SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ : પુરુષ એવું નામ તો સઘળાનું જ સમાન છે, પણ દૂધ અને પાણી મિશ્ર કરીને મૂક્યાં હોય તેમાંથી દૂધને જૂદું પાડીને પી જાય અને પાણીને પડતું મૂકે, તેનું નામ જ હંસ કહેવાય છે. મતલબ કે ગુણગ્રાહી મનુષ્ય હંસવત્ ઉત્તમ છે.૧૫ કવિ ઋષભદાસે પણ ‘વ્રતવિચાર રાસ'માં ઉપર્યુક્ત કથન અનુસાર બે પ્રકારના પુરુષો જેમ કે એક હંસ સરખા અને બીજા જળ-જળો જેવા હોય, તે બન્નેને રેશમી કાપડ (મશરૂ) અને ગરમ કાંબળી (કાંબલો)ની ઉપમા આપી છે. હંસ જેમ દૂધ પાણીના મિશ્રણમાંથી દૂધ પીએ છે, પરંતુ પાણી બિંદુને મુખમાં મૂકતો નથી, તેમ સુપરખ દષ્ટિવાળા પુરુષ ગુણને ગ્રહણ કરે છે. અને અવગુણ મુખમાં લાવતા નથી. તેથી હંસ સરખા સુપરખ દષ્ટિવાળા પુરુષ જગમાં પૂજાય છે. જ્યારે જળ-જળો હંમેશાં ખરાબ લોહીને જ આનંદથી પીએ છે, પણ સારું લોહી મુખમાં મૂકતો નથી. તેમ કુપરખ દષ્ટિવાળા પુરુષ પણ હંમેશા મુખેથી બીજાના અવગુણ જ બોલે છે. બીજાના સારા ગુણો ક્યારેય પણ પોતાના મુખથી બોલતાં નથી. માટે આવા પુરુષોને જગમાં અવગણ્યાં છે. ઉપર્યુક્ત બોધ ઢાલ - ૭૮ પંકિત નંબર ૩૭ થી ૪૨માં શબ્દસ્થ થાય છે. કવિ ઋષભદાસ રચિત “વ્રતવિચાર રાસ'નું સંપૂર્ણ પઠન કરતાં જણાય છે કે જૈનદર્શન ધર્મના મુખ્ય ત્રણ તત્વ સુદેવ, સુગુરુ અને સુધર્મ છે. આ ત્રણેય તત્ત્વનું કવિ ઋષભદાસે અતિ સુંદર અને અતિ ઉત્તમ આલેખન કર્યું છે અને શ્રાવકધર્મનું પ્રતિપાદન કરી તેનો બોધ આપ્યો છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસમાં સુદેવ એટલે ચોત્રીસ અતિશયયુક્ત, પાંત્રીસ ગુણયુક્ત વાણીના ધારક, આઠ મદના જીતનાર, આઠ કર્મનો ક્ષય કરનાર, અઢાર દોષોથી મુક્ત તેમ જ તીર્થંકર પદની પ્રાપ્તિ કરનાર એવા અરિહંત દેવનું સર્વાગી વર્ણન કરી શ્રોતાજનોને અરિહંત દેવના જાણે કે સાક્ષાત્ દર્શન કરાવે છે. સુગુરુ કેવાં હોય તે દર્શાવવા કવિએ નિગ્રંથ ગુરુના છત્રીસ ગુણોનું શાસ્ત્ર સિદ્ધાંત અનુસાર આલેખન કરી સાથે બાવીસ પરીષહને જીતનાર પણ સાચા ગુરુ કહેવાય છે આગમિક કથાનકોના આધારે મહાન મુનિઓના દષ્ટાંતો આપી ભાવુક શ્રોતાજનોને પરીષહ વિજેતા મુનિઓના ચરિત્રની ઝાંખી કરાવે છે. ત્રીજું તત્ત્વ એટલે સુધર્મ. સુધર્મ એટલે દયામય ધર્મનું આલેખન અનેક રૂપકો વડે દર્શાવી કવિએ સાહિત્યિક કલાપક્ષના વૈભવને તાદસ્થ કર્યો છે. તેમ જ વિસ્તારપૂર્વક દયા એ જ સાચો ધર્મ છે, એનું સચોટ પ્રતિપાદન કર્યું છે. વ્રતવિચાર રાસ'માં કવિ ઋષભદાસનો મુખ્ય આશય તો શ્રાવકધર્મ શું છે? તે દર્શાવવાનો છે. શ્રાવક એટલે મુનિનો નાનો ભાઈ! એનું જીવન પણ કેવું પવિત્ર, આદર્શ અને સંયમી હોય તે આ કૃતિ વાંચતાં ખ્યાલમાં આવે છે. કવિએ શ્રાવક ધર્મનું આલેખન સુચારૂ રીતે તેમ જ વ્યવસ્થિતરૂપે દર્શાવ્યું છે. ગૃહસ્થપણામાં રહેલો શ્રાવક પણ મોક્ષમાર્ગમાં ચાલનારો છે. એ શ્રાવકના ધર્માચરણ કેવા હોય, તેનાં વિસ્તૃત વર્ણનમાં પ્રથમ સર્વજ્ઞની શ્રદ્ધા હોવાનું બતાવ્યું છે. શ્રદ્ધા વગરનો ધર્મ એકડા વગરના મીંડાં જેવો છે. શ્રાવકધર્મના પાયારૂપે પ્રથમ શ્રદ્ધાનું મહત્ત્વ ખૂબ છે તે દર્શાવી શ્રાવકે ધર્મરૂપી બાર વ્રતોનું આલેખન કર્યું છે. સુશ્રાવકના સંયમી અને આદર્શ આચરણરૂપે જયણા, અણગળ પાણીનો નિષેધ, રાત્રિભોજનનો ત્યાગ, ચંદરવા બાંધવા, ભક્ષ્ય-અભક્ષ્ય વસ્તુનો નિષેધ, કુવણજનો ત્યાગ, સાત વ્યસનનો નિષેધ આદિનો સુંદર ઉપદેશ આપ્યો છે. તેમ જ શ્રાવકના કર્તવ્ય
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy