SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) અતિભાર – પશુ, નોકર, આદિ પાસેથી તેની શક્તિ ઉપરાંત કામ લેવું. આજની ભાષામાં નોકર, મજૂર, અધિકૃત કર્મચારી પાસેથી વધારે કામ લેવું અને પગાર ઓછો આપવો. ભક્તપાન વ્યવચ્છેદ – ક્રોધને વશ થઈને પોતાના આશ્રિત મનુષ્ય અને પશુ વગેરેને સમયસર ભોજન, ખોરાક, પાણી ન આપવાં. એ ભક્તપાન વ્યવચ્છેદ અતિચાર છે. આજની ભાષામાં પોતાના નોકરચાકરને સમયસર પગાર ન આપવો. પગારમાં કાપ મૂકવો વગેરે પ્રવૃત્તિઓ આ અતિચારમાં આવી જાય છે. આજે સામાજિક પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. નિર્દયતા, ક્રૂરતા, અત્યાચાર વગેરે પ્રવૃત્તિ વિવિધરૂપે પ્રતીત થાય છે. માટે શ્રાવકે પોતાની દૈનિક જીવનચર્યાને સૂક્ષ્મતાથી જોઈ-તપાસીને અતિચારના મૂળભાવને ગ્રહણ કરવા જોઈએ અને નિર્દયતાવાળા કાર્યને છોડી દેવા જોઈએ. આમ પાંચ અતિચાર જાણીને તેને ત્યજવા. અહિંસા અણુવ્રતનું ફળ સમ્યક્ રીતે આરાધના કરવાથી સુખદાયી લાંબું આયુષ્ય, ઉત્તમ રૂપ, નીરોગતા, પ્રશંસનીયતા, જય અને ઐશ્વર્યાદિ અનેક સુખો પ્રાપ્ત થાય છે.’ બીજું વ્રત – સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત (બીજું અણવત) આચાર્ય સમતભદ્ર “રત્નકરંડ શ્રાવકાચાર'માં બીજા અણુવ્રતની પરિભાષા દર્શાવતા કહે છે કે, स्थल मलीकं न वदति न परान्वादयति सत्यमपि विपदे । यत्तद्वदन्ति सन्त: स्थूल मृषावाद वैरमणम् ।।५५ ।। અર્થાત્ : સ્કૂલ અસત્ય પોતે ન બોલે અને પરને ન બોલાવે તથા જે વચનથી પોતાને અને અન્યને આપદા આવે એવું સત્ય પણ ન કહે તેને પુરુષો સ્થૂલ અસત્યનો ત્યાગ કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર'માં જૂઠું બોલવાનાં દસ કારણો આપ્યાં છે. જેમ કે ગૃહસ્થ ક્રોધ, માન, માયા, લોભ વગેરેને કારણે જૂઠું બોલે છે. બીજાં કેટલાંક સત્યવચન પણ અસત્યવચન જેવાં જ હોય છે. જેમ કે આંધળાને આંધળો, કાણાને કાણો કહે, ઈત્યાદિ વચન યદ્યપિ સત્ય છે તોપણ તે વચનો મનુષ્યને દુ:ખપ્રદ હોવાથી ભગવાને તેવાં વચનોને જૂઠામાં ગયાં છે. પરંતુ અહિંસાની ઉપાસના માટે સત્યની ઉપાસના અનિવાર્ય છે. સત્ય વગર અહિંસા નહિ અને અહિંસા વગર સત્ય નહિ. આ બન્ને એકબીજાના પૂરક છે. તોપણ ગૃહસ્થ જીવનમાં જૂઠનો સર્વથા ત્યાગ અસંભવ છે. એટલા માટે તેઓ સ્કૂલ જૂઠનો ત્યાગ કરે છે. શ્રી આવશ્યક સૂત્ર'માં સ્થૂલ મૃષાને સમજાવતા કહ્યું છે કે, સ્થૂલ મૃષા એટલે મોટું જૂઠ. અકારણ કોઈને દંડિત થવું પડે, નુકસાની થાય, રાજ્ય તરફથી મોટો અપરાધ ગણીને સજા આપવામાં આવે. લોકોમાં નિંદા થાય, કૂળ, જાતિ અથવા ધર્મ કલંકિત થાય. આ પ્રકારના અસત્ય વચનનું ઉચ્ચારણ થાય તે મોટું જૂઠ કહેવાય છે. તેમ જ જે વચન બોલવાથી કોઈના પ્રાણ સંકટમાં આવી જાય તેવું જૂઠ પણ સ્થૂલ મૃષામાં આવે છે. શ્રાવકને માટે પાંચ પ્રકારના સ્થૂલ અસત્ય કહ્યાં છે. શ્રી ઉપાસકદશાંગ સૂત્ર', 'શ્રી આવશ્યક સૂત્ર', અભિધાન રાજેન્દ્રકોશ અને સાવયપણતિ
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy