SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) ૨૧મું અધ્યયન સમુદ્રપાલીય છે. ચંપાનગરીમાં પાલિત નામનો શ્રેષ્ઠ શ્રાવક હતો. એ મહાવીર પ્રભુનો પરમ ભક્ત હતો. એકવાર વ્યાપાર માટે પિઠુંડ નગરમાં ગયો. એ નગરના શ્રેષ્ઠીની કન્યા સાથે એનાં લગ્ન થયાં. સમુદ્ર યાત્રા દરમ્યાન એક બાળકને જન્મ આપ્યો આથી બાળકનું નામ સમુદ્રપાલ રાખ્યુ. ધીરે ધીરે સમય જતા સમુદ્રપાલ બધી કળાઓમાં નિષ્ણાત થયો. અનેક રાજકન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું. એકવાર રાજમહલના ઝરૂખામાં બેસી એ નગરનું દશ્ય જોતો હતો. ત્યાં તેણે એક ચોરને વધસ્થલ પર લઇ જતા જોયો. આ કરૂણ દશ્ય જોઇ તેનું હૃદય ભરાઇ ગયું. એ કર્મ વિપાકનું ચિંતન કરવા લાગ્યો. એનુ મન સંસારથી વિરક્ત થયું. માતા-પિતા અને પત્નીને સમજાવી એણે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લઇને એ નિર્મળ સંચમ જીવનનું પાલન કરવા લાગ્યો. આ અધ્યયનમાં સાધુ ધર્મના નિર્મળ આચારોનું સુંદર વર્ણન છે. રાગ-દ્વેષથી મુક્ત થઇ મેરુની જેમ નિભ્રંપ થઇ સાધુ પરિષહોને સહન કરે છે. આમ, ચારિત્રધર્મનું પાલન કરી સમુદ્રપાલે અજરામર મોક્ષ પદ પ્રાપ્ત કર્યું. (૧૧) રરમું અધ્યયન રથનેમીય છે. આ અધ્યયનમાં રથનેમિની કામ વિહ્વલતા અને રાજીમતીના ઉપદેશપૂર્ણ વચનોનું બહુ સુંદર વર્ણન છે. શૌર્યપુર નગરના રાજા સમુદ્રવિજય અને મહારાણી શિવાદેવીના પુત્ર નેમિકુમારના લગ્ન ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતીની સાથે નિશ્ચિત થયા હતા. લગ્ન પ્રસંગે પશુઓની હિંસા થવાની છે એમ જાણ થતાં નૈમિકુમાર પાછા વળ્યા. ભોગાવલી કર્મ ક્ષીણ થયેલું જાણી નેમિકુમારે વર્ષીદાન આપી દીક્ષા ગ્રહણ કરી. ઘાતી કર્મોનો ક્ષય થતા કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. નેમિકુમારના ભાઇ રથનેમિ અને રાજીમતીએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. એકવાર રથનેમિ મુનિ ગિરનાર પર્વતની ગુફામાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉભા હતા. ત્યારે વરસાદમાં કપડાં ભીંજાઇ જવાથી રાજીમતી કપડા સુકાવા ગુફામાં આવ્યા. રાજીમતીને ખ્યાલ નહિ કે ગુફામાં રથનેમિ ઊભા છે. એ વખતે રાજીમતીને જોઇ રથનેમિ કામવિહ્વલ બને છે અને રાજીમતીની પાસે આવી કામ-ભોગની પ્રાર્થના કરે છે. રાજીમતીને આ વાતનો ખ્યાલ આવતા તરત સાવધાન બની ગઇ. રથનેમિને પ્રેરિત કરતા બોલી કે,‘અગંધનકુલમાં ઉત્પન્ન થયેલ સર્પ ક્યારેય 85
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy