SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ આપવું, ૧૬) આચાર્ય આદિની વૈયાવચ્ચ કરવી, ૧૭) સમાધિ ભાવ રાખવો-ગુરૂ આદિને શાતા ઉપજાવવી, સર્વપ્રાણીઓને સુખ મળે તેમ કરવું, ૧૮) નવું નવું જ્ઞાન ઉપાર્જન કરવું, ૧૯) શ્રતની ભક્તિ કરવી અને ૨૦) પ્રવચનની પ્રભાવના કરવી. આ વીસ ગુણરૂપ આચારોનું વિશેષરૂપે સેવન કરવાથી જીવ તીર્થંકર નામકર્મની પ્રાપ્તિ કરે છે. ષખંડાગમ વગેરે દિગંબર ગ્રંથોમાં તેમ જ “શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં તીર્થંકર નામ કમી બાંધવાનાં સોળ કારણ દર્શાવ્યાં છે. જુદા જુદા ગ્રંથોનાં કારણો જોતાં શબ્દભેદે આંશિક અર્થભેદ જોવા મળે છે પરંતુ ભાવની દષ્ટિએ બધામાં સમાનતા જોવા મળે છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં જૈનાગમો અનુસાર તીર્થંકર નામ કમ પ્રકૃતિ બાંધવાના વીસ બોલનું નિરૂપણ કરી ઢાલ-૧૦ પંકિત નંબર ૭૯ થી ૮૩ દ્વારા સમજાવ્યું છે. અરિહંતના ચોત્રીસ અતિશય અતિશય શબ્દની સૌથી ઉત્તમ વ્યાખ્યા શ્રી અભિધાન ચિંતામણિ'ની સ્વોપજ્ઞ ટીકામાં મળે છે જેમ કે નાતોગતિરોત્તે તીર્થશરા મરિતિરાયા: ' અર્થાત્ જે ગુણો વડે શ્રી તીર્થંકર ભગવંતો સમસ્ત જગત કરતાં પણ અતિશય ચઢિયાતા હોય છે તે ગુણોને અતિશય કહેવામાં આવે છે. અતિશય એટલે અનન્ય સામાન્ય ઐશ્વર્ય. અનન્ય સામાન્ય એટલે બીજાઓમાં જેની સમાનતા નથી તેવું. આ અતિશયો અરિહંત પ્રભુ સિવાય કોઈની પાસે હોતાં નથી. શ્રી સમવાયાંગસૂત્ર'-૩૪ના મૂળ પાઠમાં ચોત્રીસ અતિશયો કોઈ પણ વિભાજન કર્યા વિના દર્શાવ્યા છે પરંતુ વ્યાખ્યા ગ્રંથોમાં ચોત્રીસ અતિશયોમાંથી ૨ થી ૫ અતિશય તીર્થકરોને જન્મથી હોય છે. ૬ થી ૨૦ પંદર અતિશય ચાર ઘાતિકર્મના ક્ષય થવા પર હોય છે અને બાકીના પંદર અતિશય દેવકૃત જાણવા જે નીચે પ્રમાણે છે. (૧) કેશ, દાઢી, મૂછ, રોમ, નખ તેની વૃદ્ધિ ન થવી. (૨) નિરામય, રોગાદિથી રહિત, મલરહિત નિર્મળ દેહલતા હોવી. (૩) ગાયના દૂધ સમાન રક્ત અને માંસ શ્વેત હોય. (૪) ઉચ્છવાસ-નિઃશ્વાસ પદ્મકમલ સમાન સુગંધિત હોય. (૫) ચર્મચક્ષુથી અદશ્ય પ્રચ્છન્ન આહાર અને નિહાર હોય. (૬) આકાશમાં ધર્મચક્રનું ચાલવું. . (૭) આકાશમાં ત્રણ શિરછત્ર હોય. (૮) આકાશમાં ઉત્તમ શ્વેત ચામરો વીંઝાતા રહે. (૯) નિર્મલ સ્ફટિકમય પાદપીઠ યુક્ત સિંહાસન રહે. (૧૦) આકાશમાં હજાર નાના પતાકાયુક્ત ઈન્દ્રધ્વજનું આગળ આગળ ચાલવું. (૧૧) જ્યાં જ્યાં અરિહંત ભગવાન રોકાય, બેસે ત્યાં ત્યાં દેવો દ્વારા અશોક વૃક્ષ બની જાય. (૧૨) મસ્તકની પાછળ મુગટના સ્થાને આભામંડળ હોય. (૧૩) જ્યાં પણ તીર્થંકરો વિચરે, ત્યાં ભૂમિભાગ એક સરખો બની જાય.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy