SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યં પ્રતિકાયાં ક્રિયાપાશ્રયત્નમ્ ' અર્થાત્ જ્યારે યોગીમાં સત્યની પ્રતિષ્ઠા થઈ જાય છે, ત્યારે તેના મુખથી નિઃસૃત વચન નિષ્ફળ નથી થતાં. મહાત્મા ગાંધીજીએ પણ પોતાની આત્મકથા ૩/૧૧માં લખ્યું છે કે, સત્ય એક વિશાળ વૃક્ષ છે, જેમ જેમ તેની સેવા કરવામાં આવે છે, તેમ તેમ તેમાંથી રત્ન નીકળતાં રહે છે. વસ્તુતઃ સત્ય જીવનનો આધાર છે. અનંત શક્તિના ઉદ્દઘાટનનું દ્વાર છે. જેના આચરણથી જીવન આધ્યાત્મિક ઊર્જાથી સંપન્ન બને છે. સત્યનું સ્વરૂપ મનુસ્મૃતિમાં પ્રિય સત્ય વચનને સનાતન ધર્મની સંજ્ઞા આપી છે. ગીતામાં પણ પ્રિય અને હિતકારી વચનને વાણીનું તપ કહ્યું છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર' ૨/૨/૪માં સાધુઓને કર્કશ, કઠોર, વેરકારી વિરોધકારી ભાષા બોલવાનો નિષેધ છે. તે ઉપરાંત વિકથાઓનો નિરર્થક અને વિવાદકારક ભાષાનો પણ નિષેધ કર્યો છે. શ્રી દશવૈકાલિક સૂત્ર' ૭/રમાં બતાવ્યું છે કે મુનિ અવક્તવ્ય (બોલવા યોગ્ય નહિ) સત્યભાષા પણ બોલે નહિ. સત્યભાષા પાપરહિત, અકર્કશ તથા સંદશરહિત હોય તો જ બોલે. આમ જૈન પરંપરામાં અસત્ય અને અપ્રિય સત્ય બન્નેનો નિષેધ બતાવ્યો છે. મૃષાવાદના પ્રકાર શ્રી દશવૈકાલિક સૂત્ર'-૪માં વ્યાખ્યાનકારે મૃષાવાદના ચાર પ્રકાર બતાવ્યા છે, જેનાથી સત્ય વિષે સ્પષ્ટ જાણકારી મળે છે. (૧) સદ્ભાવ નિષેધ : જે ભાવ કે પદાર્થ વિદ્યમાન છે તેનો નિષેધ કરવો. જેમ કે આત્મા નથી, પુણ્ય અને પાપ નથી ઈત્યાદિ. (૨) અસદ્ભાવ ઉભાવન : અસભૂત વસ્તુનું અસ્તિત્વ કહેવું. જેમ કે આત્માને સર્વ વ્યાપક કહેવો. અથવા તંદુલ જેવડો કહેવો ઈત્યાદિ. (૩) અર્થાન્તર : કોઈ વસ્તુને અન્યરૂપે કહેવી. જેમ કે ગાયને ઘોડો અને ઘોડાને હાથી કહેવો. (૪) ગહ : જે બોલવાથી બીજા પ્રત્યે ધૃણા, દ્વેષ ઉત્પન્ન થાય અથવા સામી વ્યક્તિને દુ:ખ થાય. જેમ કે કાણાને કાણો કહેવું. મૃષાવાદના કારણ મૃષાવાદની ઉત્પત્તિનાં મુખ્ય ચાર કારણ “શ્રી દશવૈકાલિક સૂત્ર’ ૪/૮માં દર્શાવ્યાં છે. જેમ કે ક્રોધ, લોભ, ભય અને હાસ્ય. આ હેતુ તો માત્ર ઉપલક્ષણ છે. ક્રોધના ગ્રહણથી અભિમાન અને લોભમાં માયા અંતર્ગર્ભિત છે. તેમ જ હાસ્ય તથા ભયના ગ્રહણથી રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન આદિનું ગ્રહણ થાય છે. આમ મનુષ્યને અનેક કારણો અસત્ય સંભાષણની તરફ પ્રેરિત કરે છે. “શ્રી દશવૈકાલિક સૂત્ર'ની ટીકામાં મૃષાવાદના છ હેતુઓ ઉદાહરણ સાથે સ્પષ્ટ કર્યા છે. જે છ હેતુઓ : ક્રોધ, માન, માયા, લોભ, ભય અને કુતૂહલવશ અસત્ય બોલવું તે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨/૨૪/૯.૧૦માં મૃષાવાદનાં આઠ કારણ નિર્દેશ કર્યો છે. ક્રોધ,
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy