SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ રીતભાતને કોરાણે મૂકી અક્કલ વગરની નક્કલ કરનાર ઉદારીકરણને કારણે શ્રીમંત બનેલ માનવ સમાજ આ મોંઘવારીને પોષી રહ્યાં છે. ગયા વર્ષે ભારતમાં અનાજનું વિક્રમી ઉત્પાદન થયું તેમ છતાં આપણે વિદેશથી અનાજની આયાત કરવી પડી હતી, કારણ કે આડેઘડ અનાજનો બગાડ કે જેથી દેશમાં અનાજની અછત પેદા થાય છે. અછતને કારણે દેશમાં મોંઘવારી વધે છે. આ મોંઘવારીનો માર શ્રીમંતોને નથી પડતો, પણ ગરીબ તેમ જ મધ્યમ વર્ગના નાગરિકો તેમાં ભીંસાય છે. મોંઘવારી વધવાનું મુખ્ય કારણ વિશ્વની બજારમાં ક્રૂડતેલના વધતા ભાવો છે. આપણે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડીને તેના ભાવો નીચા લાવી શકીએ છીએ. આ માટે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ધરાવનાર પરિવાર નક્કી કરે કે અમે બજારમાં શોપિંગ કરવા વાહન લઈને નહિ જોઈએ, પણ ચાલતા જઈશું તો કરોડો લીટર પેટ્રોલ બચી શકે. | મુસાફરીની બાબતમાં આપણે જેમ પેટ્રોલ બચાવી શકીએ છીએ તેમ ખાણીપાણીની બાબતમાં, એજ્યુકેશનની બાબતમાં, વસ્ત્રોની બાબતમાં. આવી નાની મોટી દરેક બાબતમાં ખર્ચ બચાવીને મોંઘવારીથી બચી શકાય. આજે મોંઘવારી વધી છે તેના કરતાં આપણી આભાસી જરૂરિયાતો વધી છે અને દેખાદેખીને કારણે થતાં ખર્ચાઓ પણ વધ્યા છે. આ દરેક મોંઘવારી રૂપી સમસ્યાનો ઉકેલ આપણને જૈનદર્શનમાં મળી રહે છે. તીર્થકરો કહેતાં આવ્યાં છે કે, ‘તમારી જરૂરિયાતો મર્યાદિત બનાવશો તો સુખી થશો. સંયમિત જીવન અપનાવશો તો સુખી થશો.' ત્યારે આજે આ મોંઘવારીનો અને ફુગાવાનો મુકાબલો કરવા માટે અર્થશાસ્ત્રીઓ પણ આ જ પ્રકારની સલાહ આપવાં લાગ્યાં છે. આપણી તૃષ્ણાઓને નિયંત્રણમાં રાખવાનો ઉપાય તો આપણા હાથમાં છે તે છે, વ્રતરૂપી નિયંત્રણ કે જેનાથી આપણે આપણી સંકલ્પશક્તિ વડે ઈચ્છાઓ ઉપર નિયંત્રણ તેમ જ ઈચ્છાઓને સંયમિત કરી શકીએ છીએ. આમ મોંઘવારીના વિષચક્રને નાથવા માટે જૈનદર્શનના સિદ્ધાંતો સફળ પુરવાર થાય છે. દરેક વ્રતમાં આજની સમસ્યાનું સમાધાન રહેલું છે. નામ એનું અણુવ્રત છે, પરંતુ તાકાત અણુશક્તિ' જેટલી જ પ્રચંડ છે. સાચું સુખ શું? છેવટનું જ્ઞાન કહ્યું? ચિત્તની સમાધિ કેમ થાય? આ બધા પ્રશ્નો અંગે સમાજવાદ મૌન સેવે છે. મૃત્યુ, વ્યાધિ, રોગ, વૃદ્ધાવસ્થા વગેરેને કેમ નિવારી શકાય? તેનો યથાર્થ જવાબ આજના કોઈ પણ વાદમાંથી મળી શકતો નથી. ત્યારે આ વ્રતો તમામ સામાજિક, તેમ જ આધ્યાત્મિક પ્રશ્નોના ઉકેલ રૂપ છે. આ વ્રતો એટલા ભવ્ય છે કે દરેક માનવી જો તેનું પાલન કરે, તો પોતે પોતાનું જીવન સુખરૂપ પસાર કરી શકે, એટલું જ નહિ પરંતુ પારિવારિક, સામાજિક અને રાષ્ટ્રીય જીવન પણ સુખરૂપ બને અને વિશ્વના નાના મોટા તમામ સંઘર્ષો અદશ્ય થઈ જાય. બાયોકેમિકલ દવાઓની ઉપર લખેલું હોય છે કે, ‘બારસો રોગની બાર દવા.” તેમ આ બાર
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy