SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ માખીએ ઈઅલિ નિ અલસીઆ, મારી કાર્ય કીધાં કસ્યાં / પરમ પૂરજ નિં વચને રહીઇ, ‘મા’ શબ્દ મુખ્યથી નવી કહીઈ //રર // પાંચ અતિચાર એહના જાણિ, નર ઊત્તમ તું અગ્યમ આંણિ / વાટિ વસિં રીસિ ધા કર્યું, ગાઢઈ બંધન પશુઆં ધ૩ //ર૩ // જે અતિ જાઝો ભાર જ ભરઈ, કર્ણ કંબલ જે છેદ જ કરઈ / ભાત પાણીનો કરઈ વછેદ, તેનિ ઉપજઈ અદીકો ખેદ //ર૪ // ઢાલ – ૪૯ કડી નંબર ૧૮થી ૨૪માં કવિએ રોજિંદા જીવન વ્યવહારમાં આવનારા હિંસાના અવસરો તરફ ધ્યાન દોરીને તેનાથી બચવાનો ઉપદેશ આપ્યો છે. તેમ જ પહેલાં વ્રતના પાંચ અતિચારનો ઉલ્લેખ કર્યો છે. કવિ જીવન વ્યવહારમાં આવતી રોજિંદી હિંસાનું વર્ણન કરતાં કહે છે કે, જેવી રીતે સહજપણે તાપણું કરવાથી આપણાં પુણ્ય બળી જાય છે, તેવી રીતે માથા ઉપર કાંસકી ફેરવાથી તે નર પુણ્યની પાળીથી ખસી જાય છે. આગળ કહે છે કે, જે માંકડને તડકે નાંખશે, તે નર નારી દુ:ખી થશે. વીંછી આદિ જીવોને છાણ સાથે લઈ દબાવ્યાં હોય, વળી ચાંચણ, જૂ, બગાઈ વગેરે જીવોને પણ ચાંપ્યા હોય, માર્યા હોય કે દુભાવ્યાં હોય, આવું દુઃખ આપ્યું હોય તો તને સુખ કેવી રીતે મળશે? માટે કીડી, મંકોડા આદિ જીવોને બચાવવાં, તેમની જતના કરવી. તેમ જ તેમનાં ઇંડા ફોડીને પોતાના આત્માને પાપથી ભારે કરવો નહિ. મંકોડા, ધીમેલ, લીખ, કાતરા, ચૂડેલ, દેડકાં, ઊધઈ, મચ્છર વગેરે જીવજંતુઓને મારીને દુર્ગતિમાં શા માટે વસવું (જવું?) માખી, ઈયળ અને અળસિયાં વગેરેને મારીને તેં કેવાં કેવાં કાર્યો કર્યા છે? આવી હિંસાથી બચવા જ્ઞાની ભગવંતોનાં વચને રહેવું. તેમ જ મુખથી ‘માર’ શબ્દ પણ બોલવો નહિ. કવિ પહેલા વ્રતના પાંચ અતિચારનું આલેખન કરતાં કહે છે કે, ઉત્તમ પુરુષે એના પાંચ અતિચાર જાણીને જિનવરની આજ્ઞા અંગે ધરવી. જેમ કે રસ્તામાં ચાલતાં રીસમાં આવીને કોઈને ઘા કર્યો હોય, માર્યું હોય, પશુઓને મજબૂત બંધનથી બાંધ્યા હોય, ગજા ઉપરાંત ભાર ભર્યો હોય, કામ કરાવ્યું હોય, કાન, કંબલ આદિ છેદ્યાં હોય તેમ જ અન્ન પાણીનો નિષેધ કર્યો હોય તો તેનાથી ઘણું દુ:ખ ઊપજે છે. (થાય છે.) માટે આ અતિચારો સમજીને તેનો ત્યાગ કરવો. ખેદ ન ઊપાઈઇ વલી, મુખ્ય ન કહીઈ માય | પહઇલું વ્રત એમ પાલીઇ, બીજઈ મૃષા નિવાર્ય //ર ૫ // કડી નંબર ૨૫માં કવિ અતિચારો ટાળીને પહેલું વ્રત પાળવું. તેમ જ બીજા વ્રતમાં મૃષા છોડવાની વાત કરે છે. કવિ કહે છે કે, ઉપર્યુક્ત અતિચારો વડે પ્રાણીઓને દુ:ખ આપવું નહિ તેમ જ મુખમાંથી ‘માર’ એમ પણ ન બોલવું. આવી રીતે પહેલું વ્રત પાળવું. તેમ જ બીજા વ્રતમાં ‘મૃષા' છોડવી.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy