SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ બનેલ પેટીઓમાં સુરક્ષિત રાખવામાં આવતા. જ્ઞાનપંચમીને દિવસે તે ગ્રંથોનું પ્રતિલેખન-પડિલેહનપ્રમાર્જન કરવામાં આવતું હતું. ઢીલું બંધન અપરાધ તરીકે ગણાતું હતું. આ જ રીતે પાણી, ખનિજ, અગ્નિ, ઉંદર, ચોરથી હસ્તપ્રતની રક્ષા કરવાની ચેતવણી પણ આપવામાં આવતી. ગ્રંથોને ઊધઈ ન લાગે તે માટે ઘોડાવજ અને કપૂર જેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો. હસ્તપ્રતો લખવાની એક વિશિષ્ટ કલા જૈન સાધુ-કવિઓએ વિકસાવી હતી અને જૈન હસ્તપ્રતના લહિયાઓએ હસ્તગત કરેલી એ કલા પ્રમાણે સૈકાઓ સુધી શાહી ઝાંખી પડે નહીં અને કાગળ જર્જિરત થાય નહીં એવી પદ્ધતિ વિકસાવેલી છે. સર્વવિરતિધર જૈન સાધુઓએ હસ્તપ્રતોના લખાણ ઉપર અને તેની સાચવણી ઉપર ઘણો ભાર મૂક્યો અને તેની આશાતનાના દોષથી બચવાનું ગૃહસ્થોને સમજાવ્યું. એને લીધે જૈન કવિ લેખકોની હસ્તપ્રતો ઘણા મોટા પ્રમાણમાં સચવાયેલી આજે પણ મળે છે. આરંભમાં તાડપત્ર ઉપર અને પછીથી હાથ બનાવટના કાગળ ઉપર કેળવાયેલા વિશિષ્ટ લહિયાઓને હાથે હસ્તપ્રતો લખાતી રહી. સાહિત્યસર્જન કરવા ઉપરાંત હસ્તલિખિત ગ્રંથોને જાળવી રાખવાની પદ્ધતિપણ ઘણું જ પુણ્યનું કાર્ય મનાતું અને તેથી જ જેસલમેર, પાટણ, અમદાવાદ, ખંભાત, સુરત, છાણી, ચાણસ્મા મૂળબિદ્રી, કોડાય અને બીજાં અનેક સ્થળે જૈન જ્ઞાનભંડારો સ્થપાયા જેમાં હસ્તપ્રતો રાખવામાં આવતી. વળી કેટલાયે શ્રીમંત કુટુંબોએ પોતાના વ્યક્તિગત ઉપયોગને માટે પોતાની જુદી હસ્તપ્રતો તૈયાર કરાવી હતી. એ બધાંને પરિણામે વીસ લાખથી વધુ હસ્તપ્રતો જૈન જ્ઞાનભંડારોમાં અને વ્યક્તિઓ પાસે સચવાયેલી આજે પણ આપણને સાંપડે છે. કેટલીયે હસ્તપ્રતો અમેરિકા, જર્મન વગેરે વિદેશોમાં ચાલી ગઈ છે. સ્વ. મોહનલાલ દલીચંદ અન્ય કેટલાક લેખકોએ અને તેની ગ્રંથસૂચિઓ સ્વ. પૂ. પૂણ્યવિજયજી મહારાજ, શ્રી કેશવરામ કા. શાસ્ત્રી, દેસાઈ, પ્રો. હીરાલાલ રસિકલાલ કાપડિયા, ડૉ. ભોગીલાલ સાંડેસરા અને જૈન જ્ઞાનભંડારો કે તેની હસ્તપ્રતોનું વિહંગાવલોકન કરતા લેખો લખ્યા પણ પ્રગટ થઈ છે. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને રાજસ્થાની ભાષા ઉપરાંત કન્નડ, તેલુગુ, તમિળ, મલયાલમ વગેરે ભાષાઓમાં પણ જૈનધર્મના ગ્રંથોની કેટલીક પ્રાચીન હસ્તપ્રતો મળે છે. દુનિયામાં કોઈ એક ધર્મની પ્રાચીનતમ વધુમાં વધુ હસ્તપ્રતો મળતી હોય તો તે જૈનધર્મની છે. ભારતના અનેક પ્રાચીન ભંડારમાંથી આજે પણ જે જૂની હસ્તપ્રતો મળી આવે છે તે પ્રાચીન લેખનકળાની સાક્ષી પૂરે છે. આ કળાને અને તેના જાણકારોને જીવતા રાખવાનું પુણ્યકાર્ય કેટલાંક જૈનાચાર્યો અને જૈન સંસ્થાઓ આજે પણ કરી રહ્યાં છે. છાપકામમાં જો ભૂલ રહી જાય તો તમામ નકલોમાં તે ભૂલનું પુનરાવર્તન થાય છે. લહિયાઓ લખવામાં જે ભૂલ કરે, તે એક ગ્રંથ પૂરતી જ મર્યાદિત રહે છે. લહિયાના અલગ ગ્રંથમાં અલગ અલગ ભૂલો હોય તો તે બધી પ્રતો સાથે રાખી સરખાવી જોવાથી સુધારી શકાય છે. હસ્તલિખિત ગ્રંથો ૭૦૦-૮૦૦ વર્ષો સુધી અને તાડપત્ર ઉપર લખવામાં આવેલા ગ્રંથો ૧૫૦૦ વર્ષ સુધી ટકતા હોય છે.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy