SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ શાંત થયો. વારંવાર ઉત્પન્ન થતી આ વિપદાથી છુટકારો મેળવવા તેણે વિશાળ ક્ષેત્રમાંથી ઝાડ, ઘાસ, પાંદડા વગેરે દૂર કરી સ્વચ્છ માંડલું તૈયાર કર્યું. ઘણા સમય પછી તે જંગલમાં પુનઃ દાવાનળનો પ્રકોપ થયો, આ સમયે મેરુપ્રભ ભાગીને તે માંડલા પાસે આવ્યો. જંગલના બધાં જ જનાવરો માંડલાના આશ્રયે આવી ગયા હતા. જાતિ વૈર ભૂલીને બધાં પશુ-પક્ષીઓ એકસાથે બેઠા હતા. મેરુપ્રભ પણ પોતાની જગ્યા કરી ત્યાં ઊભો રહી ગયો. અચાનક મેરુપ્રભના શરીરે ખંજવાળ ઉપડી અને શરીર ખંજવાળવા તેણે પગ ઊંચો કર્યો, જેવો પગ ઊંચો થયો કે એક સસલું તે ખાલી જગામાં ગોઠવાઈ ગયું. મેરુપ્રભ પગ નીચે મૂકવા ગયો, ત્યારે નીચે સસલાને જોયું. તેને સસલા ઉપર અનુકંપા આવી, તેણે પગ અધ્ધર રહેવા દીધો. અઢી દિવસે દાવાનળ શાંત થયો. પ્રાણીઓ માંડલામાંથી બહાર નીકળવા લાગ્યાં. સસલુ પણ ત્યાંથી ચાલ્યું ગયું. ત્યારે મેરુપ્રભે પોતાનો પગ નીચે મૂકવા પ્રયત્ન કર્યો પરંતુ પગ જકડાઈ ગયો હોવાથી નીચે પડી ગયો. સો વર્ષની વૃદ્ધ કાયાવાળો તે મેરુપ્રભ હાથી ત્રણ દિવસ સુધી ભૂખ તરસની અસહ્ય પીડા અને વેદના સહન કરતો મૃત્યુ પામ્યો. તે મેરુપ્રભ હાથીનો જીવ શ્રેણિક રાજાના મહારાણી ધારિણી દેવીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. યુવાન થતાં ભગવાન મહાવીરની દેશના સાંભળી સંયમ અંગીકાર કરી, મેઘમુનિ બની અંત સમયે એક માસનો સંથારો કરી દેવપણે ઉત્પન્ન થયા. તે દેવનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહમાં મનુષ્યભવ ધારણ કરી મોક્ષગતિને પ્રાપ્ત કરશે. શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર અધ્યયન-૧ ઢાલ-૪૮ : સંદર્ભસૂચિ : પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન શ્રી મૃગાપુત્ર (લોઢિયા) લેઅણ લેઇનિ મારતો જી, કરતો અંદ્રી રે છંદ ।। પરવિ દૂખીઓ તે થયું જી, મૃગાવતી ગિ જે સતી જી, લોઢો થઈન ઈં ઊપનો જી, પામ્યુ વેદ વેદ // ૧૨ // તસ કુર્ખિ અવતાર | અંદ્રી વિન આકાર || ૧૩|| પૃ. ૧ જે જીવોએ પૂર્વભવમાં અનેક પાપ કૃત્ય કરેલ છે, તે જીવોને આગામી જીવનમાં દારુણ વેદનાઓ સહન કરવી પડે છે. ‘શ્રી વિપાક સૂત્ર' ૧/૧માં આપેલ મૃગાપુત્રના દૃષ્ટાંત કથાનકના આધારે કવિએ ઉપરોક્ત કડીઓમાં આ ભાવને આલેખ્યો છે જે નીચેની કથા દ્વારા જણાય છે. પૂર્વભવમાં મૃગાપુત્ર (લોઢિયા) શતદ્વાર નામના નગરમાં ઈકાઈ રાઠોડ (ખત્રી) નામે મોટો સેવક હતો. પાંચસો પરિવારનો તે અધિપતિ હતો. તેને સાતે વ્યસન સેવવામાં ઘણી આસક્તિ હતી. વનમાં શિકાર કરી પંખીઓ મારતો, લોકોના કાન, નાક, નેત્ર વગેરે છેદીને હેરાન કરતો હતો. ઘણા આકરા કરોથી લોકોને રંજાડતો હતો. આમ ઘણાં અઘોર કર્મ કરતો હતો. આમ તેણે ક્રોધ અને લોભને વશ થઈને અનેક પાપો કર્યાં. તેણે પોતાનો બધો કાળ પાપ કરવામાં જ ગુમાવ્યો અને અંતે મરણ પામીને પહેલી નરકે ગયો. ત્યાંથી નીકળીને તે ભગવાન મહાવીરના વિચરણ કાળમાં મૃગગ્રામ નામનું નગર હતું.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy