SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ કાયાથી પરદ્રવ્યો પ્રત્યે નિસ્પૃહતા અસ્તેય વ્રત છે. ‘પાતંજલ યોગદર્શન’ની ટીકા અનુસાર પરદ્રવ્યોની ચોરીથી વિરતિ જ અસ્તેય વ્રત નથી પરન્તુ અગ્રહણીય વિષયોના પ્રતિ અસ્પૃહ હોવું પણ અસ્તેય મહાવ્રત છે. ‘વિનય પિટક'માં બતાવ્યું છે કે, વગર આપેલી વસ્તુનો ગ્રહણ કરવાવાળાને શ્રમણ જીવનથી ટ્યુત માન્યો છે. સંયુત્તનિકાયમાં પણ કહ્યું છે કે, વગર આપેલા ફૂલની સુગંધને ગ્રહણ કરવાવાળો પણ ચોર છે. જૈન આગમ ‘શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર’ ૨/૩માં પરદ્રવ્યોના હરણથી વિરતિરૂપ ક્રિયાને દત્તાનુજ્ઞાન સંવર (અદત્તાદાન વિરમણ વ્રત)ની સંજ્ઞા આપી છે. ‘તત્ત્વાર્થ સૂત્ર', ‘ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર'માં અદત્તના ગ્રહણને તેય અને અદત્તના અગ્રહણને અસ્તેય વ્રત કહ્યું છે. ‘તત્ત્વાર્થ ભાષ્ય' છ/૧૫ અનુસાર બીજાના દ્વારા પરિગ્રહિત અથવા અપરિગ્રહિત તૃણ, કાષ્ઠ વગેરે દ્રવ્ય માત્ર વગર આપેલ લેવાની બુદ્ધિથી ગ્રહણ કરવું અદત્તાદાન છે. આચારાંગના ભાષ્યકાર આચાર્ય મહાપ્રજ્ઞજીએ (પૃ. ૩૫૯) અસ્તેય શબ્દને સર્વથા નવીન રૂપમાં પરિભાષિત કર્યો છે. તેમના અનુસાર અદત્તાદાનનો અર્થ છે, પર પ્રાણીના પ્રાણ વિયોજન કરવા એટલે પ્રાણવધ કરવાવાળા કેવળ હિંસાના જ દોષી નહિ પરંતુ સાથે સાથે અદત્તના પણ દોષી છે. હિંસાનો સંબંધ ભાવનાથી છે, પણ પ્રાણીઓ પોતાના પ્રાણોના અપહરણની અનુમતિ નથી આપતા માટે અદત્તનો સંબંધ તે પ્રાણીઓથી પણ છે. નિષ્કર્ષની ભાષામાં અસ્તેય શબ્દના ત્રણ અર્થ થાય – ૧) વગર આપેલી વસ્તુનું ગ્રહણ સ્તેય છે, ૨) પરદ્રવ્યોના પ્રતિ નિસ્પૃહતા અસ્તેય છે અને ૩) પરપ્રાણીના પ્રાણ વિયોજન તેય છે. આમ દરેક પ્રકારના અદત્તાદાનથી વિરક્ત થવા માટે સાધક ગામ, નગર, અરણ્ય, કોઈ પણ જગ્યા, ક્ષેત્ર વિશેષમાં સર્વથા અદત્તાદાન વિરમણ વ્રતનું પાલન આજીવનને માટે ત્રણ કરણ અને ત્રણ યોગથી કરે છે. તેમ જ ૧) દેવ અદત્ત, ૨) ગુરુ અદત્ત, ૩) રાજા અદત્ત, ૪) ગૃહપતિ અદત્ત અને ૫) સાધર્મી અદત્ત. આ બીજા પાંચ અદત્તથી સર્વથા વિરત થાય છે. ( આ પ્રમાણે અહિંસા અને સત્યને તેજસ્વી અને શક્તિશાળી તેમ જ મનને તૃષ્ણા અને લાલસા રહિત બનાવવામાં અસ્તેય મહાવ્રતની અહમ્ ભૂમિકા છે. તેમ જ આગામી ભવમાં શુભફળ આપનાર છે. (૪) બહાચર્ય મહાવત (સર્વોત્તમ વત) બ્રહ્મ એટલે આત્મસ્વરૂપમાં રમણતા કરવી. પાંચેય ઈન્દ્રિયોના વિષયભોગની આસક્તિનો ત્યાગ કરવો. સર્વથા દેવસંબંધી, મનુષ્ય સંબંધી કે તિર્યંચ સંબંધી મૈથુનનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ત્યાગ કરવો, બ્રહ્મચર્ય મહાવ્રત છે. મૂલાચાર-૮/૨૯૨ અનુસાર જે વૃદ્ધા, બાળા, યૌવનવાળી સ્ત્રીને જોઈને અથવા એમની
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy