SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ આત્યંતર પરિગ્રહ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાદર્શન, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુસ્સા અને વેદ એમ ચૌદ પ્રકારે છે. ‘ઉત્તરાધ્યયન નિર્યુક્તિ’ અને ‘બૃહત્કલ્પ ભાષ્ય'માં બાહ્ય પરિગ્રહના દશ પ્રકાર થોડાં નામ ભેદથી મળે છે. ‘શ્રી ભગવતી આરાધના’ અને ‘મૂલાચાર’માં પણ બાહ્ય પરિગ્રહના દશ પ્રકાર બતાવ્યા છે. તેમ જ આત્યંતર પરિગ્રહના ચૌદ પ્રકાર છે. ‘નિશીથ ભાષ્ય’માં પરિગ્રહની બાબતમાં સૂક્ષ્મતાથી વિચાર થયો છે. ત્યાં પરિગ્રહના બે પ્રકાર બતાવ્યા છે : ૧) ‘સૂક્ષ્મ પરિગ્રહ’ અલ્પ મમત્ત્વ ભાવ સૂક્ષ્મ પરિગ્રહ છે અને ૨) ‘બાદર પરિગ્રહ' તીવ્ર મમત્ત્વ ભાવ બાદર પરિગ્રહ છે. - પાપના બંધનનું મૂળ કારણ મૂર્છા છે અને બાહ્ય પરિગ્રહ આ મૂર્છાની અભિવૃદ્ધિમાં નિમિત્તભૂત બને છે. માટે બન્ને પ્રકારના પરિગ્રહથી મુક્ત થવાવાળા જ અપરિગ્રહ મહાવ્રત અનુપાલન કરી શકે છે. અપરિગ્રહ મહાવ્રતને સ્વીકાર કરતા સમયે સાધક અલ્પ અથવા બહુ, સૂક્ષ્મ અથવા સ્થૂલ, સચિત્ત અથવા અચિત્ત બધા જ પ્રકારના પરિગ્રહના ત્રણ કરણ અને ત્રણ યોગથી જીવન પર્યંત પ્રત્યાખ્યાન કરે છે. છતાં પણ સંયમમાં ઉપકારક થોડાંક ધર્મોપકરણોને રાખવાની મુનિને સ્વીકૃતિ પ્રાપ્ત છે. દિગંબર પરંપરામાં ત્રણ પ્રકારની ઉપધિ રાખવાનું વિધાન છે. ૧) જ્ઞાનોપધિ (શાસ્ત્ર, પુસ્તક વગેરે), ૨) સંયમોપધિ (પિચ્છિકાદિ) અને ૩) શૌચોપધિ (કમંડલૂ વગેરે). શ્વેતાંબર પરંપરામાં મુનિ માટે ચૌદ પ્રકારનાં ઉપકરણોનું વર્ણન છે. જેમ કે : પાત્ર, પાત્રબંધન, પાત્ર કેસરિકા, પાત્ર સ્થાપનિકા, ત્રણ પટલ, રજસ્ત્રાણ, ગોચ્છક, ત્રણ પછેડી, રજોહરણ, ચોલપટ્ટક મુખાન્તર્ક (મુખવસ્તિકા) વગેરે. આ સર્વ ઉપકરણ સંયમની વૃધ્ધિ માટે હોય છે.૪ આમ મુનિ જે કોઈ વસ્ત્ર, પાત્ર, કંબલ વગેરે ઉપકરણ રાખે છે, તે માત્ર સંયમ-ભાવની વૃદ્ધિ માટે કે લજ્જાના નિવારણ માટે જ રાખે છે. ભગવાન મહાવીરે આ ઉપકરણોને પરિગ્રહ કહ્યો નથી. કારણ કે મૂર્છા મમત્ત્વભાવ પરિગ્રહ છે. અપરિગ્રહ મહાવ્રત અનાશ્રવ-કર્માશ્રવના નિરોધરૂપ ફળયુક્ત છે. મોક્ષ તેનો ઉત્તમ બીજસાર છે. (૬) રાત્રિભોજન વિરમણ વ્રત ‘શ્રી દશવૈકાલિક સૂત્ર’માં રાત્રિભોજન વિરમણ સાધુના છઠ્ઠા વ્રતના રૂપમાં બતાવ્યું છે. સર્વ પ્રાણાતિપાત વિરમણ વગેરે પાંચ વિરમણોને મહાવ્રત અને રાત્રિભોજન વિરમણને કેવળ ‘વ્રત’ની ઉપમા આપી છે. તેવી જ રીતે આજ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં શ્રમણ માટે જે અઢાર ગુણોની અખંડ આરાધના કરવાનું જે વિધાન છે તેમાં સર્વ પ્રથમ છ વ્રતોનો ઉલ્લેખ છે. ‘આચાર્ય હરિભદ્ર’ના મત અનુસાર ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરના સમયમાં રાત્રિભોજનને મૂળ ગુણ માનવામાં આવે છે. એટલા માટે એને મહાવ્રતની સાથે વ્રતના રૂપમાં રાખ્યું છે. શેષ બાવીસ તીર્થંકરોના સમયમાં તે ઉત્તરગુણના રૂપમાં રહેતું આવ્યું છે. એટલા માટે એને અલગ વ્રતનું રૂપ નથી મળ્યું. ૩૧૬ =
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy