SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ જ ‘શ્રી રત્નકરંડશ્રાવકાચાર' અનુસાર ભોગોપભોગ પરિમાણ વ્રતના અતિચાર નીચે મુજબ દર્શાવ્યા છે. જેમ કે, (૧) અનુપ્રેક્ષા – પંચેન્દ્રિયના વિષયમાં રાગનું ન ઘટવું તે અનુપ્રેક્ષા નામનો અતિચાર છે. (૨) અનુસ્મૃતિ - પૂર્વકાળમાં ભોગવેલ વિષયોને વારંવાર યાદ કરવા તે અનુસ્મૃતિ અતિચાર છે. (૩) અતિલૌલ્ય - અતિવૃદ્ધિથી આસક્ત થઈ વિષય ભોગવે તે અતિલૌલ્ય અતિચાર છે. (૪) અતિતૃષ્ણા - આગામી કાળમાં વિષયોને ભોગવવાની અતિતૃષ્ણા રહે તે અતિતૃષ્ણા અતિચાર છે. (૫) અનુભવ વિષયોને ન ભોગવે તે કાળમાં પણ એમ જાણે કે હું ભોગવું જ છું એવા પરિણામ તે અનુભવ અતિચાર છે. આમ આ પાંચ અતિચાર ત્યાગવા યોગ્ય છે. - પંદર કર્માદાન કર્મ અને આદાન બે શબ્દોથી ‘કર્માદાન’ શબ્દ બનેલો છે. આદાન એટલે ગ્રહણ કરવું. કર્મોના ગ્રહણને કર્માદાન કહે છે. જે પ્રવૃત્તિના સેવનથી જ્ઞાનાવરણ આદિ કર્મનો પ્રબળ બંધ થાય છે. જેમાં ઘણી હિંસા થાય છે તે કર્માદાન છે. શ્રાવક માટે તે વર્જિત છે. આ કર્મ સંબંધિત અતિચાર છે. શ્રાવકને તેના ત્યાગની પ્રેરણા આપવામાં આવી છે. પંદર કર્માદાનનું વિશ્લેષણ ‘શ્રી ઉપાશકદશાંગ સૂત્ર’, ‘શ્રી આવશ્યક સૂત્ર’, ‘નિગ્રંથ પ્રવચન’ આદિ ગ્રંથોમાં દર્શાવ્યું છે જે નીચે મુજબ છે. (૧) અંગાર કર્મ અંગાર એટલે કોલસા. અંગાર કર્મનો મુખ્ય અર્થ કોલસા વગેરે બનાવીને વેચવાનું કાર્ય. ઈંટની ભઠ્ઠી ચલાવવી, આગમાં વાસણ પકાવવા, તથા ચૂનાની ભઠ્ઠી, લુહારકામ વગેરે આજીવિકા દ્વારા અર્થોપાર્જન કરવું તે અંગાર કર્મ કહેવાય છે. (૨) વન કર્મ જંગલ કાપીને સાફ કરવું, જંગલનાં વૃક્ષ કાપી લાકડાં વેચવાં, જંગલ કાપવાનો ઈજારો રાખવો, લીલી વનસ્પતિનું છેદન-ભેદન વગેરે કાર્યો ઘોર હિંસાનાં કાર્યો છે. આજીવિકા માટે વન ઉત્પાદન, સંવર્ધન કરીને વૃક્ષને કાપવાં, કપાવવાં તે વન કર્મ છે. (૩) શકટ કર્મ શકટનો અર્થ ગાડી છે. સવારી અથવા માલ લઈ જવા, લાવવા માટે વપરાતા સર્વ વાહનો જેવા કે બેલગાડી, મોટર-સ્કૂટર વગેરે બનાવીને વેચવા તે શકટ કર્મ છે. (૪) ભાડી કર્મ – ભાડીનો અર્થ છે ભાડું. બળદ, ઘોડા, આદિ વાહનો ભાડે આપવાનો વ્યાપાર કરવો. વગેરેને તેમ જ મોટર, રીક્ષા, ટ્રક – 1 (૫) સ્ફોટન કર્મ – સ્ફોટન એટલે ફોડવું, તોડવું, ખોદ ખાણ ખોદવી, પથ્થર તોડવા, કૂવા, વાવ, તળાવ વગેરે ખોદાવવાના ધંધા સ્ફોટન કર્મમ. આવે છે. 31 (૬) દંત વાણિજ્ય - હાથીદાંતનો વ્યાપાર કરવો, ત્રસ જીવોનાં શરીરાવયવોનો વ્યાપાર કરવો. જેમ કે હરણ, વાઘના ચામડાંનો વેપાર કરવો. (૭) લાક્ષા વાણિજ્ય - લાખ, મણશીલ, હડતાલ વગેરે પાપકારી વસ્તુઓનો વેપાર કરવો. (૮) રસ વાણિજ્ય મદિરા વગેરે માદક રસનો વ્યાપાર. તેમ જ મધ, માંસ, ચરબી, માખણ
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy