SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ••• . ૧૨૧ આથી બીજે દિવસે શેઠ પણ સ્ત્રીઓની સાથે રત્નદ્વીપ ગયા. ત્યાં જઈને સ્વભાવગત અતિ લોભી હોવાને કારણે રત્નોની ગાંસડીઓ બાંધી અને પછી લાકડામાં બેઠા. જ્યારે સ્ત્રીઓ આવીને પાછી ફરે છે ત્યારે લાકડું ધીમે ધીમે જવા લાગ્યું. આથી બધી વહુઓ પરસ્પર ચર્ચા કરવા લાગી અને કહ્યું કે, જો મોડું થશે તો સસરાજી આપણને ખિજાશે?” ત્યારે લાકડાની પોલાણમાં રહેલા શેઠ કહેવા લાગ્યા કે, “તમે જરાપણ ભય રાખશો નહિ, હું તમારી સાથે જ છું.” આ વાત સાંભળીને સર્વે આશ્ચર્ય પામી વિચારવા લાગી કે અરે! આ અહીં ક્યાંથી? માટે હવે જો તે પાછા ઘેર આવશે તો આપણી ફજેતી કરશે. તેથી તેને આ સમુદ્રમાં જ નાખી દો, આમ વિચારીને કાષ્ટને હલાવીને તે શેઠને રત્ન સાથે સમુદ્રમાં નાખી દીધા. ત્યાં શેઠ મરણ પામ્યા. આમ અતિ લોભ કરવાથી સાગર શેઠ સાગરમાં સમાઈ ગયા. : સંદર્ભસૂચિ : શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર – ભાગ-૧ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ. કનકરથ રાજ ઢોલ-૫૯ ભરત બાહુબલ ઝગડો કર્યું, તો તેહનો અપજસ વીસ્તર્યું / કનકરથુિં નીજ માર્યું પૂત્ર, જાણ્યું લેસઈ મુઝ ઘરસુત્ર // ૬૭ // પરિગ્રહના મોહમાં આસક્ત રાજા જેવા રાજા પણ લોલથઈને પોતાના સગા પુત્રોને માર મરાવે છે. આ વાત “શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર'-૧૪ના અધ્યયનમાં આપેલ તેતલિ પુત્રના દષ્ટાંત કથાનકમાં જોવા મળે છે. ઉપરોક્ત કડીમાં પણ કવિએ તે જ ભાવને આલેખ્યો છે જે નીચેની કથા દ્વારા ફલિત થાય છે. તેતલિપુર નામે એક નગર હતું કનકરથ નામના રાજા અને તેમની પત્ની પ્રજ્ઞાવતી નામે રાણી હતી. કનકરથ રાજાના તેતલિપુત્ર નામે પ્રધાન હતો. તે સામ, દંડ વગેરે નીતિમાં નિપુણ હતા. રાજ્યની દેખરેખ કરતો હતો. કનકરથ રાજા પોતાના રાજ્યમાં અને અંતઃપુરમાં મૂચ્છિત, લોલુપ અને આસક્ત થઈ ગયા હતા. તેથી તેઓ જન્મ પામતા પોતાના પુત્રોને વિકલાંગ કરી દેતા હતા. કે જેથી તે વિકલાંગ રાજકુમાર ભવિષ્યમાં રાજા બની શકે નહિ. તે રાજનિયમને લક્ષમાં રાખી કનકરથ રાજા પોતાના પુત્રો રાજ્ય સત્તા છીનવી ન લે તે માટે જન્મજાત કેટલાક પુત્રોની હાથની આંગળીઓ, કેટલાક પુત્રોના હાથના અંગૂઠા, કેટલાકની પગની આંગળીઓ, કેટલાકના પગના અંગૂઠા, કેટલાકની કાનની બુટી તો કેટલાક પુત્રોના નસકોરા વગેરે કોઈ પણ અવયવ કપાવી નાંખતા હતા. આ રીતે રાજા પોતાના પુત્રોને વિકલાંગ બનાવી દેતા હતા. આમ રાજ્યાદિમાં અતિ આસક્ત બની સગા બાપ પણ પોતાના જ પુત્રોને વિકલાંગ બનાવવામાં અચકાતાં નથી તે અતિ પરિગ્રહનો મોહ બતાવે છે. : સંદર્ભસૂચિ : શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર અધ્યયન-૧૪ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન.. .... પૃ. ૩૧૮
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy