SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શોભી રહ્યું છે. તેમનાં કંચૂકી, ચણિયો અને ચૂંદડી વગેરે વસ્ત્રો સોનેરી વર્ણનાં છે. એમનું હૃદય કમળફૂલનાં વન જેવું દીપે છે. તેની ઉપર કુંભ જેવાં બે પયોધર છે. પ્રેમમાં આસક્ત પંખીઓની જેમ ભમરા ત્યાં ભમી રહ્યા છે. એમના બાવડાં કમળ નાળ જેવા છે. હાથ ઉપર કંકણની હારમાળા, બાજુબંધ અને બેરખાં શોભી રહ્યાં છે. તેમ જ વીણાનો મધુર નાદ સંભળાય છે. એમની હથેળીઓ જાસૂદ ફૂલ જેવી કોમળ છે, તેમાં વિવિધ રેખાકૃતિઓ છે. સીધી આંગળીઓ આભૂષણોથી શોભી રહી છે. તેમના નખને ચણોઠીની ઉપમા આપતાં કહે છે કે, તે આરીસાની જેમ ચમકી રહ્યાં છે, જેમ રાત્રિ સમયે વીજળી ચમકે, તેમ દિવસ અને રાત ચમકે છે. આમ વિશેષથી તેમનું વર્ણન કરું છું. ઢાલ || ૩ || દેસી / ભોજન ધો વરસામનિ રે / રાગ કેદાર ગોડી // ઊર મુગતાફલ કનકનો રે, કુશમ તણો વલી હાર /. કોકીલ કંઠ કાંસ્યની રે, વદતી જઇજઇકાર //૨૦ // બ્રહ્માંણી તું સમસ્યા કરજે સાર, તુઝ નમિ જઇજઇકાર / તાહારઈ કંઠ રમણનો હાર, ચરણે નેવરનો ઝમકાર, બ્રહ્માણી તું, સમસ્યાં કરજે સાર // આંચલી // ચંદમુખી મૃગ લોયણી રે, કનક ક્યોલાં ગાલ / નાશક ઓપન કીર્ન રે, અષ્ટમ તે સસી ભાલ //ર ૧ //બ્ર. જીભ અમીનો કંદલો રે, અધુર પ્રવાલ રંગ / દંત જશા ડાડિમ લિ રે, અકલ અનોપમ અંગ //રર //ભ્ર. ભમરિ લંક જિમ વેલડી રે, ધનુષ ચઢાવ્યું બાણ / મુખ સહિ વહી ચાલી રે, વેધ્યા જાણ સુજાણ //ર૩ //જ. શ્રવણ તે કાંમ હીડોલડ્યા રે, નાગ નગોદર ઝાલિ / વેણી વાશગ જીપીઓ રે, હંસ હરાવ્યું ચાલિ //ર૪ //જ. ફલી સઈંથો રાખડી રે, ખીટલી ખંતિ ભાલિ / ઊપરિ સોહઈ મોગરો રે, જિમ સ્કુક અંબાડાલિ //ર૫ //જ. મુગતાફલ લખી જેહનું રે, તેણઈ વાહની ચઢી માય / કવીજન સમરઇ સારદા રે, તમ મુખ્ય રમવા જાય //ર૬ //ભ્ર. રમતી રંગ એમ ભણઈ રે, કવિ કયુ ગુણમાલ / એહ વચન શ્રવણે સુણી રે, નર હખ્ય તતકાલ //ર૦//બ્ર. હુ છુખ્ય કવીજન કર્યું રે, ઉત્તમ કુલ આચાર | નર નારી સહુ સંભળું રે, વરત કહું જે બાર //ર૮ //ભ્ર.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy