SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ કુહા આ રાસમાં કવિએ દરેક ઢાલને અંતે એમ ૬૯ દુહા મૂક્યાં છે. દરેક દુહામાં આગળની ઢાલની ફળશ્રુતિ તેમ જ પછીની ઢાલમાં આવતા વિષયનો ઉલ્લેખ કર્યો છે. ચોપાઈ આ રાસમાં કવિએ ૨૪ ચોપાઈ નું આલેખન કર્યું છે. આ ચોપાઈ દ્વારા કવિએ વાચક ગણને નીતિમત્તાની શીખ તેમ જ ઉપદેશ આપ્યો છે. દરેક ચોપાઈમાં લગભગ ૧૨ કડી છે. નાનામાં નાની ચોપાઈ ૪ કડીની છે, તો મોટામાં મોટી ચોપાઈ ૩૪ કડીની છે. કવિત્ત આ રાસમાં કવિએ ચાર કવિત્ત આલેખ્યાં છે કે જેની છપ્પય છંદમાં રચના કરી છે. આ કવિત્તની એક કડીમાં ૧૨ પદ આપ્યાં છે. શમશા (સમસ્યા) આ રાસમાં કવિએ બે સમસ્યા ગીત પણ મૂક્યાં છે જે ચાર ચાર કડીના છે કે જેનાથી વાચક ગણની બુદ્ધિની કસોટી થાય છે. તેમ જ એક કડીની ગાહા પણ આલેખી છે. આ રાસ અંત્યાનુપ્રાસમય ભાષામાં રચેલ છે. તેમ જ માત્રામેળ, અક્ષરમેળ છંદમાં રચેલ આ કૃતિમાં ૪૯ જેટલી વિવિધ દેશીઓ અને ૧૮ જેટલાં રાગ-રાગિણીઓનો ઉલ્લેખ થયો છે. આમ કવિ ઋષભદાસ કૃત આ દીર્ઘ રાસની રચના સુવ્યવસ્થિત રીતે કરેલી જણાય છે. પોતે પસંદ કરેલ વિષયનું વિભાગીકરણ ઢાલ, દુહા, ચોપાઈ વગેરેમાં સુઘડ રીતે આલેખીને પોતાની આલેખન શક્તિનો પરિચય કરાવ્યો છે. મંગલાચરણ 'વ્રતવિચાર રાસનો પ્રારંભ મંગલાચરણના દુહાથી થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, आदौ मध्येडवसाने च मडलं भाषितं बुधैः । तज्जिनेन्द्र गुण स्तोत्र तदविध्न प्रसिद्धये । અર્થાત્ : વિદ્વાન પુરુષોએ પ્રારંભ કર્યું હોય એવા કોઈ પણ કાર્યના આદિ, મધ્ય અને અંતમાં મંગલાચરણ કરવાનું વિધાન કર્યું છે. આ મંગલ નિર્વિઘ્ન કાર્યસિદ્ધિને માટે જિનેન્દ્ર ભગવાનના ગુણોનું કીર્તન કરવું તે છે. શાસ્ત્રમાં પ્રારંભમાં મંગલાચરણ કરવાનાં ત્રણ કારણો બતાવ્યાં છે, ૧) વિઘ્નોના ઉપશમન માટે, ૨) અશુભ કર્મોના ક્ષય માટે તેમ જ ૩) શિષ્ટજનોની પરંપરાના પાલન માટે. અક્ષત, શ્રીફળ, કુમકુમ આદિ દ્રવ્ય મંગલ છે. તે લૌકિક અને વ્યાવહારિક મંગલ છે. પંચપરમેષ્ટીને નમસ્કાર એ લોકોત્તર ભાવ મંગલ છે. તે સર્વ પાપનાશક હોવાથી અને શાંતિનું કારણ હોવાથી સર્વ મંગલોમાં પ્રધાન છે. | નવકાર મંત્ર મંગલમય અને અનાદિ સિદ્ધ છે. આ મહામંત્રની સંરચના મહત્ત્વપૂર્ણ અને અલૌકિક છે. આ મંત્રમાં પંચપરમેષ્ઠીને વંદના છે. જે પરમપવિત્ર છે અને પરમ-ઈષ્ટ છે. વૈદિક
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy