SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કવિએ અનેક સ્થળે મુખ્ય વિચારને પુષ્ટ કરવા માટે કથાનુયોગનાં દષ્ટાંતો આપ્યાં છે. એમાં એમની સંક્ષિપ્ત લેખનશૈલીનાં દર્શન થાય છે. - કવિ ઋષભદાસે આ કૃતિમાં મુખ્ય વિષયનું નિરૂપણ કરતાં કરતાં વચ્ચે દષ્ટાંત કથાઓ મૂકી છે. જોકે આવી શૈલી શિથિલતાનું સૂચક છે, પણ તત્કાલીન સમયમાં રચાતાં રાસા કાવ્યો અને એવાં કાવ્યોમાં શ્રોતાઓની રસવૃત્તિ સંતોષવાનું કાર્ય તેમ જ આ પ્રકારની રચનાઓ દ્વારા લોકોને વિવિધ વિષયોનું જ્ઞાન આપવાનું પ્રયોજન એવી શૈલી વડે જ સિદ્ધ થતું હોઈ, સામાન્ય લોકો માટે તો એ રોચક અને ચિત્તાકર્ષક જ લાગે છે. આ આખી કૃતિ અંત્યાનુપ્રાસમય ભાષામાં હોવાં છતાં પણ ક્યાંય શૈલીનો પ્રવાહ મંદ કે નષ્ટ થયો નથી. એ કવિની મુખ્ય વિશેષતા છે. અંત્યાનુપ્રાસમય ભાષા કવિને કેટલી હસ્તગત હશે તે જાણી શકાય છે. કવિની સીધી, સરળ અને સરસ સંવાદોવાળી શૈલી એમની આ રચનાને શણગારે છે. ભિન્નભિન્ન મતવાદીઓની સંવાદગ્રંથિત શૈલી પરોક્ષ રહેલાં પાત્રોનું પણ મનઃ સૃષ્ટિમાં પ્રત્યક્ષ દર્શન કરાવે છે. જેમ કે, ઢાલ || ૧૮ || ઈશ્વર વ્યંગ પૂજવતો, નહી કો તેહનિ તોલ્ય / ઈશ્વર વાદી યમ કહઈ જઈને વીચારી બોલ્ય //૮૫ // જઈને કહઇ તુ શઈવ સુણિ, કરતા હરતા કર્મ | બ્રહ્મા સ્યુ રજડસઈ, સ્યુ સંધારઈ ભ્રમ //૮૬ // તેમ જ કવિએ ઢાલ- ૨૮, ૨૯, ૩૦માં ભિન્ન ભિન્ન મતવાદીઓના ખંડનમંડન સંવાદ શૈલીમાં વિસ્તારથી આલેખ્યા છે. એકંદરે કવિ ઋષભદાસની શૈલી સરલ, સુગમ્ય, સહજ સાધ્ય, પ્રૌઢ, મધુર અને અર્થગાંભીર્યવાળી કહી શકાય. કવિની ભાષા મધ્યકાલીન ૧૬/૧૭મી સદીમાં ગુજરાતી ભાષામાં રચાયેલી કવિ ઋષભદાસની આ કૃતિ અનુપમ છે. એમની આ રચનામાં પ્રાકૃત-મિશ્રિત જૂની ગુજરાતી (અપભ્રંશ), બોલચાલની ભાષાનો પ્રયોગ જોવા મળે છે. આ રીતે વિવિધ સરળ ભાષાઓના પ્રયોગથી એમની કૃતિમાં એક પ્રકારની વાસ્તવિકતા જોવા મળે છે. વળી પાત્રાનુરૂપ ભાષા પ્રયોગથી કાવ્યમાં આવતા વિવિધ સંવાદો સજીવ લાગે છે. | ઋષભદાસની કાવ્યકૃતિમાં અભિધા, લક્ષણા અને વ્યંજના શબ્દ શક્તિઓના સમુચિત પ્રયોગથી સજીવતા અને ચિત્રાત્મક્તા આવે છે. તેમ જ નિશ્ચયાર્થક બોધ કરાવવામાં સફળ રહ્યા છે. તો વળી તેમની કૃતિમાં ભાષા સૌંદર્યની દષ્ટિએ માધુર્યાદિ ગુણોના મહત્ત્વને પ્રાધાન્ય અપાયું છે. કવિની ભાષાનું અદ્ભુત આકર્ષણ એમની ભાવાભિવ્યક્તિની સ્વાભાવિકતા પ્રભાવોત્પાદકતા છે. કોમલ મધુર પદાવલી અને સરસ અલંકાર યોજના તથા સુભાષિતો એમની ભાષાને સમૃદ્ધ બનાવે છે.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy