SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભળો. પોતાના પુત્રનો ઘાત પોતાના હાથે કર્યો છતાં પણ વચનમાં જરાપણ વિચલિત થયા નહિ અને બન્ને નર નારીએ પોતાનું વચન પાળ્યું. કવિ આગળ સત્યવાદીનો મહિમા દર્શાવતાં કહે છે કે, જેમ પટોળું ફાટે છતાં તેની ભાત રહે છે. વળી હાથીના મુખમાંથી નીકળેલાં દંતશૂળો તેના મોઢામાં કદી પાછાં જતાં નથી. સિંહ પણ ઝૂકીને એક જ છલાંગ મારે છે. એવી ઉત્તમ પુરુષની વાણી હોય છે. તેમનાં વચન જૂઠાં ન હોય સત્ય જ હોય. આમ શૂરવીર પુરુષ વચન થકી ચૂકતાં નથી. તેવી જ રીતે કુપુરુષનું વચન પાણીમાં દોરેલી લીટી જેવું હોય છે. અથવા કાચબાની ડોકની જેમ ક્ષણમાં અનેકવાર ફરે એવું હોય છે. આમ જેણે વચન પાળ્યું નથી એવા મૂર્ખના વખાણ પણ શા માટે કરવા? વળી જગમાં આવા મૂર્ખને તેની માતાએ શા માટે જણ્યો? કે જેને સકળલોકમાં પણ અવગણ્યો છે. માટે તેનું નામ કોઈ લેતાં નહિ પરન્તુ સત્યવાદીના ગુણગ્રામ બોલો. સત્યવચનથી ઊંચો બીજો કોઈ સાર નથી. સત્યવાદીના ઘરે ચાર મંગળ હોય છે, સહુ કોઈ તેને નમે છે, તેમની વાણી બધાને ગમે છે, તેમને દુર્ગતિમાં જવું પડતું નથી. આમ સત્યવાદી શીવપુરીને મેળવે છે. જે નગરમાં સત્યવાદી રહે તે નગરના લોકો હર્ષથી હળીમળીને રહે છે. તેમ જ તે નગરમાં ખરાબ દુકાળ પડતો નથી પરન્તુ વરસાદ વરસે છે અને સુકાળ હોય છે. દૂહા || સુખ શાતા બહુ ઊપજઇ, ધ્યન જિવ્યુ જગી તેહનું, જીવ્યા તે જગિ જાંણીઇ, જિહા સતવાદિ પાય । કવી જેહના ગુણ ગાય ।।૪૪ IL અશત્ય ન ભાખઈ જેહ । મૃષા ન મુખ્યથી છંડતા, સ્યુ જીવ્યા જગિ તેહ ||૪૫ || પાંચ અતીચાર એહના, ટાલો સોય સુજાણ | વચન વિમાસી બોલજ્યુ, જિમ રહઇ જિનની આંણ ।।૪૬ || કડી નંબર ૪૪થી ૪૬માં કવિ સત્યવાદીનાં ગુણગ્રામ બતાવીને મૃષા છોડવાનો ઉપદેશ આપી બીજા વ્રતના પાંચ અતિચાર ટાળવાનું કહે છે. જ્યાં સત્યવાદીના પગ પડે છે ત્યાં બહુ સુખ શાત ઊપજે છે. જેના કવિ પણ ગુણગ્રામ ગાય છે. તેનું જગમાં જીવવું ધન્ય છે, જે અસત્ય વચન વ્હેલતાં નથી તે જગમાં જીવી જાણ્યા છે. પરન્તુ જે મુખથી અસત્ય વચન છોડતાં નથી તે જગ્યમાં શું જીવ્યા? તેમ જ સહુ સજ્જનો! સત્યવ્રતના પાંચ અતિચારને પણ ટાળવા. માટે જિનભગવંતોની આજ્ઞા રહે તેમ વિચારીને બોલજો. ઢાલ|| ૧૧ || દેસી. પાટ કુશમ જિનપૂજ પરૂપઈ ।। પંચ અતિચાર એહનાં જાંણો, સુણજ્યે સહુ ધ બાલ | સહઇસાકારિ ન દીજઇ ભાઈ, અણયુગતુ વલી આલ, હો ભવીકા
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy