SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ સુખનિધાન છે. સમસ્ત કલ્યાણોનો બીજ છે. સંસાર સાગર તરવાનું જહાજ છે. ભવ્યજીવ જ તેને પાત્ર છે. પુણ્ય તીર્થોમાં પ્રધાન છે. તથા વિપક્ષી જે મિથ્યાદર્શન તેને જીતવાવાળો છે. | ‘શ્રી અષ્ટ પાહુડ'માં સમ્યકદર્શનનું મહત્ત્વ દર્શાવતા કહ્યું છે કે, સમ્યકત્વને આચરનાર ધીરપુરુષ સંખ્યાત તથા અસંખ્યાત ગુણી કર્મોની નિર્જરા કરે છે. અને કર્મ ઉદયના ફળરૂપ સંસાર દુ:ખનો નાશ કરે છે. કવિ ઋષભદાસ વ્રતવિચાર રાસ’માં સમકિતનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે જેમ ઘી વિના લાડુ, વેણી વિના શણગાર, કાજલ વિના આંખ, તારા વિના વિણા તેમ જ પુરુષાતન વિના પુરુષ જેવો લાગે તેમ સમકિત વિના ધર્મ એવો લાગે. આવા અનેક રૂપકો દ્વારા સમકિતની મહત્તા દર્શાવી છે. જેની ઢાલ - ૨૫ પંકિત નંબર ૭૨ થી ૭૯માં પ્રતીતિ કરાવી છે. શ્રદ્ધા શ્રદ્ધા એટલે દઢ વિશ્વાસ. જૈનદર્શનમાં શ્રદ્ધા એટલે જ દર્શન. મહાપુરાણ ૯/૧૨૩ અનુસાર “શ્રધ્ધારિસ્પરપ્રત્યયાતિ પર્યા: ” અર્થાત્ શ્રદ્ધા, રુચિ, સ્પર્શ, અને પ્રત્યય અથવા પ્રતીતિ આ સમ્યગ્દર્શનના પર્યાય છે. આ સંસારમાં પ્રાણીમાત્ર માટે ચાર પરમ અંગો પ્રાપ્ત થવા દુર્લભ છે. તેમાં જેમ કે ૧) મનુષ્યત્વ ૨) સદ્ધર્મનું શ્રવણ ૩) શ્રદ્ધા અને ૪) સંયમમાં પરાક્રમ તેમાં ત્રીજા અંગે શ્રદ્ધા દર્શાવી છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૩/૯માં કહ્યું છે કે, “સાહ સવM ત૬, સદ્ધ પરમ ટુતારા' અર્થાત્ સદ્ધર્મ શ્રવણ પ્રાપ્ત કર્યા પછી પણ તેમાં શ્રદ્ધા કે રુચિ થવી અત્યંત દુર્લભ છે. સમ્યક્રર્શનના ચાર આધાર છે. દેવ, ગુર, ધર્મ અને તત્ત્વ. આ ચાર ઉપર યથાર્થ વિશ્વાસ કરવો સમ્યકદર્શન છે. જિનેશ્વર ભગવંતોએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને મોક્ષ માર્ગ કહ્યો છે. શ્રદ્ધાવાળું જ્ઞાન તે જ જ્ઞાન છે. તેવી જ રીતે શ્રદ્ધાવાળું ચારિત્ર તે જ ચારિત્ર-તપ છે. માટે શ્રદ્ધા એ જ ધર્મનો-જ્ઞાનનો-મોક્ષનો પાયો છે. શ્રદ્ધારૂપી દઢ પાયા વિનાની ધર્મની ઈમારત તદ્દન નકામી છે. લૌકિક કહેવતમાં સાચું જ કહ્યું છે. “મન વિનાનું મળવું તેમ શ્રદ્ધા વિનાનું દાન નકામું છે”. શ્રદ્ધા વગરની ક્રિયા એકડાં વગરના મીંડા જેવી છે. નાના કે મોટા, સામાન્ય કે વિશેષ, કોઈ પણ ધર્મમાં પ્રથમ શ્રદ્ધાને સ્થાન આપવામાં આવ્યું છે. જૈનદર્શનમાં વ્યવહાર સમકિતના સડસઠ બોલમાં પ્રથમ બોલે ચાર પ્રકારે શ્રદ્ધા બતાવી છે. જેમ કે, ૧) પરમન્થ સંથવો – પરમાર્થના જ્ઞાતા હોય તેનો પરિચય કરવો, ૨) સુદિઠ પરમQસેવણા - સુદષ્ટ રત્નત્રયીના આરાધકની સેવા કરવી – સંગ કરવો, ૩) વાવણ – સમ્યકત્વ ભટ્ટ અને ૪) કુદંસણ-વજીણા - મિથ્યાદર્શનીનો ત્યાગ કરવો તે સમ્યકત્વની શ્રદ્ધા છે. “શ્રી ઉત્તરાધ્યન સૂત્ર' ૨૮/૨૮ તેમ જ “શ્રી આવશ્યક સૂત્ર' (શ્રાવક પ્રતિક્રમણ)માં સમ્યક્ટર્શનને પુષ્ટ કરવા માટે ઉપર્યુક્ત ચાર પ્રકારે શ્રદ્ધાનું નિરૂપણ કર્યું છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં સમકિતની નિર્મલતા માટે ચાર પ્રકારની શ્રદ્ધા બતાવી છે. જે નીચેની પંક્તિ દ્વારા સૂચિત થાય છે.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy