SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ વતનું આકાશ ભારતીય સંસ્કૃતિનો પ્રાણતત્ત્વ : વ્રત શ્રમણ સંસ્કૃતિ વ્રતોની સંસ્કૃતિ રહી છે. વ્રત જીવનને સત્યમ્, શિવમ્ અને સુન્દરમ્ તરફ લઈ જવા માટે અમોઘ સાધન છે. આચારગત શ્રેષ્ઠતા તેમ જ પવિત્રતા પ્રાપ્તિનો એકમાત્ર મહત્ત્વપૂર્ણ ઉપાય છે વ્રત. વ્રત એક એવું કવચ છે, કે જે વ્યક્તિને અંદર અને બહાર બન્ને તરફની સુરક્ષા પ્રદાન કરી અભય બનાવે છે. વ્રતશૂન્ય જીવન મૂર્તિ વગરના મંદિર જેવું હોય છે. જ્યારે વ્રતથી શોભિત જીવન આત્માનુશાસનની મૂર્તિરૂપ બની જાય છે. મનુષ્યને આધ્યાત્મિક ઊંચાઈ સુધી લઈ જવાવાળું પ્રાણતત્વ “વ્રત' જ છે. માટે જ ભારતીય સંસ્કૃતિમાં વ્રતોને મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. વૈદિક પરંપરામાં પણ સત્યની પ્રાપ્તિ માટે વ્રત અને દીક્ષાને મહત્ત્વ આપ્યું છે. યજુર્વેદમાં લખ્યું છે કે, व्रतेन दीक्षामाप्नोति दीक्षया प्राप्नोति दक्षिणाम् । दक्षिणा श्रद्धामाप्नोति श्रद्धया सत्यमाप्यते ।।३२।। અર્થાત્ : વ્રતથી દીક્ષા, દીક્ષાથી દક્ષિણા, દક્ષિણાથી શ્રદ્ધા અને શ્રદ્ધાથી સત્ય પ્રાપ્ત થાય છે. આચાર્ય પતંજલિએ પણ યોગસાધના માટે યમ અને નિયમ ઉપર ભાર મૂક્યો છે. મહાત્મા બુદ્ધે જીવનોત્થાન માટે પંચશીલ અને દશશીલનું વિધાન કર્યું. એમના અનુસાર જે વ્રતહીન છે, મિથ્યાભાષી છે, તે માત્ર મુંડિત થવાથી શ્રમણ બની શકતો નથી. જૈન તીર્થકરોએ તો વ્રતને કર્મ વિશોધનના વિશેષ ઉપાયના રૂપમાં માન્યતા આપી છે. પાશ્ચાત્ય દર્શનમાં આપણને ભારતીય દર્શનોની જેમ ‘વ્રત' અથવા નિયમોનું કોઈ વ્યવસ્થિત રૂપ નથી મળતું કારણ કે તેઓ જીવનની સ્વતંત્રતામાં વધુ વિશ્વાસ રાખે છે. તેઓ નિયમોને આત્માનુશાસનની જાગૃતિના ઉપાય રૂપમાં જોવાને બદલે બંધનના રૂપમાં જુએ છે પરંતુ અહીં સ્પષ્ટતા એ કરવાની છે, કે ભારતીય સંસ્કૃતિમાં વ્રત સ્વીકારના સંબંધમાં બળપ્રયોગના સ્થાન ઉપર હૃદય પરિવર્તનને માન્યતા આપી છે. સ્વેચ્છાએ વ્રતનું મહત્તા સમજીને જ્યારે સાધક તેને ગ્રહણ કરવા માટે આતુર થાય છે ત્યારે તીર્થંકર પણ આ જ કહે છે કે, “હજુયં સેવા[ળિયા'I જૈનદર્શનમાં “વત'નો ઉદ્ભવ જૈનદર્શન પ્રમાણે આ અવસર્પિણીકાળમાં પ્રથમ તીર્થંકર ઋષભ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી તેમણે પોતાની પ્રથમ દેશનામાં સમકિતનું સ્વરૂપ, શ્રમણનાં પાંચ મહાવ્રત તથા તેની ભાવનાઓયુક્ત સર્વવિરતિ ધર્મ સમજાવ્યો તે જ પ્રમાણે સમકિત મૂળ પાંચ અણુવ્રત, ત્રણ ગુણ વ્રત અને ચાર શિક્ષાવ્રત આ પ્રમાણે ગૃહસ્થો માટે દેશવિરતિ ધર્મનો બોધ આપ્યો.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy