SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૧) અનશન, ૨) ઊણોદરી, ૩) ભિક્ષાચર્યા (વૃત્તિ સંક્ષેપ), ૪) રસ પરિત્યાગ, ૫) કાય ક્લેશ અને ૬) પ્રતિસલીનતા, આ છ બાહ્ય તપ છે. તેમ જ ૧) પ્રાયશ્ચિત, ૨) વિનય, ૩) વૈયાવૃત્ય, ૪) સ્વાધ્યાય, ૫) ધ્યાન અને ૬) વ્યુત્સર્ગ, આ છ આત્યંતર તપ છે. જૈન સાધનામાં તપસ્યાનો અર્થ કાય-ક્લેશ અથવા ઉપવાસ જ નથી પરંતુ સ્વાધ્યાય, ધ્યાન, વિનય આદિ પણ તપસ્યાના અંગ દર્શાવ્યાં છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ’માં તપધર્મની સંગે બાર પ્રકારના તપનું આલેખન કરી ઢાલ – ૪ પંકિત નંબર ૩ર થી ૩પમાં સમજાવ્યું છે. સુધર્મ જૈનધર્મ દર્શનમાં ત્રીજા તત્ત્વરૂપે સુધર્મની આરાધના કરવાનું કહ્યું છે. ધર્મ' શબ્દ શુભકર્મ, કર્તવ્ય, કુશળ અનુષ્ઠાન, સુકૃત, પુણ્ય, સદાચાર, સ્વભાવ, રીત, વ્યવહાર આદિ અર્થોમાં પ્રયુક્ત થાય છે. આ જગતમાંના તમામ જીવોને એકાંત સુખની અભિલાષા છે. તે અભિલાષા પૂર્ણ કરનાર આ વિશ્વમાં જે કોઈ પણ પદાર્થ હોય તો એકમાત્ર ધર્મ છે. મહાન યોગીઓએ કહ્યું છે કે “યતોડવુચે નિ:શ્રેયસ સિદ્ધિઃ સધર્મ: ' અર્થાત્ જે માર્ગ પર ચાલવાથી મનુષ્યનું કલ્યાણ થાય, મનુષ્ય જીવનની ઉન્નતિ થઈ શકે. તે જ વાસ્તવમાં ધર્મ છે. જૈનદર્શન અનુસાર કેવલી કથિત, સર્વજ્ઞ સિદ્ધ કરેલ સ્વ-પરના સ્વરૂપને દેખાડનાર અને મોક્ષ સુખ આપનાર ખરો આત્મિક ધર્મ છે. “વત્યુ સહાવો ધબ્બો' અર્થાત્ વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. શીતળતા પાણીનો સ્વભાવ છે. ઉષ્ણતા અગ્નિનો સ્વભાવ છે. તેનો સ્વભાવ જ તેનો ધર્મ કહેવાય. તેમ જ્ઞાન-દર્શનરૂપ ઉપયોગ, તે આત્મનો સ્વભાવ છે, તેથી જ્ઞાન અને દર્શન આત્મધર્મ છે. તે આત્મધર્મની પ્રાપ્તિના ઉપાયો અહિંસા, સંયમ, તપ, જપ આદિ અનુષ્ઠાનોને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને ધર્મ કહ્યાં છે. | ‘ધર્મ' શબ્દ સંસ્કૃત ‘ધૂ ધાતુથી નિષ્પન્ન થાય છે. જેનો અર્થ થાય ધરવું. તે ઉપરથી કહ્યું છે કે “ધરળદુ ધર્મfમ ત્યાઃ ' અર્થાત્ જે ધારણ કરાય તે ધર્મ છે. - શ્રી હરિભદ્રસૂરિ કૃત ‘દશવૈકાલિક સૂત્ર'ની ટીકા અનુસાર “તુતિ પ્રાન્તમાત્માને ધારતોતિ ધર્મ' અર્થાત્ દુર્ગતિમાં પડતા આત્માને ધારણ કરે તે ધર્મ છે. ભગવાન મહાવીરે ધર્મનું રહસ્ય બતાવતાં કહ્યું છે કે “અહિંસા, સંયમ અને તપની આરાધના જ મંગલમય ધર્મનું સ્વરૂપ છે. એવા નિયમોનું પાલન કરનાર જ સત્યધર્મી છે. એવા સાધકને દેવતા પણ નમસ્કાર કરે છે." | ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં ‘અહિંસા' ને જ જૈનધર્મનું હાર્દ ગયું છે. અહિંસાને બાદ કરીએ તો ધર્મ બચે નહિ. જગતના તમામ જીવો પ્રત્યે પ્રેમ-કરુણા-દયાભાવ રાખવો એ જ જૈનધર્મનો મર્મ છે. કાર્તિકેયાનુપ્રેક્ષા’/ ૪૭૮ અનુસાર “નીવાળ રવાં જો ' અર્થાત્ જીવોની રક્ષા કરવી ધર્મ છે.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy