SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ હાથ પગ ધોતી આદિ સાધ્વાચારથી વિપરીત પ્રવૃતિ કરવા લાગી. આથી પુષ્પચૂલાજીએ તેણીને સમજાવવા પ્રયત્ન કર્યો પણ ન માની. અંતે સ્વછંદ બનતા વિરાધક બની. આલોચના કર્યા વગર મૃત્યુ પામી કાલીદેવી પણ ઉત્પન્ન થઈ છે. હવે તે દેવીનો ભવ કરી મહાવિદેહમાં જન્મ લેશે. ત્યાં નિરતિચાર સંયમની આરાધના કરી સિદ્ધિ પ્રાપ્ત કરશે. ઉપદેશઃ- સાધક જો સંયમ લઈ સમ્યચ્ચારિત્રનો વિરાધક બને તો દેવગતિને પ્રાપ્ત કરે પરંતુ વૈમાનિક જેવી ઉચ્ચગતિ મેળવી શકતો નથી. દ્વિતીય શ્રુતસ્કંધમાં દશ વર્ગ છે. પ્રથમ વર્ગમાં ચમરેન્દ્રની અગ્રમહિષીઓનું વર્ણન છે. બીજા વર્ગમાં વેરોચનેન્દ્ર બલીન્દ્રનું વર્ણન છે. ત્રીજા વર્ગમાં અસુરેન્દ્રને છોડી દક્ષિણ દિશાના નવ ભવનવાસી ઇન્દ્રોની અગ્રમહિષીઓનું વર્ણન છે. ચોથા વર્ગમાં ઉત્તર દિશાના ઇન્દ્રોની અગમહિષીઓનું વર્ણન છે. પાંચમા વર્ગમાં દક્ષિણ દિશાના વાણવ્યંતર દેવોની અગ્રમહિષીઓનું વર્ણન છે. છઠ્ઠા વર્ગમાં ઉત્તર દિશાના વાણવ્યંતર દેવોની અગ્નમહિષીઓનું વર્ણન છે. સાતમા વર્ગમાં જ્યોતિષેન્દચન્દ્રની અગમહિષીઓનું વર્ણન છે. આઠમા વર્ગમાં સૂર્યેન્દ્રની અગ્રમહિષીઓનું વર્ણન છે. નવમા અને દસમા વર્ગમાં વૈમાનિકના સૌધર્મેન્દ્રની તથા ઇશાનેન્દ્રની અગમહિષીઓનું વર્ણન છે. આ બધી દેવીઓનું વર્ણન તેમના પૂર્વ ભવનું છે. જે મનુષ્ય પર્યાયમાં સ્ત્રીરૂપે હતી. સાધ્વી બન્યા પછી ચારિત્રની વિરાધના કરી સ્વચ્છંદી બની અંતિમ સમયે દોષની આલોચના કર્યા વિના કાળધર્મ પામી. આમ દશ વર્ગના ર૦૬ અધ્યયનમાં ર૦૬ દેવીઓનું વર્ણન છે. તેઓ એક ભવ કરી, મહાવિદેહક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. ઉપદેશ - જિનવચન પ્રત્યે શ્રધ્ધા શુધ્ધ છે, તપ, સંચમની રુચિ છે તો બકુશવૃતિ ભાવપરંપરા નથી વધારતી પણ અંતે સાચા હૃદયથી પ્રતિક્રમણ, આલોચના ન કરવાથી જીવ વિરાધક બને છે.
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy