SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ सामाईयम्मि तु कए, समणोइव सावओ हवइ जम्हा । પળ વારણેળ, વહુસો સામાÄ જુગ્ગા ।। ૨૦૨૫ અર્થાત્ સામાયિક કરવાથી શ્રાવક સાધુ જેવો બની જાય છે, તેથી શ્રાવકે વારંવાર સામાયિક કરવી જોઈએ. સામાયિકમાં લાગતા મન, વચન અને કાયાના બત્રીસ દોષો નીચે પ્રમાણે છે. મનના દશ દોષ અવિવેજ્ઞસોજિત્તી, તામી મ-મય-નિયાળી । સંસય-રોસ-અવિળો, સવહુમાળપુ ઢોસો માળિયના ।। અર્થાત્ : ૧) અવિવેક, ૨) યશઃ કીર્તિ, ૩) લાભાર્થ, ૪) ગર્વ, ૫) ભય, ૬) નિદાન, ૭) સંશય, ૮) રોષ, ૯) અવિનય અને ૧૦) અબહુમાન-દોષ. આ મનના દશ દોષો છે. વચનના દશ દોષો कुवयणं सहसाकरे सछंद-संखेय- कलहं च । विगहा - विहासोऽसुद्धं, निरवेक्खो मुणमुणा दोसा दस ।। અર્થાત્ : ૧) કુવચન, ૨) સહસાકાર, ૩) સ્વચ્છંદ, ૪) સંક્ષેપ, ૫) કલહ, ૬) વિકથા, ૭) હાસ્ય, ૮) અશુદ્ધ, ૯) નિરપેક્ષ અને ૧૦) મમ્મન. એમ વચનના દશ દોષો છે. કાયાના બાર દોષો कुआसणं चलासणं चलादिट्ठी, सावज्जकिरिचाऽऽलंबणा SSकुज्वणं - पसारणं । બાલસ-મોડન-મન-ત્વિમાસળ, નિદ્રા વેયાવતિ બારસ હાયવોસા || અર્થાત્ : ૧) કુઆસન, ૨) ચલાસન, ૩) ચલદષ્ટિ, ૪) સાવદ્યક્રિયા, ૫) આલંબન, ૬) આકુંચન પ્રસારણ, ૭) આળસ, ૮) મોડન, ૯) મલ, ૧૦) વિમાસન, ૧૧) નિદ્રા અને ૧૨) વૈયાવૃત્ય. આ કાયાના બાર દોષો છે. અતઃ સામાયિકમાં દશ મનના, દશ વચનના અને બાર કાયાના કુલ બત્રીસ દોષો ટાળવા માટે સાધકે સાવધાન રહેવું જોઈએ. દોષરહિત સાધનાથી જ અધ્યાત્મવિકાસ થાય છે. સામાયિકની શુદ્ધિ સામાયિક વ્રતની ગુણવત્તા વધારવા માટે તેમાં ચાર પ્રકારની શુદ્ધિ કરવી આવશ્યક છે જેમ કે, ૧) દ્રવ્ય શુદ્ધિ, ૨) ક્ષેત્ર શુદ્ધિ, ૩) કાળ શુદ્ધિ અને ૪) ભાવ શુદ્ધિ. ૧. દ્રવ્ય શુદ્ધિ-સામાયિક કરવા માટે આસન, વસ્ત્ર, પૂંજણી, માળા, મુખવસ્તિકા આદિ ઉપકરણોની શુધ્ધિ તે દ્રવ્યશુધ્ધિ છે. ૨. ક્ષેત્ર શુદ્ધિ- સાધક જે સ્થાને બેસી સામાયિક આદિ ધર્મ ક્રિયા કરે છે, તે ક્ષેત્ર કહેવાય છે. તે સ્થાન શુદ્ધ પવિત્ર હોવું જરૂરી છે.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy