SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યાય, અત્યાચાર, ક્રૂરતા, નિર્દયતા, ચૌર્યવૃત્તિ, કામવાસના, અધર્માચાર, માંસાહાર, મદિરાપાન વગેરેને લીધે જીવ કેવા કેવા ઘોર કર્મબંધ કરે છે તથા તે કર્મબંધ અનુસાર કેવી કેવી યાતનાનું ફળ ભોગવે છે, તેનું વર્ણન “શ્રી વિપાક સૂત્ર'ના પ્રથમ દુઃખવિપાક શ્રુતસ્કંધમાં દર્શાવ્યું છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં માનવી પોતાના સ્વાર્થ માટે કેવા કેવા દારુણ ધંધા કરે છે, તેમ જ સ્વાદ લોલુપતા માટે માંસ-મદિરાપાનનું સેવન કરે છે. આવી વૃત્તિ પોષવા માટે તે અન્ય જીવોની ઘોર હિંસા કરે છે. તેના આવા પાપમયી કર્મફળ સ્વરૂપે તે અનંતાકાળ સુધી ચારે ગતિમાં ભવભ્રમણ કરે છે. આ વાત દુઃખ વિપાક શ્રુતસ્કંધ સૂત્ર'ના આધારે દર્શાવી છે. જે ઢાલ – ૪૪ પંકિત નંબર ૭૪ થી ૭૭, ઢાલ – ૪૫ પંકિત નંબર ૮૧ થી ૮૫માં સમજાવે છે. નારકીની વેદના નરકનો પર્યાયવાચી શબ્દ ‘fબરથ' છે. જેનો અર્થ છે શાતાવેદનીય આદિ શુભ અથવા ઈષ્ટફળ જેમાંથી નીકળી ગયું છે તે ‘નિરય'. નરક એ એક ક્ષેત્ર વિશેષ (ગતિ)નું નામ છે. જ્યાં જીવ પોતાનાં દુષ્કૃત્યોનું ફળ ભોગવવા જાય છે અને સ્થિતિ પૂર્ણ થાય ત્યાં સુધી તેને ત્યાં રહેવું પડે છે. નરક એટલે ભયંકર દુઃખદાયી સ્થાન. વૈદિક, બૌદ્ધ અને જૈન ત્રણે પરંપરામાં નરકના મહાદુઃખોનું વર્ણન છે. “રાજવાર્તિક' ૨/૫૦માં આચાર્ય અકલંક નરકની પરિભાષા આપતાં કહે છે કે, જે નરોને શીત, ઉષ્ણ આદિ વેદનાઓથી શબ્દાકુલિત કરી નાંખે તે નરક છે. અથવા પાપી જીવોને આત્યન્તિક દુ:ખો પ્રાપ્ત કરાવવાવાળી નરક છે. શ્રી સૂયગડાંગ સૂત્ર'માં વ્યાખ્યાકાર નરકનું વિવેચન કરતાં દર્શાવે છે કે, “યોગદર્શન'ના વ્યાસભાષ્યમાં છ મહાનરકોનું વર્ણન છે. ભગવતપુરાણમાં સત્તાવીસ નરકોની ગણના છે. બૌદ્ધ પરંપરામાં ‘પિટકગ્રંથ' સુત્તનિપાતના કોકાલિય સુત્તમાં નરકોનું વર્ણન છે. અભિધર્મકોષના ત્રીજા સ્થાનના પ્રારંભમાં આઠ નરકોનો ઉલ્લેખ છે. નરક વિષયક માન્યતા બધા આસ્તિક દર્શનોમાં અતિ પ્રાચીન કાળથી ચાલી આવે છે અને ભારતીય ધર્મોની ત્રણે શાખાઓમાં નરકનું વર્ણન પ્રાયઃ એક સરખું જોવા મળે છે. કર્મસિદ્ધાંત અનુસાર જે જીવ હિંસા, અસત્ય, ચોરી, કુશીલ સેવન, મહાઆરંભ, પંચેન્દ્રિય જીવહત્યા, માંસાહાર આદિ પાપ કર્મ કરવાથી તીવ્ર પાપ કર્મોનો બંધ થાય છે અને તે કર્મબંધનું ફળ ભોગવવા માટે તેને નરકગતિમાં જન્મ લેવો પડે છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં નારકીય જીવોની ઘોરાતિઘોર યાતનાઓનું શબ્દચિત્ર વર્ણન કર્યું છે. તેમ જ શાસ્ત્રકારે હિંસાજનક કર્મોનું દારુણ ફળ નારકોની વેદના દ્વારા સમજાવ્યું છે. જેમ કે, જ્યારે ગળુ તીવ્ર તરસથી સુકાઈ ગયું હોય ત્યારે તેને ઉકાળેલ ગરમાગરમ સીસુ અંજલિમાં આપવું અને જ્યારે તે આર્તનાદ કરી ભાગે ત્યારે જબરદસ્તીથી લોઢાના દંડથી તેનું મોઢું ફાડી તેને પીવડાવવું કેટલું કરુણ છે ! પરંતુ પૂર્વભવમાં પાપ કરનાર નારકોને આવા પ્રકારની યાતના લાંબા સમય સુધી
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy