________________
ફોડી કર્મ ન કીજઇ ભાઈ કુપ સરોવર વાવ્યું / ભોમિફોડ કીઓ દ્રહઈ કારણિ, નર ભવ્ય સો નહિ ફાવ્યો //૪૪ // ભવીકા. મછ કછ મિડક બહુ બગલા, એક એકનિં મારા /
પાપ તણું ભાજન એ કરતાં, આપ કેહી પરી તારઈ //૪૫ // ભવીકા. ઢાલ – ૬૮ કડી નંબર ૩૮થી ૪૫માં કવિએ પંદર કર્માદાન (હિંસામય કાર્યો)માંથી પ્રથમ પાંચ કર્માદાનનું સ્વરૂપ દર્શાવ્યું છે. અને આવાં હિંસામય કાર્યો કરવા નહિ, તે વાતનો બોધ આપ્યો છે.
કવિ પહેલાં પાંચ કર્માદાન સમજાવતાં કહે છે કે, ભાઈઓ! અગ્નિ કર્મ કરવા નહિ, ત્યાં પાપનો પાર નથી. બહુ આરંભ સમારંભ કરવાથી જુઓ, નિશ્ચયથી નરક જ મળે છે. માટે ભવીજનો! અગ્નિકર્મ કરવાં નહિ. હૃદયમાં અતિ અનુકંપા રાખવી અને જગમાં બધાને અભયદાન આપવું.
- જેમ કે ઈંટની ભઠ્ઠી, નિંભાડા કરવા નહિ. વળી બહુ રંગવાના કામ અને કોલસા બનાવવા જેવાં કાર્યને ઘણું જ કુકર્મ ગણ્યું છે. આવાં કર્મ કુકર્મ કરવાથી જીવ અતિકાળો (પાપી) થાય છે. ખેતી (વાવેતર), વન અને વૃક્ષને તું છેદીશ નહિ. આવી સારી શિખામણ તને આપું છું. તેમ જ ફળ, ફૂલ, પાંદડાં, શાખા વગેરેને કાપતાં થતી હિંસાને રોકી રાખો. વળી ગાડી, વેલડું, હળ દંતાલા (ખેતર ખેડવાનું સાધન), તેમ જ હોડી વગેરે બનાવ્યાં હોય, આવાં વેપાર પણ જેટલાં મનુષ્ય ત્યજી દે છે તેમને સારી મતિ આવે છે.
વળી ગાડાં ઘોડા વગેરેનાં ભાડાં ખાવાં નહિ તેમ જ ચલાવવાનાં કામ કરો નહિ. ચોમાસામાં તો ચિત્તને રોકવું, કારણ કે ત્યારે આખી પૃથ્વી જીવજંતુવાળી થાય છે. માટે તેનું હિત ઈચ્છીને તેમને ઉગારવા માટે હે ભવીજનો! જગમાં દયાધર્મ જ સારો છે. આમ પોતાનો આત્મા તારો. તેમ જ કોઈ જીવને મારો નહિ. આમ મળેલા ધર્મને ગુમાવશો નહિ.
આગળ કહે છે કે, ફોડી કર્મ (પૃથ્વીના પેટ ફોડવાના ધંધા) પણ કરવાં નહિ. જેમ કે કૂવા, વાવ, સરોવર, કહ, તળાવ આદિ માટે પૃથ્વીના પેટ ફોડવાના ધંધા કર્યા હોય તો તે મનુષ્યભવ હારી જાય છે. તેમ જ મચ્છ, કચ્છ, દેડકાં અને ઘણાં બગલાં વગેરેને એક એક કરીને મારે છે અને આમ પાપનું પાત્ર ભરે છે. તો તે પોતે કેવી રીતે તરી શકશે?
દૂહા || આપ કેહી પરિ તારસઈ, કરતો ભાજન પાપ /
વણજ કુવણજ ન પરહરઈ, તે કીમ છોડઈ આપ //૪૬ // કડી નંબર ૪૬માં કવિએ પાપનું પાત્ર તેમ જ વણજ કુવણજ છોડતા નથી તે કેવી રીતે પોતાને બચાવશે? આ વાત દર્શાવી છે.
જે પાપનું પાત્ર ભેગું કરે છે તો તે કેવી રીતે કરી શકશે? તેમ જ આવા વેપાર કુવેપાર જે છોડતા નથી તે પોતાને કેવી રીતે છોડાવશે.