________________
અર્થાત્ યથા તથ્ય (વાસ્તવિક) ભાવોના અસ્તિત્વની સ્વાભાવિક રીતે અથવા અન્યના ઉપદેશથી શુદ્ધ ભાવથી તેના ઉપર શ્રદ્ધા રાખવી તેનું નામ સમ્યકત્વ.
તત્વાર્થ શ્રદ્ધાને સચદર્શનમ્ ' નવ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા અથવા અરિહંતદેવ, નિગ્રંથ ગુરુ અને કેવલી પ્રરૂપિત ધર્મની શ્રદ્ધા તે સમ્યદર્શન છે. અથવા વસ્તુ તત્ત્વના યથાર્થ દર્શનને સમ્યક્રદર્શન કહે છે.
એટલે સાચી, અને દર્શન એટલે શ્રદ્ધા, સાચી શ્રદ્ધા તે સમ્યકદર્શન છે. જે ભાવો જેવા છે તેને તે રૂપે જાણીને શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યકદર્શન છે.
જે પદાર્થ જેવા સ્વરૂપે છે, તેને તેવા સ્વરૂપે જાણે, શ્રદ્ધ, પ્રરૂપે તે સમકિત કહેવાય.
સમકિતની પ્રાપ્તિ બે પ્રકારે થાય છે. ૧) નિસર્ગથી એટલે સ્વભાવથી અને ૨) અધિગમથી એટલે ગુર્નાદિકના ઉપદેશથી.
નિશ્ચયમાં અનતાનુબંધી ચતુષ્ક અને દર્શન-મોહનીયની ત્રણ પ્રકૃતિ, એ સાત પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી ક્ષાયિક, ઉપશમ કે ક્ષયોપશમ સમકિતની પ્રાપ્તિ થાય છે.
મિથ્યાત્વના ત્યાગથી મોહનીય કર્મનો ક્ષય/ઉપશમ/ક્ષયોપશમ થવાથી પ્રશમ આદિ લક્ષણપૂર્વક જિનોક્ત તત્ત્વોમાં શ્રદ્ધારૂપ શુભ આત્મપરિણામની પ્રાપ્તિ થવાથી નિમ્નાકિત વિધિનિષેધરૂપ આચારનું પાલન શ્રાવકનું સમ્યકત્વ વ્રત છે.
સુદેવ, સુગુરુ, સુધર્મમાં શ્રદ્ધા રાખવી. કુદેવ, કુગુરુ, કુધર્મનો ત્યાગ કરવો. અન્ય તીર્થિક, ચરક, સંન્યાસી, ભિક્ષુ વગેરે અન્ય ધર્મના સાધુઓ, તેમના દેવો તેમના ચૈત્ય, તે ધર્મમાં સ્વીકારેલી મૂર્તિઓને વંદન નમસ્કાર કરવા નહિ. તેમની સાથે આલાપ-સંલાપ, આહાર-દાન વગેરે કરવા નહિ. આગાર
શ્રાવકોના વ્રતો અણુવ્રત છે, તેના ગૃહસ્થ જીવનના વ્યવહારમાં કોઈ પણ પ્રકારે વિસંવાદ ન થાય, પરસ્પરના વ્યવહારમાં સમાધિભંગ ન થાય તે માટે શ્રાવક વ્રતોમાં આગાર હોય છે. આગાર એટલે સંકટમાં સહાયતા, છૂટ, અપવાદ વગેરે અર્થ થાય. કોઈ તેને છીંડી પણ કહે છે.
અત્યંત ગાઢ કારણોથી કુદેવ, કુગુરુ અને કુધર્મનો આદર સત્કાર કરવો પડે ત્યારે શાસ્ત્રોમાં છ પ્રકારનાં આગાર બતાવ્યાં છે. તે આગાર વડે પ્રતિજ્ઞાભંગથી બચાય છે. “શ્રી આવશ્યક સૂત્ર'માં નીચે પ્રમાણે છ આગારનાં નામ દર્શાવ્યા છે, જેમ કે : ૧) રાજાના હુકમથી, ૨) સંઘ-સમાજના દબાણથી, ૩) બળવાન વ્યક્તિ કે સૈન્યના ભયથી, ૪) દેવતાના ભયથી કે દબાણથી, ૫) ગુરુ કે વડીલોના આદેશથી અને ૬) આજીવિકા-નોકરીમાં માલિકની આજ્ઞાથી અથવા વિકટ પરિસ્થિતિમાં. વગેરે કારણોથી છૂટ લેવી પડે, તો વ્રતભંગ થતું નથી. અતિચાર
વ્રત ધારણ કરવા કઠિન છે, પણ વ્રતનું દઢતાથી પાલન કરવું તે તેનાથી વિશેષ કઠિન છે. વ્રતના યથાર્થ પાલન માટે વ્યક્તિએ ક્ષણે ક્ષણે જાગૃત રહેવું પડે છે. બાધક પરિસ્થિતિમાં પણ વ્રત પાલનમાં અવિચલ રહેવાનું હોય છે. સ્વીકારેલા વ્રતમાં સ્થિરતા રહે, ઉપાસકના ભાવોમાં ન્યૂનતા ન આવે તેના માટે જૈન સાધના પદ્ધતિમાં અતિચાર વર્ષનરૂપ સુંદર ઉપાયનું સૂચન કર્યું છે.