________________
સાત સમંદરકી શાહી કરું, લેખની કરુ વનરાઈ
પૃથ્વીતલ કાગજ કરું, તદપિ ગુરુ ગુન લીખા ન જાય. ગુરુનું મહત્ત્વ અન્ય દર્શનમાં પણ દર્શાવ્યું છે. જેમ કે,
गुरुः ब्रह्मा गुरुः विष्णु: गुरुदेवो महेश्वरः ।
गुरु साक्षात्परब्रह्मः तस्मै श्री गुरवे नमः ॥ સુગુરુનું સ્વરૂપ બતાવતાં આચાર્યશ્રી સમન્તભદ્રએ કહ્યું છે કે,
विषयशावशातीतो निरारभ्भोऽपरिग्रहः ।
ज्ञान-ध्यान-तपोरक्त: तपस्वी स प्रशस्यते ।। અર્થાત્ : વિષય કષાયોથી રહિત, આરંભ પરિગ્રહથી મુક્ત થઈને જ્ઞાન, ધ્યાન અને તપમાં લવલીન સાધુ જ સાચા ગુરુ છે.
| ‘ભગવતી આરાધના અનુસાર સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર, આ ગુણો વડે જે મોટા બન્યા છે. તેને ગુરુ કહે છે. અર્થાત્ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણે પરમેષ્ટી ગુરુ કહેવાય છે. ગુરુના છત્રીસ ગુણો સુગુરુ (નિગ્રંથ)ના છત્રીસ ગુણોની ગણના ‘પંચિદિય સૂત્રમાં દર્શાવવામાં આવી છે જેમ કે
पंचिदिय संवरणो, तह नवविह बंभचेर गुत्तिधरो । चउविह कसाय मुवको, इह अठारस गुणेहिं संजुतो ।। १ ।।
पंच महव्वय जुत्तो, पंचविहाचार पालण समत्थो ।
पंच समइ ति गुत्तो, इह छत्तीस गुणेहिं गुरु मज्ज्ञं ।। २ ।। અર્થાત્ : પાંચ ઈન્દ્રિયોના વિકારને રોકનાર તથા નવ પ્રકારની શિયળવ્રતની વાડને ધારણ કરનાર, ચાર પ્રકારના કષાયથી મુકાયેલા એ અઢાર ગુણો સહિત, પાંચ મહાવ્રત સહિત, પાંચ પ્રકારના આચાર પાળવાને સમર્થ. પાંચ સમિતિ અને ત્રણ ગુતિવાળા એ છત્રીસ ગુણવાળા મારા ગુરુ છે. આવા છત્રીસ ગુણોનું કથન જૈન ગ્રંથોમાં પરંપરા અનુસાર દર્શાવામાં આવેલ છે.
આવા છત્રીસ ગુણોનું સમ્યક પ્રકારે આચરણ કરે, તેને આચાર્ય કહેવાય. તેમ જ છત્રીસ ગુણોના ધારક હોય તેને આચાર્યપદ પ્રાપ્ત થઈ શકે.
“શ્રી ઔપપાત્તિક સૂત્રમાં મહાવીર ભગવાનના સ્થભિરોના ગુણોનો ઉલ્લેખ કર્યો છે પરંતુ ગુણોની સંખ્યાનું કથન દર્શાવ્યું નથી. જેમ કે, “જાતિ સંપન્ન કુળ સંપન્ન, બળ સંપન્ન, રૂપ સંપન્ન, વિનય સંપન્ન, જ્ઞાન સંપન્ન, દર્શન સંપન્ન, ચારિત્ર સંપન્ન, લજજાવંત, લાઘવ સંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, કષાયવિજેતા, નિદ્રાવિજેતા, ઈન્દ્રિયવિજેતા, પરીષહવિજેતા, જીવવાની આશા અને મરણના ભયથી મુક્ત, વ્રતપ્રધાન, ગુણપ્રધાન, કરણપ્રધાન, ચરણપ્રધાન, નિગ્રહપ્રધાન, નિશ્ચયપ્રધાન, વિદ્યાપ્રધાન, મંત્રપ્રધાન, વેદપ્રધાન, બ્રહ્મપ્રધાન, નયપ્રધાન, નિયમપ્રધાન, સત્યપ્રધાન અને શૌચપ્રધાન વગેરે ગુણોનો ઉલ્લેખ જોવા મળે છે.
“રત્નકરંડશ્રાવકાચારમાં પંડિત સદા સુખે ‘ષોડશકારણ ભાવના'માં આચાર્યના છત્રીસ ગુણોનું