SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ દાનનો મહિમા ભારતીય ધર્મ, દર્શન અને સંસ્કૃતિમાં દાનનું અધિક મહત્ત્વ છે. દાન એ ધર્મનું મૂળ પ્રવેશદ્વાર છે. ‘ટીયતે કૃતિ વાન' જે આપવામાં આવે છે તે દાન. ભગવાન મહાવીરે ચાર પ્રકારે ધર્મ બતાવ્યો છે, દાન, શીયળ, તપ અને ભાવના. જે તપ ન કરી શકે તેમ હોય તે દાન કરે. ઉત્કૃષ્ટ ભાવે સુપાત્ર દાન આપવાથી જીવ મહાન લાભ મેળવે છે. સુપાત્ર દાન એ શ્રેષ્ઠ દાન છે. આચાર્ય હરિભદ્રસૂરિએ કહ્યું છે કે, ‘ધર્મસ્ય જ્ઞાતિ પર્વ વાન' ધર્મનું પ્રથમ પગથિયું દાન છે. ‘તત્ત્વાર્થસૂત્ર’ ૭/૩૩માં આચાર્ય ઉમાસ્વાતિએ દર્શાવ્યું છે કે, ‘અનુપ્રહાર્થ સ્વસ્યાતિસર્ગો વાનમ્' અર્થાત્ બીજા ઉપર ઉપકાર કરવા માટે પોતાનું ધન અન્યને આપવું તે દાન છે. ‘શ્રી આચારાંગ સૂત્ર’માં ગણધર ગૌતમસ્વામીએ કહ્યું છે કે, ધર્મમાં દાનનું સવિશેષ મહત્ત્વ છે. તે પાપનું પ્રાયશ્ચિત છે. ‘શ્રી ભગવતીસૂત્ર’ ૩/૮/૬/૧માં શ્રી ગૌતમસ્વામી પૂછે છે કે, હે ભદન્ત! શ્રમણ કે માહણને પ્રાસુક આહાર, પાણી, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ આહાર વહોરાવનાર શ્રાવકને શું ફળ મળે છે? ત્યારે વીર પ્રભુ જવાબ આપે છે કે, ‘‘હે ગૌતમ! એવો શ્રાવક એકાન્તત: નિર્જરા કરે છે, તેને કોઈ પાપકર્મ લાગતુ નથી, મુનિશ્રી રત્નચંદ્રજી મ.સા. ‘ભાવના શતક’માં કહે છે કે, વ્યાજે સ્ત્યાત્ દ્વિ ગુણ વિત્ત, વ્યવસાયે ચતુર્ગુણમ્ । ક્ષેત્રે શત ગુણ પ્રોક્યું, પાત્રે અન્નતગુણ ભવેત્ । અર્થાત્ : વ્યાજે મૂકવાથી વધારેમાં વધારે બમણો લાભ થાય, વેપારમાં ચાર ગણો લાભ થાય, ક્ષેત્ર-ખેતરમાં વાવવાથી બહુ તો સો ગુણો લાભ થાય. પણ પાત્રમાં (સંયમીના પાત્રમાં) આપેલ વસ્તુનો અનંતગુણો લાભ મળે છે. દાનનો મહિમા વર્ણવતાં ‘ગીતા’માં કહેવાયું છે કે ‘સો હાથે કમાઓ અને હજાર હાથે આપો.’ આમ દાનનો મહિમા દરેક ગ્રંથોમાં અપરંપાર દર્શાવ્યો છે. સુપાત્ર દાન કરવાથી મહાન લબ્ધિ પ્રાપ્ત થાય. દાન આપવાથી દુ:ખ દૂર થાય. વળી સુપાત્ર દાન આપવાથી જીવ તીર્થંકર નામકર્મ પણ ઉપાર્જન કરી શકે છે. કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ’માં દાનનો મહિમા આગમ કથિત સંગમ, નયસાર વગેરેના દૃષ્ટાંત ઢાલ – ૨૪ પંકિત નંબર ૬૨ થી ૭૦માં આપી સમજાવે છે. કૃપણતા (લોભ) કૃપણતાનો સામાન્ય અર્થ કસાઈ, લોભ વગેરે છે. ‘રાજવાર્તિક’માં દર્શાવ્યું છે કે ‘અનુગ્રહપ્રવળકાઘમિજાજ્ઞાવેશો સોમ: ।' અર્થાત્ ધન આદિની તીવ્ર આકાંક્ષા અથવા વૃધ્ધિ લોભ છે. ‘ધવલા’માં પણ કહ્યું છે કે ‘વાઘાર્યેષુ મમેંવું યુદ્ધિર્તોમ: ।' અર્થાત્ બાહ્ય પદાર્થોમાં જે
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy