SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ અતઃ આ વ્રતથી સાધુધર્મનો અભ્યાસ થાય છે. કષ્ટ સહન કરવાની શક્તિ મળે છે. તેમ જ સાધુ થવાના ભાવ જાગૃત થાય છે. ધર્મની કમાણી થાય છે. પાંચ ઈન્દ્રિયોની વિષય આસક્તિ ઘટે છે. વિષય-કષાય મંદ થાય છે. બારમું વ્રત - અતિથિ સંવિભાગવત (ચોથું શિક્ષાવત) ‘અતિથિ સંવિભાગ’ શબ્દ બે શબ્દોથી બન્યો છે, અતિથિ + સંવિભાગ. “અતિથિ'નો સામાન્ય અર્થ છે. “નાસ્તિ તિથિ યસ્ય (નાગમન) સ: તિથિ ' અર્થાત્ જેના આગમનની કોઈ તિથિ નિશ્ચત નથી તેને “અતિથિ' કહે છે. સંવિભાગ=સમ્ ઉચિત, વિ=વિશેષ પ્રકારનો, ભાગ=અન્ન આદિ ભાગ. વ્યવહારથી તો ગૃહસ્થના ઘરે જે પણ સાધુ, સંન્યાસી, તાપસ, ભિક્ષુક અને પરિચિત અથવા અપરિચિત વ્યક્તિનું સૂચનાપૂર્વક અથવા વગર સૂચનાપૂર્વક આગમન થઈ જાય તેને “અતિથિ’ કહે છે. પરંતુ “અતિથિ’ શબ્દ જૈન સિદ્ધાંતાનુસાર શ્રાવકધર્મના વ્રતથી સંબંધિત હોવાથી “અતિથિ શબ્દનો અર્થ આચાર્ય વિજય રાજેન્દ્રસૂરિશ્વરજીએ આ પ્રમાણે કર્યો છે, તિથિ પર્વ વગેરે સમસ્ત લૌકિક પર્વના ત્યાગી વીતરાગ પ્રણિત ચારિત્રના આરાધક જૈન સાધુ શ્રાવકના ઘરે ભોજન સમયે ઉપસ્થિત થઈ જાય, તેને “અતિથિ' કહે છે. વળી આચાર્ય અનુસાર આવા અતિથિ સાધુને જેમાં પ્રાણીવધાદિ હિંસા ન થઈ હોય, એવો નિર્દોષ અને ન્યાયોપાર્જિત દ્રવ્યથી પ્રાપ્ત આહાર, ઉદ્ગમાદિના આધાકર્માદિ દોષથી રહિત, પશ્ચાત્કર્માદિક દોષ ઉત્પન્ન ન હોય, આવી રીતે સવિશેષ અન્ન, પાણી, સ્વાદિમ, ખાદિમ વગેરે ચાર પ્રકારનું આહારનું દાન કરવું. “અતિથિ સંવિભાગ' છે. ‘શ્રી આવશ્યક સૂત્રમાં અતિથિ સંવિભાગ વ્રતની પરિભાષા દર્શાવતાં કહ્યું છે કે, શ્રાવકો ન્યાયપૂર્વક પ્રાપ્ત કરેલા, કલ્પનીય, પ્રાસુક અને એષણીય અશન, પાન, વસ્ત્ર, પાત્ર, આદિ દ્રવ્ય, દેશ, કાલ, ભાવસહિત આત્મકલ્યાણની બુદ્ધિથી પંચમહાવ્રતધારી સંયમી મુનિરાજને દાન આપે, તે ‘અતિથિ સંવિભાગવ્રત' કહેવાય. યોગશાસ્ત્રમાં શ્રાવકના બારમા વ્રતની પરિભાષા આપતાં કહ્યું કે, “નંદુર્વિધાદાર પત્રાછાનસનાં | अतिथिभ्योऽतिथि संविभागवतमुदीरितं ॥ ८८ ।। અર્થાત્ : ૧) ચાર પ્રકારનો આહાર અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ૨) પાત્રો, ૩) વસ્ત્ર અને ૪) રહેવાનો મુકામ. આ અતિથિઓને (સાધુઓને) આપવું તે અતિથિ સંવિભાગ નામનું વ્રત કહેલું છે. આ શ્રાવકનુ બારમું વ્રત છે. શિક્ષા ગ્રહણ કરવા યોગ્ય અને શિક્ષાવ્રતોમાં ચતુર્થ સ્થાન પર હોવાથી તેનું અપરનામ “ચતુર્થ શિક્ષાવ્રત' છે. ‘શ્રી રત્નકરંડશ્રાવકાચાર'માં બારમા વ્રતનું નામ વૈયાવૃત્ય' દર્શાવ્યું છે. જેનો ભાવાર્થ સરખો જ છે. જેમ કે વિતરાગી યતિઓને સ્વપરની ધર્મપ્રવૃત્તિ અર્થે જે દાન દેવું તે વૈયાવૃત્ય છે. અહીં દાનને વૈયાવૃત્ય કહેલ છે. આહાર, ઔષધ, ઉપકરણ અને આવાસ આ ચાર પ્રકારનાં દાનરૂપ
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy