SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ સુકોશલ મુનિ ઢાલ-૧૫ રષિ શ્રી શકોસી, કર્મ ત્મણિ સાંહામો જયુ / પરીસઈ નવિ કોમ્યુ તે વંદો રજીરાયુ // ૫૬ // ધન્ય છે પિતૃભક્ત શ્રીસુકોશલ મુનિને! જેમણે ક્ષમામાં દઢ રહી સમતા પરિણામે સર્વ ઉપસર્ગ સહન કરી કેવળજ્ઞાન પામ્યા અને કાળ કરી મોક્ષે ગયા. એવા સુકોશલ મુનિની વાત કવિએ ઉપરોક્ત કડીમાં દર્શાવી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. અયોધ્યાના રાજા કીર્તિધરના પુત્રનું નામ સુકોશલ હતું. તેમનું માતાનું નામ સહદેવી હતું. પહેલા કીર્તિધર રાજાએ દીક્ષા લીધી અને પછી એમનો ઉપદેશ સાંભળીને સુકોશલકુમારે દીક્ષા લીધી હતી. તેમની માતા સહદેવી પતિ તથા પુત્રનો વિયોગ અસહ્ય થઈ પડતાં આર્તધ્યાન કરતાં મરણ પામી, એક જંગલમાં વાઘણ થઈ. એક વાર તે વાઘણ રહે એ જ જંગલમાં બન્ને મુનિ વિહાર કરતાં કરતાં આવ્યા. દૂરથી વાઘણ બે મુનિઓને જોઈ તરાપ મારવા તૈયાર થઈ. ત્યારે પોતાના પુત્રને કીર્તિધર મુનિ કહે છે કે, “હે પુત્ર! તું લઘુવયનો છે, માટે તારું શરીર વિશેષ નભશે, અને તારાથી સંયમ પણ પળાશે, અને હું તો હવે વૃદ્ધ થયો છું, માટે મને આગળ ચાલવા દે. આ દેહ પડે તો હરકત નથી. વાઘણ મને ખાઈ જાય, એટલામાં તું તારો બચાવ કરી શરીરનું રક્ષણ કરજે.” પિતાના આવાં વચન સાંભળી સુકોશલ મુનિ બોલ્યા, “નહિ પિતાજી! એવું વિરુદ્ધાચરણ મારાથી કેમ બને? વાઘણ ભલે મારા શરીરનું ભક્ષણ કરે, મારે તો આપની ભક્તિ કરવી એ જ મારી ફરજ છે.” આ પ્રમાણે કહી પિતૃભક્ત સુકોશલ મુનિ પિતાજીને બચાવવા થોડેક આગળ ચાલી સર્વ જીવને ખમાવી આલોવી, પડિકમી નિઃશલ્ય થયા અને સર્વ જીવોની સાથે ખમતખામણા કરી સંથારો કરી કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. ત્યાં પેલી વાઘણે આવીને સુકોશલ મુનિ પર હુમલો કર્યો અને તેના શરીરને ચીરી નાખ્યું પરંતુ તેઓ ધર્મધ્યાનથી જરાપણ ચલિત ન થયા. અને સર્વ ઉપસર્ગ સહન કર્યા. આ પ્રકારની અડગ અને પ્રબળ ધર્મભાવના ભાવતાં તેઓ અંતકૃત્ કેવલી થયા અને મોક્ષે ગયા. : સંદર્ભસૂચિ : શ્રી વૈરાગ્ય શતકમ્ (પૂર્વાર્ધ-ભાગ-૧) - પ. મુનિ શ્રી વિનયચંદ્રજી મહારાજ......... ................ પૃ. ૨૩૯ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર-ભાગ-૩ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ, .................... પૃ. ૪૮ અનમાળી ઢાલ-૧૫ જુઓ અને માલી, જેણઈ જગી રાખી લીહો / ' લોકિં બહુ દમ, પણિ નવી કોર્ટુ સીહો // પ૭ // અર્જુન માળીએ કોઈ પણ જાતની દીનતા દેખાડ્યા વગર પરીષહોને સહન કર્યા. આ વાત “શ્રી અંતગડદશા સૂત્ર' ૬/૩માં આપેલ અર્જુનમાળીના દષ્ટાંત કથાનકના આધારે કવિએ ઉપરોક્ત કડીમાં આલેખી છે. જે નીચેની કથા દ્વારા સમજાય છે.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy