SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ થાય. કવિ પોતે પણ જીવવિચાર’ રચીને સુખી થયા છે એમ કહે છે અને પછી પોતાના ગુરુનો, કુટુંબનો પરિચય આપે છે. ૧૦. ભરતબાહુબલી રાસ (ભરતેશ્વર રાસ) – સં. ૧૯૭૮ પોષ સુદ-૧૦ ગુરુવાર ખંભાત આ રાસ આનંદ કાવ્ય મ.સૌ. ૩માં પ્રસિદ્ધ થયેલ છે. તે હેમચંદ્રાચાર્ય કૃત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર'માંના ઋષભદેવ ચરિત્રના આધારે રચાયેલો છે, એમ કવિ પોતે જ તેમાં જણાવે છે. જેમ કે, હમ ચરિત્ર કરે ઋષભનું એ, આણી મન ઉલ્લાસ, સોય સુણી વળી મેં રચ્યો એ, ભરતેશ્વર નૃપ રાસ. જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્રો ભરત અને બાહુબલીનાં જીવનચરિત્રો તેમાં ધર્મકથારૂપે આલેખેલાં છે. આ કથા જૈનોના બીજા આગમ ગ્રંથ “સુત્રકૃતાંગસૂત્ર'માં અઠ્ઠાણું ગાથાના એક અધ્યયનમાં આપેલી છે. આદિ – આ રાસનો આરંભ શારદાદેવીની સ્તુતિથી કરવામાં આવે છે. અને પછી પ્રથમ તીર્થંકરના પુત્ર ભરતરાજા અને બાહુબલી આદિના પાંચ પૂર્વભવોનું વર્ણન આવે છે. તેની કથા કહેવામાં આવે છે.) નમ્યો તે સહુને ગમ્યો.' આ ગુજરાતી કહેવતનો આ કૃતિમાં સુંદર પડઘો પડ્યો છે. અતિ બળવાન બાહુબલી અભિમાન ત્યજીને ઉત્તમ કુળનો વિવેક સાચવી મોટાભાઈને નમી પડે છે અને વૈરાગ્યવાસિત થઈને સંયમ અંગીકાર કરે છે. આ સુંદર દષ્ટાંતનું આલેખન કવિએ કર્યું છે. “ગજ ચઢિયા કેવળ ન થાય.” એવો પ્રતિબોધ બાહુબલીને તેમની બન્ને બહેનો બ્રાહ્મી, સુંદર કરાવે છે. ત્યારે બાહુબલીનો અહંકાર ઓગળી જાય છે અને તેમના નાના ભાઈઓને વંદન કરવા પગ ઉપાડે છે તે સાથે જ તેમના સર્વ કર્મનો ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ પ્રસંગને કવિએ બહુ સુંદર રીતે આલેખ્યો છે. ત્યારબાદ ભરતના પુત્ર મરીચિ, જે ચોથા આરાના અંતે જૈનોના ૨૪મા તીર્થંકર થયા. તેમના ‘ત્રિદંડી' તરીકેના જીવનનું સુંદર વર્ણન કર્યું છે. કર્મની ગતિ ઉપર ચોરીમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર “ગુણસાગર કેવળી’ની ઉપકથા દર્શાવી છે. અષ્ટાપદ તીર્થના સ્થાપના ભરત મહારાજાએ કરી હતી એ બીના પણ કવિએ આ રાસમાં વર્ણવી છે. જે ઐતિહાસિક દષ્ટિએ અતિ મહત્ત્વની છે. આજે પણ “અષ્ટાપદ પર્વત’ વિષે સંશોધન થઈ રહ્યું છે. સંશોધન કાર્ય માટે જે મહત્ત્વની કડીરૂપે છે. ભરત અને બાહુબલી વચ્ચે થતું પાંચ પ્રકારનું યુદ્ધ પ્રાચીનકાળના હાથોહાથ થતાં દ્વન્દ્ર યુદ્ધનો પરિચય કરાવે છે. જેમ કે આજના કરાટે' તેમ જ ટેકવંડુ. અંતે ભરત ચક્રવર્તીને ‘અરીસાભુવનમાં મુદ્રિકા વિહોણી પોતાની આંગળી નિહાળતા કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે અને સંયમના પંથે ચાલી નીકળે છે ત્યારે તેમની રાણીઓનો કરુણ ‘વિરહવિલાપ' પ્રેમાનંદની યાદ અપાવે તેવો છે. જેમ કે, “નારી વનની રે વેલડી, જળ વિણ તેહ સુકાય રે, તુમો જળ સરીખા રે નાથજી, જાતાં વેલડી કરમાય રે.”
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy