SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ આથી તારું નરક ગતિનું આયુષ્ય બંધાઈ ગયું છે. તારું એ પાપકર્મ નિકાચિત હતું. એ કર્મ ભોગવવું જ પડે. અમે પણ તે અન્યથા કરવાને સમર્થ નથી.” આથી શ્રેણિક રાજા મરીને પહેલી નરકે ગયા. આમ કર્મ કોઈને છોડતાં નથી. પૂર્વે કરેલાં કર્મો ભોગવવાં જ પડે છે. : સંદર્ભસૂચિ : ૧. જૈનશાસનના ચમકતા હીરા – પ્રકાશક - હરજીવનદાસ વાડીલાલ શાહ.... ................ પૃ. ૩૧૩ ચંડકૌશિક સર્ષ ઢાલ-૨૦ મુનીવર માસખમણ ધણી, કરમિં દુઓ ભુજંગો રે / કરમવસિં વલી દીઆ, અછકારી અંગો રે // ૯૭ // ઉપરોક્ત કડીમાં કર્મની ગતિ ન્યારી છે. કર્મને કારણે તપસ્વી મુનિવરનો પણ તિર્યંચ ગતિમાં જન્મ થયો. આ વાત કવિએ “ચંડકૌશિક સર્પના દષ્ટાંતના આધારે આલેખી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. એક વૃદ્ધ તપસ્વી ધર્મઘોષ મુનિ તેમના બાળશિષ્ય-દમદંત મુનિ ચેલા સાથે માસખમણના ઉપવાસના પારણાને માટે ગોચરીએ નીકળ્યા. તેમના પગ નીચે એક નાની દેડકી કચરાઈને મરી ગઈ. તેની આલોચના કરવા સાથેના બાળમુનિએ વૃદ્ધ સાધુને કહ્યું પણ વૃદ્ધ સાધુએ તે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. બાળમુનિએ પાછું સંધ્યાના પ્રતિક્રમણ બાદ યાદ કરાવ્યું કે દેડકીની આલોચના કરી? આવી રીતે ફરી ફરી યાદ કરાવવાથી બાળમુનિ ઉપર તેમને ઘણો ક્રોધ થયો અને ઊભો રહે એમ કહીને તેને મારવા દોડ્યા. ક્રોધાંત થઈને દોડતા અંધારામાં એક થાંભલા સાથે ભટકાયા અને સજ્જડ માર લાગવાથી મૃત્યુ પામ્યા. બીજા ભવમાં તે એક તાપસોના ઉપરી અને મોટા વનખંડના સ્વામી થયા. બીજા તાપસોને તેઓ આ વનખંડમાંથી ફળ કે ફૂલ તોડવા ન દેતા. કોઈ ફળ-ફૂલ લે તો તેને મારવા જતા. એક દિવસ હાથમાં કુહાડો લઈને એવા એક ફળ તોડી નાસતા રાજપુત્રની પાછળ દોડ્યા. પણ કર્મ સંજોગે ખાડામાં પડ્યા અને હાથમાંનો કુહાડો માથામાં જોરથી વાગવાથી તત્કાળ મૃત્યુ પામ્યા. ત્યાંથી મરીને તે ચંડકૌશિક નામના દષ્ટિવિષ સર્પ થયો. આમ ઘણા તપના ધણી હોવાં છતાં પણ પૂર્વ કર્મને લીધે નીચ ગતિમાં જન્મ થયો. શ્વેતાંબી નગરી તરફ જતા રસ્તામાં આ સર્પ રહેતો હતો. તેના હૂંફાડા માત્રથી પ્રાણીઓ વગેરે મરી જતાં એટલે આ રસ્તો જવા આવવા માટે લોકો વાપરતા ન હતા. પરંતુ ભગવાન મહાવીર એકવાર આ રસ્તે ચંડકૌશિકના ભાવો જાણી તેને પ્રતિબોધવા માટે નીકળ્યાં, ત્યારે ભગવાન મહાવીરના વચનો સાંભળીને સર્પને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને સમભાવ પ્રાપ્ત કરી દેવલોકમાં દેવગતિને પામ્યા. : સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરા – પ્રકાશક - વરજીવનદાસ વાડીલાલ શાહ... •.. પૃ. ૨૮ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ભાગ-૪ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ..................... પૃ. ૩૧-૩૨
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy