SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ અંત – તેની અંત પ્રશસ્તિમાં કવિ જણાવે છે. જેમ કે, - ગુણ ગાઉં રોહણીઆ કેરા, વીર તણો શિષ્ય જેહોજી, વ્યસન નિવારી સંયમધારી, શિવગતિગામી તેહોજી. ૨૩. વીરસેનનો રાસ આ રાસ કુલ કેટલી ગાથાનો છે તે જાણી શકાતું નથી પરંતુ એમાં ૪૧૬થી વધુ ગાથા છે, એટલું જ કહી શકાય છે. જૈન ગુર્જર કવિઓ ભાગ-૩ ખંડ-૧ (પૃ. ૯૩૧-૯૩૨)માંથી વીરસેનના રાસની આદિની ૧ અને ૨ ગાથા તથા અંતની ૪૧૩, ૪૧૪, ૪૧૫ અને ૪૧૬ ગાથા મળે છે. વીરસેન રાસની આદિ અંતની પ્રશસ્તિ ઉપરથી ખબર પડે છે કે તેમાં વીરસેન નામના રાજાની કથા આવે છે. આદિ પ્રશસ્તિમાં કવિ વીરસેન રાજાના ગુણો આ પ્રમાણે જણાવે છે. જેમ કે, નીદ્રા ભોયણ અલપ કમ, વચન સાર ધ્યન (ધન) ત્યાગ, રીષભ કહઈ પૂંજી દયા, ઉત્તમ વલહુ રાગ. નવ યૌવન સ્ત્રી દેષિ કરી, નયન રહઈ જસ ઠાર્મિ, રીષભ કહઈ જન જઈ કરી, તસ ચરણે સિર નામિ. ૨૪. સમયસ્વરૂપ રાસ આ કૃતિની હસ્તપ્રત, રચના સાલ આદિ હજુ પ્રાપ્ત થયેલ નથી. આનંદ કાવ્ય મ.મૌ.-૮ ‘કવિવર રીષભદાસ નિબંધ' (પૃ. ૭૮)માં શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ સમયસ્વરૂપ રાસમાં ‘સમય’ એટલે શાસ્ત્રનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું હોવાનું કહ્યું છે. - ૨૬. શત્રુંજય રાસ - ૨૫. દેવસ્વરૂપ (સરૂપ) રાસ અથવા દેવગુરુ સ્વરૂપ રાસ - જૈનદર્શનમાં પ્રસિદ્ધ દેવ, ગુરુ, અને ધર્મ એ ત્રણ તત્ત્વોમાંથી આ દેવસ્વરૂપ રાસમાં દેવ એટલે કે ‘અરિહંત’ નું સ્વરૂપ સમજાવવામાં આવેલું હોવું જોઈએ. - આ કૃતિની હસ્તપ્રત, રચના સાલ આદિ પ્રાપ્ત થયેલ નથી. રાસના નામ ઉપરથી જૈન તીર્થોનાં મહાન તીર્થ નામે પાલીતાણાના શત્રુંજય પર્વતના મહાતીર્થનું માહાત્મ્ય દર્શાવવા શત્રુંજય રાસ રચાયો છે. - ૨૭. આર્દ્રકુમાર રાસ આ રાસની પ્રત તેમ જ રચના સાલ આદિ મળેલ નથી. આર્દ્રકુમાર અભયકુમારથી પ્રતિબોધિત અનાર્ય રાજાનો પુત્ર હતો. એમના ચારિત્રનું નિરૂપણ એ રાસનો વિષય હોવો જોઈએ. ૨૮. સિધ્ધશિક્ષા રાસ = આ રાસના શીર્ષકમાં વપરાયેલા ‘સિદ્ધ’ શબ્દ પરથી એમાં સિધ્ધ ભગવંતોનું વર્ણન હોવાનો સંભવ છે. અન્ય નાની કૃતિઓ ૧. આદીશ્વર આલોયણ સ્તવન સંવત ૧૬૬૬ - ખંભાત. ૬ => -
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy