SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ કુઆ વાવ્યુ દ્રહઈ મ સોસો, જીવ કેતિ કોડિ રે / પ્રાંણ પરનો જ્યાહત હણાઈ, એહ મોટી ખોડ્ય રે //૬ર // જંત્ર. મછ કસાઈ અનિ તેલી, વાગરી વવસાય રે / નીચ જનની સંગતિ કરતાં, હંસ માઈલો થાય રે //૬૩ // જંત્ર. સ્વાન કુરકુટ માંજારા, પોષીઈ કુણ કાંસ્ય રે / એહ પનર ખરકર્મ ટાલું, વસો સીવપૂર ઠામ્ય રે //૬૪ // જંત્ર ઢાલ – ) કડી નંબર પ૭થી ૬૪માં કવિ બાકી રહેલાં પાંચ કર્માદાનનું સ્વરૂપ સમજાવે છે. તેમ જ આવાં હિંસામય કાર્યો ન કરવાનો બોધ આપે છે. કવિ બાકીનાં પાંચ કર્માદાનનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, જંતપિલણનો અર્થાત્ તલ, શેરડી, મગફળી, કપાસ, બીયાં વગેરેને ઘાણી, ચરખાદિ સંચાઓ વડે પીલવાનો વેપાર કરવો નહિ તેમ જ ખાણિયો, સાંબેલું અને કોલું (શેરડીનો રસ કાઢવાનો સંચો) વગેરે યંત્રને ચલાવવાં નહિ. યંત્ર, સંચા વગેરે ચલાવવાંથી કેટલાંય જીવ પ્રાણ વગરના થઈ જાય. તેના કારણે આવાં કર્મ છોડવાં અને બીજા ઉપાય ધારણ કરવા. આગળ કવિ કહે છે કે, ડામ આપવાથી પુણ્ય હારી જવાય. તેમ જ નાળ છેદન વગેરેનું કાર્ય છોડવું. તેમ જ જિનધર્મને જામ્યો હોય તો કાન, કંબલ વગેરે શરીરનાં અંગોપાંગ શા માટે કાપો છો? બાળકો, ઘોડાનાં વછેરાં, સ્ત્રી પુરુષો આદિને ખસી કર્યા હોય તો નિશ્ચયથી નીચ ગતિ મળે છે તેમ જ નપુંસક થાય. તેમ જ આગ લગાડીને પશુઓને બાળ્યાં હોય, છેદન-ભેદન કર્યા હોય તો તે મનુષ્ય સુખી કેવી રીતે થશે? આવું શ્રી જિનભગવંતોએ ભાખ્યું છે. કૂવા, વાવ, સરોવર વગેરેને શોષાવવાં નહિ, તેમ જ ઉલેચવા નહિ. કારણ કે તેમ કરવાથી અસંખ્ય જીવો નાશ પામે છે. આમ જ્યાં બીજાના પ્રાણનો નાશ થાય એ મોટું પાપ છે. વળી માછીમાર, કસાઈ, તેલી અને વાઘરીનો વ્યવસાય કર્યો હોય, તેમ જ નીચની સંગત કરી હોય તો તેના થકી જીવ મેલો થાય છે. તેમ જ કૂતરા, કૂકડા, બિલાડા વગેરેને પોષવાથી શું લાભ થશે? માટે આવાં પંદર કર્માદાનને ત્યજવાથી જ શિવપુરમાં વસી શકાશે. દૂહા || સીરપૂર હાંસિ સો વસઈ, જે નવી કરઈ કુકર્મ | અષ્ટમ વરતિ જે કહ્યું, સુશિહો તેહનો મર્મ //૬ ૫ // કડી નંબર ૬૫માં કવિ કુવેપાર છોડવાથી શિવપુરગામી બની શકાય તેવો બોધ આપે છે અને પછી આઠમા વ્રતની વાત કરે છે. જે કુકર્મ કરતાં નથી તે શિવપુર સ્થાનમાં વસે છે. હવે “આઠમા વ્રત’માં જે કહ્યું છે તેનો મર્મ સાંભળો.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy