તેના પરથી ફલિત થાય છે કે તે સમયના જનજીવનમાં ગાય અને બળદનું વિશેષ મહત્ત્વ હશે. દશેદશ શ્રાવકો પોતાની ધનસંપત્તિનો એક ભાગ ઘરના વૈભવ-સાધન સામગ્રીમાં, એક ભાગ વ્યાપારમાં અને એક ભાગ ખજાનામાં રાખતા હતા. તે સમયની આ કુશળ આર્થિક વહેંચણી આજના સમયે ઘણી ઉપકારક છે. આજે લોકો પોતાની ચાદર કરતા વધારે પગ પહોળા કરી લોન લઈ, હપ્તા ભરીને વસ્તુ-ઘર વસાવે છે. તેના માટે ટેન્શન ઊભાં કરે છે ને બ્લડપ્રેશર, ડીપ્રેશનને ડાયાબિટીસનો શિકાર બને છે. તે સમયના શ્રાવકો વ્રત ગ્રહણ કરતી વખતે ખાદ્ય, પેય, ભોગ, ઉપભોગ વગેરેની જે મર્યાદા કરી, તેનાથી તે સમયની જીવનશૈલી, રહેણીકરણી પર સારો. પ્રકાશ પડે છે. માલિશની વિધિમાં શતપાક તેલ અને સહસ્ત્રપાક તેલ વાપરતા. તેનાથી એ પ્રગટ થાય છે કે ત્યારે આયુર્વેદ ઘણું વિકસિત હતું. લીલા જેઠીમધના દાતણ, વાળ ધોવા માટે આંબળાનો ઉપયોગ વગેરે રોજિંદી ક્રિયાનો ઉલ્લેખ સૂચવે છે કે ખાનપાન, રહેણીકરણી સહજ, સરળ અને પથ્યકારી હતી. લોકોમાં આભૂષણ ધારણ કરવાની રુચિ હતી. મોટા માણસો સંખ્યામાં ઓછા પરંતુ બહુમૂલ્ય આભૂષણ પહેરતા હતા. પુરુષોમાં અંગૂઠી પહેરવાનો રિવાજ વિશેષ હતો. આનંદ શ્રાવકે પોતાની નામાંકિત અંગૂઠીના રૂપમાં આભૂષણની મર્યાદા કરી હતી. ભોજન પછી મુખવાસની પ્રથા હતી. કન્યાઓના લગ્ન પ્રસંગે પિતૃપક્ષ તરફથી દહેજ અપાતું હતું. એવા જીવન વ્યવસ્થાના અનેક પાસાઓ અહીં ઉજાગર થયાં છે. આમ, જે સંસારમાં રહી ભગવાન મહાવીરના ધર્મની ઉપાસના કરી આત્મ કલ્યાણ કરવા માંગે તેમના માટે ઉપાસકદશાંગ સૂત્ર અત્યંત હિતકારક છે. 91
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy