SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ કવિએ ક્યાંક ક્યાંક શબ્દમાં ‘ર’ અક્ષરને બદલે '(રેફ)નો પ્રયોગ કર્યો છે. જેમ કે ‘મનોરથ’–‘મનોર્થ’, પુરુષ-‘પૂર્ણ’, કીરની-‘કીર્તી’, અરતિ-‘અત્’ વગેરે. . કવિ ઋષભદાસ લિખિત ‘ક’ પ્રતમાં ક્યાંક ક્યાંક શબ્દાર્થ તફાવત પણ જોવા મળે છે. જેમ કે, ચલાત્તી ને બદલે ‘ચલાચી’, વાઘણિ ને બદલે ‘કર્મત્યણિ’, શ્રીસુકોશલ ને બદલે ‘શ્રીશકોસી’, પાપ ને બદલે ‘પાંત’, રાત્રિં ને બદલે ‘રોગિં’, કૃમિ ને બદલે ‘કર્મ’, શ્રવણ ને બદલે ‘શ્રાવણ’, દૂરિત ને બદલે ‘દૂત', કલા ને બદલે ‘કલગ’, વમન ને બદલે ‘મન’, બુદ્ધિ ને બદલે ‘જ્યુધ’ વગેરે. કવિ ઋષભદાસ લિખિત ‘ક’ પ્રત સંવત ૧૬૭૮ વર્ષ ચૈત્રવદ ૧૩ અને ગુરૂવારે ‘વ્રતવિચાર રાસ' સંપૂર્ણ થયો છે એમ આ પ્રતને અંતે દર્શાવ્યું છે. હસ્તપ્રત ખ હસ્તપ્રત ‘ખ’ સો વર્ષ પછી લહિયાએ લખી છે. સમયાન્તરે ભાષા અને બોલીમાં પરિવર્તન થતું જ હોય છે. તેથી લહિયાએ લખેલી પ્રતમાં ભાષાકીય પરિવર્તન આવે તે સ્વાભાવિક છે. આ ‘પ્રત’નું લખાણ ભાષાકીય તેમ જ જોડણીની દષ્ટિએ શુધ્ધ છે. લહિયાએ કવિની બોલચાલની ભાષાશૈલીના શબ્દોનો પ્રયોગ કર્યો નથી. જેમ કે નસ-‘નિસ’, વિસાયાંહા વીસ-‘વિસવાવીસ’, મુર્યખ-‘મૂરખ’, યમ-‘જિમ’, પનડું-‘પાનડું’, અષ્ટમ-‘અષ્ટમિ’, સંભલુ-‘સાંભલુ’, રસની તાય – ‘રસનો ત્યાગ’, કરુર–‘ક્રૂર’, પૂન્યમ-‘પૂનિમ’, ઞરૂઆ-‘ગુરુયા’, વિનોધ-‘વિનોદ’, રઈહઈસ્યુ‘રહસ્ય’, યરપી–‘કિરપિ’, સૂરય-‘સૂરજ’, ત્રવધિ-‘ત્રિવિધિ’, પરતેગ-‘પ્રત્યેક’, વેણો-‘વીણા’, મેરશખરિ- ‘મેરશિખર’, નોમો-‘નવમો’ વગેરે શુધ્ધ શબ્દો આલેખ્યાં છે. 1 આમ છતાં ‘ખ’ પ્રત માં – જે લહિયાએ લખી છે તેમાં શબ્દાર્થ તફાવત જોવા મળે છે. જેમ કે, ધરિ ને બદલે ‘રિ’, ચર્ણ ને બદલે ‘વર્ણ’, વંક બદલે ‘અંક’, કુલ-‘કુણ’, મન દાહાઝિ‘માહાભાગ’, મમ–‘મત’, લગઈ-‘લલગઈ’, કંટીક-‘કટક’, પ્રભુતા-‘પ્રભુતી’, ભમર-‘ભમરિ’, સુમતિ‘સમતિ’, અનત્ત્વ-‘અનિત્ય’, મધુરૂ-‘સુધ્’, સતિ-‘સત’, જિનના-‘જનના’, પ્રહિ-‘પ્રહ’, નેઠિ‘નેટિ’, મહઈલા-‘મહિમા’, ગુણાભિઓગેણું-‘ગણાભીઉગેણુ’, પૂર્વનાં-‘પૂર્વલાં’, શંખ-‘સંઘ’, મીષ્ટમોહની–‘મિશ્રમોહની’, નીસંકપણું-‘નીચકપણું', પેખો-‘પોખો’, તાઢુ-‘ઢાઢુ’, નાગ-‘નરગ’, ભગતિ-‘ભગત’, ઘરનું-‘ઘરણું’, મેશ-‘મશિ’, રોમ-‘રોગિ’, દોય-‘સોય’, જાવા-‘જીવા’, ભાજન‘ભોજન', પૂણ્ય-‘પુત્ર’, જલુ-‘જલ’ વગેરે છે. તો વળી ક્યાંક ક્યાંક પંક્તિઓ ઉપર નીચે થઈ ગઈ છે. જેમ કે કડી નંબર – ૧૭ અને કડી નંબર ૧૮, વળી ક્યાંક ક્યાંક એક પંક્તિને બદલે બીજી પંક્તિ લખાંઇ છે, જેમ કે કડી નંબર ૨૩, તો ક્યાંક વચ્ચે ‘નહી’, ‘જોઈ’, ‘ગિ’, ‘મમ’, ‘એ’, ‘જ’ વગેરે શબ્દોનું નિરૂપણ કર્યું નથી. આમ ઉપર્યુક્ત તફાવતો નજરે પડે છે. લહિયાએ સં. ૧૭૮૫ વર્ષે કારતક સુદ ૧૧ શુક્રવારના દિવસે ‘વ્રતવિચાર રાસ' સંપૂર્ણ કર્યો છે. એમ આ ‘ખ’ પ્રતને અંતે દર્શાવ્યું છે. તેમ જ લખે છે કે જેવું હતું તેવું લખ્યું છે. છતાં શુધ્ધઅશુધ્ધ લખાણું હોય તો મને દોષ આપજો નહિ. આમ બન્ને પ્રતોમાં આપેલ પરંપરા અનુસાર સાંકેતિક લક્ષણો, લખાણ શબ્દોની જોડણી, તે સમયની બોલચાલની ભાષા વગેરેના આધારે તે કઈ સદીમાં લખાઈ હશે એનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકે જે સંશોધનની દૃષ્ટિએ ઉપયોગી છે. ★★★
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy