SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ’માં આવા શાશ્વત વિધાનોનું નિરૂપણ કરવા માટે સુભાષિતોનો આશરો લીધો છે. જેમ કે ઢાલ-૩૭ પંક્તિ નંબર ૨૪ થી ૨૯માં કવિ ચોમાસામાં ચાલવું, રાજાના આંગણામાં ટહેલવું, સાધુ સાથે દ્વેષ, નીચની સંગત, કુગુરૂ તેમ જ મારકણી ગાય વગેરે વસ્તુને છોડવાની વાત કરીને અંતે દયા વગરનો ધર્મ છોડવાનો ઉપદેશ આપે છે. ઢાલ || ૩૮ ||. હિંવરથી વછ ઊપજઈ રે, સસલાથી સહી હોઈ રે, જલધર વિન અને નીપજઈ રે, તો ધર્મ યા વિન હોય રે //૩૩ // કુપરખ બોલિં જે થીર રહઈ રે, સુપરખ લોપઇ લીહ રે / દયા વિના ધર્મ તો કહું રે, ઘાસ ભખઈ જે સીહ રે //૩૪ // ઘોડાથી વાછરડું. સસલાથી સિંહ, વરસાદ વિના અન્ન નીપજે, તેમ જ કુવચન સ્થિર રહે અને સુવચન નાશ પામે. વળી સિંહ ઘાસ ખાય તો દયા વિના ધર્મ હોય. આવા શાશ્વત વિધાનોનું નિરૂપણ કવિએ સુભાષિત દ્વારા કર્યું છે. તેમ જ ઢાલ-૩૯માં જેમ વૃદ્ધ સાથે ક્રીડા કરવાથી તરુણીનું યૌવન નષ્ટ પામે, સ્ત્રીસંગથી શીલ, તપથી દેહ ગળે, દૂર રહેવાથી પ્રેમ ઓછો થાય, વળી અગ્નિથી લાખ ગળે, બીજાના અવગુણ ગાવાથી ગુણ ગળે, તેમ દયા વગરનો ધર્મ નષ્ટ પામે, એવું જિનશાસનનું વચન છે. આમ કવિએ સુભાષિત દ્વારા ઉપદેશ આપ્યો છે. | કવીત || કરમિં રાવણ રાજ, રાહો ધડ સર્બિ ગમાયુ / કરમિનલ હરીચંદ, ચંદ કલંકહ પાયુ // પાંડુચુત વન પેખે, રામ ધણિ હુઓ વીયુગ મુજ મંગાયુ ભીખ, ભોજ ભોગવઇ ભોગ // અઈહીલા ઈસ નાગ્યુ, બ્રહ્મા ધ્યાનિં ચુક્યુ / ઋષભ કહઈ રા રંક, કરમિં કોય ન મૂકઓ //૯૩ // રાજા હોય કે રંક, કર્મ કોઈને મૂકતાં નથી, કરેલાં કર્મ ભોગવવાં જ પડે છે એવું શાશ્વત અકળ કર્મ-સિદ્ધાંતનું આલેખન કરી કવિ ઋષભદાસે છપ્પય છંદમાં સુંદર બોધ આપ્યો છે. આમ સુભાષિતો અને રૂઢિપ્રયોગો દ્વારા કવિ ઋષભદાસે લોક-વ્યાવહારિક જ્ઞાનની સાથે સાથે તાત્વિક બોધ આપ્યો છે. ઉપરાંત ઢાલ-૨૪, ૪૦, ૪૧, ૭૭માં ઉપદેશાત્મક સુભાષિતો પણ આલેખ્યા છે. હરિયાલી (સમસ્યા) હરિયાલી એ એક પ્રકારનું ગૂઢ અર્થવાળું કૂટ કાવ્ય છે. એને સંસ્કૃતમાં “સમસ્યા' અથવા ‘પ્રહેલિકા' કહે છે. ગૂઢાર્થતા હરિયાલીનું બીજ છે. હરિયાલી એ બુદ્ધિની કસોટી કરવા માટેનું એક કાવ્યમય સાધન છે. “શબ્દાનુશાસન’ની ટીકામાં ‘સમસ્યાનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે, આ સમાસાથ પૂરળીયા વિરાપિરિક્ષાર્થમ પૂfજૈવ પત્રમાનાર્થ વા સા સમસ્યા અર્થાત્ જે સમસાથ એટલે જેનો અર્થ પૂર્ણ કરવાનો હોય છે, તે અથવા કવિની શક્તિની પરીક્ષા કરવા માટે તેને અપૂર્ણ અર્થનું વાક્ય
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy