SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ જીવદયા એમ પાલીઇ // નામ મેરપ્રભ તેહનું, ગજદંત સ્ય ચ્યાર રે / સાત સહ્યા તસ હાથ્યની, પોતાનો પરિવાર રે //ર // જીવ. દાવાનલ જવા લાગી, દેખી ગજહ પલાય રે / જોયન મંડલિ આવીઓ, આવી પસુઅ ભરાય રે //૩ // જીવ. હર્ણ સીઆલ નિં સુકરાં, રીછાં સો નવી માય રે / એક સસલો અતી આકલો, ગજ પગતલિં જાય રે //૪ // જીવ. ખાય ખણી ગજ પગ ઠવઈ, પડ્યું દ્રીષ્ટ એક જંત રે / એહનિ ગજ કહઈ કિમ હષ્ણુ, કુણ હોય અત્યંત રે //પ // જીવ. અતિ અનુકંપા આંગતો, ખરી ક્યા જગી એહ રે / અઢીએ દીવસ દૂખ ભોગવ્યુ, પડ્યુ ભોમિ ગજ તેહરે //૬ // જીવ. એમ તેણઈ અંત ઊગારીઓ, હવું ફલ તસ સાર રે / મર્ણ પામી ગજરાજીઓ, થયુ મેઘ કુમાર રે //છ // જીવ. સંપઈ સુખ બહુ પામીઓ, પોહોતી મન તણી આસ રે / રાય શ્રેણિક કુલી ઊપનો, કીધો સર્ગહાં વાસ રે //૮ // જીવ. ઢાલ – ૪૭ કડી નંબર ૫૦૦થી ૮માં કવિએ જીવદયાનો મર્મ સમજાવવાં “શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર’ના મેઘકુમારના કથાનકને આધારે જીવદયાનો મર્મ મેઘકુમારના પૂર્વભવ મેરુપ્રભ હાથી દ્વારા સમજાવ્યો છે. જેમ ગજરાજે જીવદયા પાળી હતી, એમ જીવદયા પાળવી. હાથીના ભાવમાં મેઘકુમારે સસલાનો જીવ બચાવવા અઢી દિવસ સુધી અધ્ધર પગ રાખીને ઊભા રહ્યા, એમ જીવદયા પાળવી. કેવી રીતે તેણે નાના પ્રાણીને બચાવ્યું? કેવી રીતે ગજરાજ ઊભા રહ્યા? તેમનું ચારિત્ર સહુએ સાંભળવું તેમ જ યાદ કરીને પોતાનાં કાર્ય કરવાં. મેઘરથ'ના પૂર્વભવનું વર્ણન કરતાં કહે છે કે, તે હાથીનું નામ મેરુપ્રભ હતું. તેને ચાર વિશાળ ગજદંત હતાં. સાતસો હાથણીઓનો તેનો પોતાનો પરિવાર હતો. એક વખત જ્યારે વનમાં દાવાનળ લાગ્યો, તે જોઈને હાથી ભાગીને એક યોજના અંતરવાળા મંડલમાં આવીને ઊભો રહ્યો. ત્યારે બીજા પશુઓ પણ તેમાં આવીને ઊભાં રહે છે. હરણ, શિયાળ, સુકરાં અને રીંછ વગેરેથી મંડલ ખીચોખીચ ભરાઈ જાય છે. ત્યારે એક સસલો અતિ ઉતાવળો થઈને હાથીના અધ્ધર કરેલા પગ નીચે જાય છે. જ્યારે હાથી ખુજલી ખણીને પગ નીચે મૂકતાં તેની નજર એક જંતુ (સસલું) પર પડે છે. સસલાને જોઈને હાથીના મનમાં થાય છે, કે હું આને શા માટે મારું? હાથીને અત્યંત કરુણા ઉત્પન્ન થાય છે. આવી અતિ અનુકંપા તેણે દર્શાવી. જગમાં આ જ ખરી દયા છે. અઢી દિવસ તેણે
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy