________________
अनेकनर्तकीयोज्यं चित्रताललयान्वितम् ।
नाचतुःषष्टियुगलाद् रासकं मसृणोद्धते ।। અર્થાત્ : નર્તકીઓ અનેક હોય, જેમાં અનેક પ્રકારના તાલ અને લય હોય પણ જેમાં ૬૪ સુધીના યુગલ હોય તેવું સુકોમલ છતાં ખૂબ તરવરાટવાળું જે રૂપક છે તે ‘રાસક' ૧૪
તેમ જ ડોલરરાય માંકડ “સંદેશક રાસ'માં રાસાના સાહિત્ય સ્વરૂપની દષ્ટિએ કહે છે કે, રાસક એક નૃત્ય કાવ્ય અથવા ગેયરૂપક છે. એમાં ઘણું સંગીત અને એટલે ઘણા ગેય રૂપક છે.
આમ રાસક એક ગેયરૂપક છે. એ માટે જ હેમચન્દ્રાચાર્યે તેને “રાગ કાવ્ય' તરીકે ઓળખાવ્યો છે. ૬૪ યુગલો અને અનેક નર્તકી દ્વારા વિલસતો આ કાવ્ય પ્રકાર શૃંગાર જેવા જીવનના ઉલ્લાસ ભાવની અભિવ્યક્તિ માટેનું એક સરસ સાધન હશે. તેનું મૂળ કૃષ્ણ-ગોપીની રાસ ક્રીડામાં જોઈ શકાય. પરંતુ જૈન કવિઓને હાથે ‘રાસક’ રાસો બની ગયો. અને તેનું મૂળ સ્વરૂપ બદલાઈ ગયું.
સમગ્ર રીતે અવલોકન કરતાં પ્રાચીન ગુજરાતી રાસા' અને “રાસક' બન્ને જુદાં છે. તે બન્નેની વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. આ રાસાઓ સાહિત્યિક ગુણવત્તા ધરાવતા હશે, છતાં આ રાસાઓ માત્ર નર્તન માટે જ હતા. તેથી તેને ગીતો અને નૃત્ય સાથે સંબંધ છે. આમ રાસ કેવળ નૃત્યપ્રધાન હતો, જ્યારે “રાસક'માં અભિનયપ્રધાન હોવાથી રામલીલાનો પ્રકાર ઉદ્ભવ્યો પરંતુ રાસને ગીતોનો સાથ રહેતો અને ધીરે ધીરે તેમાં ગેયતાની સાથે છંદો પણ ઉમેરાયા. આમ “રાસ'નું
સ્વરૂપ ધીમે ધીમે બદલાતું જોવા મળે છે. આમ તેરમી સદીના પૂર્વાર્ધના યુગમાં બધા રાગોમાં ગાઈ શકાય તેવા “રાસ'ની રચના થવા લાગી. સંસ્કૃત ‘રાસક' ઉપરથી ‘રાસઉ' અને “રાસો' શબ્દ બન્યો છે.
આ રાસાઓમાં જૈન આગમ સૂત્રો અને અંગોમાં આવતાં પૌરાણિક પાત્રોને અનુલક્ષીને રચેલાં કથાનકમાં વિષયોપભોગના ત્યાગની સાથે સાથે ઉદ્દીપક શૃંગારરસનું વર્ણન કરેલું હોય છે. પરંતુ અંત હંમેશાં શીલ અને સાત્વિકતાના વિજયમાં જ આવે છે. ઉપશમનો બોધ અથવા સજમસિરિને વરવાની વાત તેનો મુખ્ય ઉદ્દેશ હોય છે. રાસાની રચનાનો ઉદ્દેશ ‘દશવૈકાલિક ટીકા'માં તથા “ધર્મબિંદુવૃત્તિમાં કહ્યું છે, તેમ
बालस्त्रीमूढ मूर्खाणां नृणां चारित्रकांक्षिणा ।
अनुग्रहार्थं सर्वज्ञैः सिद्धान्त: प्राकृतः कृतः ॥ એ પ્રમાણે લોકોને રુચે તેવી રસભર વાણીમાં ધર્મોપદેશ આપવા માટે જ ગેય “રાસા'ની રચના થતી.
જૂની ગુજરાતીમાં રાસાઓ લખાવા લાગ્યા તે પહેલાં અપભ્રંશમાં કેટલાક ઉપદેશાત્મક પ્રકારના પથપ્રબંધો હતા, તે ‘રાસ' તરીકે ઓળખાતા. જ્યારે કોઈ ઉત્સવ આવે ત્યારે મંદિરોમાં તથા જૈન દેરાસરોમાં આવા રાસ રમાતાં અને ગવાતાં. ખાસ એટલા માટે પ્રસંગોને અનુલક્ષીને જૈન સાધુઓ “રાસ' લખી પણ આપતા, આમ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં લખાતો “રાસ’ ગેય અને અભિનયક્ષમ સાહિત્ય પ્રકાર છે.