SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરોક્ત કડીમાં મહાન એવા તપસ્વી મુનિરાજે પણ સ્ત્રીના રૂપમાં મોહિત થઈ સંયમથી ચલિત થઈ જાય છે, આ વાત કવિ ‘સિંહ મુનિના દષ્ટાંત દ્વારા સમજાવે છે જે નીચેની કથા દ્વારા જણાય છે. એક વાર સંભૂતિવિજયસૂરિના શિષ્ય સિંહ મુનિ સ્થૂળભદ્રની જેમ કોશાના ઘરે ચાતુર્માસ રહેવા માટે અભિગ્રહ કરે છે. ત્યારે ગુરુ તેમને ના પાડે છે. પરંતુ સિંહમુનિ ગુરુના વચનની અવગણના કરી કોશાને ઘેર ગયા. મુનિએ ચાતુર્માસ રહેવા માટે ચિત્રશાળા માગી. તે તેણે આપી. પછી કામદેવને ઉદ્દીપન કરનાર ષસ ભોજન કોશાએ મુનિને વહોરાવ્યું. મુનિએ તેનો આહાર કર્યો. બે-ચાર દિવસ થયા પણ કોશા મુનિ પાસે જતી નથી. એટલે છેવટે મુનિએ તેને બોલવવા માંડી. તેના હાવભાવ, કટાક્ષ તથા નૃત્યાદિક જોઈને મુનિ ભાન ભુલીને કોશા પાસે ભોગની યાચના કરી. ત્યારે કોશાએ કહ્યું કે, “અમે વેશ્યાઓ ઈન્દ્રનો પણ દ્રવ્ય વિના સ્વીકાર કરતા નથી.” ત્યારે મુનિ કહે છે કે, “પહેલાં મને ભોગ સુખ આપીને શાંત કર, પછી તું બતાવીશ ત્યાંથી દ્રવ્ય લઈ આવ ત્યારે કોશા મુનિને નેપાળથી રત્ન કંબલ લઈ આવવાનું કહે છે. આ સાંભળી અકાળે વર્ષાઋતુમાં મુનિ નેપાળ જાય છે અને રાજા પાસેથી રત્નકંબલ મેળવી, રસ્તામાં ચોરોથી કંબલ બચાવીને કોશાને આપે છે. ત્યારે કોશા તે લઈને તરત જ પોતાના પગ લૂછીને રત્નકંબલને ઘરની ખાળમાં ફેંકી દે છે. ત્યારે સિંહ મુનિ ખેદયુક્ત થઈ કહે છે કે, “ઘણી મુશ્કેલીથી આણેલું આ મહામૂલ્યવાન રત્નકંબલ તેં કાદવમાં કેમ નાંખી દીધું?' ત્યારે કોશા પ્રત્યુત્તર આપે છે કે, “તમે મહામૂલ્યવંત તમારા સંયમધર્મને ગટર જેવી મળમૂત્ર ભરેલી કાયામાં રગદોળવા શા માટે તૈયાર થયા છો?” આ સાંભળીને સિંહમુનિને પશ્ચાતાપ થાય છે અને કોશાનો આભાર માની પાછા સંયમમાર્ગે સ્થિર થઈ, ગુરુ પાસે આલોચના લઈ દુષ્કર તપ કરવા લાગે છે. : સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરાઓ – પ્રકાશક – હરજીવનદાસ વાડીલાલ શાહ..... ....................... પૃ. ૨૧૯ રથનેમી ઢાલ-૫૫ રહઇનેમિ મન વચન પડ્યું, રાજુલ દેખી તે હડબડ્યું / . માહાભટ મદ નિ કીધો રંક, સહી શરિ પાંત્ર્ય સોય કલંક // 9 // રથનેમિનું સંયમભાવથી થયેલું પતન અને રાજે મતીના બ્રહ્મચર્યના તેજથી થયેલા સ્થિરિકરણની વાત “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'/૨/રમાં આપેલ રથનેમીયના કથાનકના આધારે ઉપરોક્ત કડીમાં પણ આ જ ભાવ કવિએ આલેખ્યો છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. એકવાર ભગવાન નેમનાથ તેમના સાધુ સમુદાય સાથે વિહાર કરતાં કરતાં ગિરનાર પર્વત ઉપર રહ્યા હતા. રથનેમી કે જે સંસારીપણાના ભગવાન નેમનાથના નાના ભાઈ હતા. તેઓ ગોચરી વહોરી પ્રભુ પાસે આવતા હતા, તેવામાં અચાનક વૃષ્ટિ થઈ. વરસાદથી બચવા મુનિ રથનેમી એક ગુફામાં પેઠા. એ અવસરે રાજીમતી સાધ્વી પણ પ્રભુને વાંદીને પાછા ફરતાં હતા. વરસાદથી બચવા તેઓએ પણ અજાણતાં આ જ ગુફામાં પ્રવેશ કર્યો. ગુફામાં પ્રવેશ કરતી વખતે રાજેમતીને અંધકારના કારણે રથનેમિ દેખાયા ન હતા. તેથી તેમણે પોતાના ભીંજાયેલા વસ્ત્રો સૂકવવા માટે કાઢી નાખ્યાં.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy