SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ - ૭૭ કડી નંબર ૨૩થી ૨૮માં કવિએ દાનાદિ વડે પુણ્ય કરનાર અને ન કરનાર મનુષ્યોની સુખ દુઃખાદિ સ્થિતિનો તફાવત સમજાવ્યો છે. જે ખૂબ મનન કરવા લાયક છે. ( પુણ્ય કર્યા વગર કોઈ પામી શકતું નથી. માટે મનુષ્ય! દાન આપવાનાં ફળ તું જો. અહીં કવિ દાન આપનાર અને દાન ન આપનાર વચ્ચે સરખામણી કરતાં કહે છે કે, જેમ એક મનુષ્ય પાલખીમાં બેસે છે, તો એક ઉપાડીને દુઃખી થાય છે. એક મનુષ્ય પાસે હાથી, ઘોડાની હાર છે તો એક પાસે બારણે બકરું પણ નથી. એક મનુષ્ય પાસે મહેલ મોલ્હાતો છે, તો એકની ઝૂંપડીમાં પણ સો કાણાં છે. વળી એક મનુષ્ય પાસે ઘણી સ્ત્રીઓ દેખાય છે, તો એક નર નારી વગરનો છે. એક મનુષ્યને ભોજનમાં અમૃત આહાર છે તો એક નર પાસે રાબનાં પણ ફાંફાં છે. એક મનુષ્ય પાસે પાટ, પલંગ, બિછાનું વગેરે છે, તો એકને તૂટેલો ખાટલો પણ નથી. વળી એક સાધુ સેલાં પહેરે છે, તો એક નરને પહેરવા કાંબળી પણ નથી. તેમ જ એક નારીના ગળામાં મોતીઓના હાર છે, તો એકને સાદા મણકા પણ નથી. અહીં કવિ શાલિભદ્રનું દષ્ટાંત આપતાં કહે છે કે, તમે દાન આપવાનાં ફળ જુઓ. જેમ કે શાલિભદ્રના ઘરે ઘણી સંપત્તિ હતી. તેમ જ એક રાજા થાય છે, તો એક વજન ઉપાડે છે. આમ દાન વગર દુ:ખ સહન કરવું પડે છે. જેમ કે પગે દાઝીશ અને માથું બળશે, વળી રાત દિવસ બીજાનાં ઘરે કામ કરવું પડશે, ભટકવું પડશે. દૂહા || પૂણ્ય વિના પરથરિ રલઈ, દત વિના દૂખ જેય / એમ જાંણી પૂણ્ય આદરો, જિમ ઘરિ લછી હોય //ર૯ // સંપઈ સુખ બહુ પામીઇ, જે દીજઇ નીત્ય દાન / મુખ્યથી મીઠું બોલીઇ, ધરીઇ જિનવર ધ્યાન //૩૦ // ધ્યાન ધરી ભગવંતન, જીવ સકલ ઊગાર્ય / પોષધ પૂણ્ય પ્રભાવના, વ્રત બારઈ ચીત ધા //૩૧ // બાર વરત શ્રાવકતણાં, મિં ગાયાં મતિ સાર / કવીકો દોષ મ દેખજ્યુ, હુ છુ મુઢ ગુમાર //૩૨ // આગઇના કવી આગલિ, હું નર સહી અગ્યનાન / સાયર આગલિ બંદૂઓ, સ્યુ કરસઈ અભીમાંને //૩૩ // માત તાત જિમ આગલિં, બોલઈ બાલિક કોય / તેમા સાચું સ્ય હસઇ, પણિ સાંખેવુ સોય //૩૪ // ભણતાં ગુણતાં વાચતાં, કવી જોયુ વલી દોષ / નીરમલ એંતિ ચરચો , દોષ મ દેજ્યુ ફોક //૩૫ //
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy