SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ પુરસ્કાર, આ સાત પરીષહ ચારિત્ર મોહનીયના ઉદયથી છે. દર્શન પરીષહમાં દર્શન મોહનીયનો ઉદય કારણ છે અને બાકીના ૧૧ પરીષહોની ઉત્પત્તિનું કારણ વેદનીય કર્મ છે. શ્રી તત્ત્વાર્થ સૂત્ર', ચારિત્રસાર’, ‘રાજવાર્તિક' વગેરેમાં પણ બાવીસ પરીષહનો ઉલ્લેખ છે. બધા જ ગ્રંથોમાં સંખ્યાની દૃષ્ટિથી સમાનતા જોવા મળે છે પરંતુ ક્રમની દષ્ટિથી ક્યાંક ભેદ છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં આગમ કથાનકોના આધારે જેવાં કે ઢંઢણમુનિ, સનતકુમાર, દઢપ્રહારી, ચિલાતીપુત્ર વગેરે દષ્ટાંતો આપી બાવીસ પરીષહનું આલેખન કરી ઢાલ - ૧૪ પંકિત નંબર ૨૬ થી ૫૧માં સમજાવ્યું છે. ભાવના ધર્મનો સાર, આગમનો અર્ક અને શાસ્ત્રનું નવનીત ભાવના છે. યથાર્થ જ્ઞાનપૂર્વક પદાર્થનું વારંવાર ચિંતન કરવું તે ભાવના છે. પંચાસ્તિકાય’માં ભાવના ની પરિભાષા આપતાં કહ્યું છે કે, “જ્ઞાથે પુનઃ પુનફિલ્તન માવના' અર્થાત્ જાણેલા અર્થનું પુનઃ પુનઃ ચિંતન કરવું તે ભાવના છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે, ભાવના નાવ સમાન છે. જેનો આત્મા ભાવના યોગથી શુદ્ધ થઈ જાય છે, તે મનુષ્ય સંસાર સાગરને પાર કરી શકે છે. આયુર્વેદમાં ભસ્માદિને જેમ જેમ પુટ દેવામાં આવે છે. તેમ તેમ તેની રોગનાશક શકિત વધતી જાય છે તેવી જ રીતે તપાદિ કોઈ પણ અનુષ્ઠાનો પણ ભાવનાના પુટથી તરબોળ બનીને કરવામાં આવે છે ત્યારે એ ક્રિયાની શક્તિ અચિંત્ય બની જાય છે. સંસારના સંકલેશમય વાતાવરણથી જલતા અને આધિ, વ્યાધિ, ઉપાધિમય જીવનમાં સમાધિનું દાન આપનાર બાર ભાવના છે. | ‘તત્ત્વાર્થ સૂત્ર', ‘યોગશાસ્ત્ર', ‘સમણસુત્ત', સમાધિ-સાધના, વગેરે જૈન ગ્રંથોમાં બાર ભાવનાનો ઉલ્લેખ છે. જેમ કે, ૧) અનિત્ય ભાવના, ૨) અશરણ ભાવના, ૩) સંસાર ભાવના, ૪) એકત્વ ભાવના, ૫) અન્યત્વ ભાવના, ૬) અશુચિ ભાવના, ૭) આશ્રવ ભાવના, ૮) સંવર ભાવના, ૯) નિર્જરા ભાવના, ૧૦) લોક સ્વરૂપ ભાવના, ૧૧) બોધિ દુર્લભ ભાવના અને ૧૨) ધર્મ દુર્લભ ભાવના. કવિ ઋષભદાસે પણ ‘વ્રતવિચાર રાસ' કૃતિમાં બાર ભાવનાનું સ્વરૂપ દર્શાવ્યું છે. જેની ઢાલ – ૧૩ પંકિત ૯ થી ૨૩માં પ્રતીતિ થાય છે. આશાતના “શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર'માં વ્યાખ્યાકાર આશાતનાની પરિભાષા આપતા કહે છે કે, આશાતના શબ્દ આ + શાતના એમ બે શબ્દનો બનેલો છે. આચાર્ય જિનદાસસૂરિ આવશ્યક ચૂર્ણિમાં દર્શાવે છે કે “વારતાનામ્ નાગા સાયન્સ સાતના, ચાર તોપં સ્ત્રી સારાતના મવતિ' અર્થાત્ જ્ઞાનાદિના આય (પ્રાપ્તિ)ની શાતના = ખંડનને આશાતના કહે છે. આય + શાતનામાં ‘ય’કારનો લોપ થવાથી આશાતના શબ્દ બને છે. આચાર્ય અભયદેવ “સમવાયાંગ ટીકા' માં દર્શાવે છે કે, ‘સાય: સભ્યનાચવાતિ નક્ષ/સ્તસ્થ રાતના રચંડને નિરુત્તાવારીતિના” અર્થાત્ સમ્યકદર્શનાદિ ગુણોની પ્રાપ્તિને આય કહે છે અને તે પ્રાપ્ત ગુણોની ‘શાતના એટલે ખંડના - હ્રાસ થવો તેને
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy