SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ – ૭૮ કડી નંબર ૩૬થી ૪રમાં કવિએ સુપરખ (ગુણગ્રાહી) અને કુપરખ (દોષગ્રાહી) એમ બે જાતના મનુષ્યનું સ્વરૂપ દષ્ટાંત આપીને સમજાવ્યું છે. કવિ વસુમતીનું દષ્ટાંત આપતાં કહે છે કે, કોઈને નકામા દોષ આપવા નહિ તે સહુ નર નારી સાંભળો. તમે જૂઠાં કલંકનાં ફળ જુઓ કે વસુમતી વેશ્યા થઈ. કવિ બે પ્રકારનાં પુરુષનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, સહુ સાંભળજો! શાસ્ત્રમાં પણ બે પ્રકારના પુરુષ કહ્યાં છે. એક હંસ જેવો અને બીજો જળજળો જેવો છે. જેમ કે મશરૂ અર્થાત્ રેશમી કાપડ સાથે કાંબલી અર્થાત્ ઊનની ધાબળી. જે નર હંસ જેવા હોય તેના પગ સહુ કોઈ પૂજો. વળી ધન્ય છે તે માતાને કે જેણે જગમાં આવા નરને જણ્યો અને કવિજન પણ તેનાં ગુણગાન લખે છે. જેમ હંસ દૂધ પાણીના મિશ્રણમાંથી દૂધ જ પીએ છે અને પાણીનાં બિંદુઓને મુખમાં લેતો નથી, તેમ સુપરખ ગુણગ્રાહી નર ગુણને કાઢીને લે છે, પણ બીજાનાં અવગુણ મુખમાંથી બોલતો નથી. પરંતુ જળો જેવો છે નર હોય તેનું નામ કોઈ લેતાં નહિ. સકળલોકમાં પણ તેને અવગણ્યો છે. અને ઋષભ કવિ પણ કહે છે કે, આવા નરને શા માટે જમ્યો? કારણ કે આ જળોની એવી પ્રકૃતિ છે કે, તે આનંદથી બગડેલું લોહી પીએ છે પરંતુ શુદ્ધ લોહી મુખમાં લેતો નથી. તેવી રીતે કુપરખ નર પણ બીજાના ગુણ લેતો નથી. આમ જગમાં જે જળો જેવા છે તે અતિ અધમાધમ કહેવાય છે, કે જે હંમેશાં બીજાના અવગુણ મુખમાંથી બોલે છે પરંતુ ગુણ મુખમાંથી ક્યારે પણ બોલતા નથી. દૂહા | ગુણ વ્યરૂઆ ગુણવંતના, જે નવિ બોલાઇ રગિ / પરભાવિ દૂખીઆ તે થઈ, સરજઈ દૂબલ અંગ્ય //૪૩ // ગુણ ગાઈ ગુણવંતના, તે સુખી સંસાય / પરભાવિ સૂર સૂખ ભોગવઇ, જિહા બહુ અપછર નાય //૪૪ // જ હીત વંછીઈ આતમાં, તો પરનંધા ટાલિ / મુખ્યથી મીઠું બોલીઇ, ભટક ન દીજઈ ગાલિ //૪૫ // સુગરૂ વચન સંભા, કરજયુ પરઊપગાર / જઈને ધર્મ આરાધમ્પ, વ્રત વહઈ ક્યુ સિરિ બાર //૪૬ // કડી નંબર ૪૩થી ૪૬માં કવિએ ગુરુના ગુણ ગાવા, પરનિંદા ટાળવી તેમ જ હંમેશાં મીઠું બોલવું વગેરે ઉપદેશ આપ્યો છે. કવિ કહે છે કે, જેઓ ગુણવાન ગુરુના ગુણ આનંદથી બોલતા નથી તે પરભવમાં દુઃખી થાય છે. અને દુર્બળ અંગના ઊપજે છે. ત્યારે જેઓ ગુણવાન ગુના ગુણ ગાય છે તે સંસારમાં સુખી થાય છે. તેમ જ પરભવમાં સૂર સુખ ભોગવે છે કે જ્યાં ઘણી અપ્સરા નારીઓ હોય છે. આમ પોતાના આત્માનું હિત ઈચ્છતા હો તો પરનિંદા ટાળવી. એકદમ કોઈને અપશબ્દ
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy