SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ દાન વગર લક્ષ્મી ઓછી થાય છે. પ્રમાદ કરવાથી બધાં કાર્ય થતાં નથી, વળી વાદ-વિવાદ કરવાથી મુખની લજ્જા ક્ષોભ પામે છે. તેવી જ રીતે દયા વગરનો ધર્મ નાશ પામે છે. (શોષાય છે.) આગળ કહે છે કે, જેમ તરુણીનું (યુવતીનું) યૌવન વૃદ્ધ સાથે ક્રીડા કરવાથી શોષાય છે, નરનું યૌવન અવળું જ્ઞાન કહેવામાં નાશ પામે છે. વળી જેમ અગ્નિથી મણિ ગળી જાય છે, તેમ પરના અવગુણ કહેવાથી પોતાના ગુણ ગળે છે. તેવી જ રીતે દયા વગરનો ધર્મ નાશ પામે છે, એવું જિનશાસનમાં બતાવ્યું છે. (હ્યું છે.) દૂહા |. શ્રી જિનદેવિં ભાખીઉં યા વિના નહી ધર્મ / હંશા ધર્મ ન કહી મલઇ, જિમ મેહર નિં બ્રહ્મ //૪// ભોજન નો અરથી વલી, ન કરઈ ઉદ્યમ શર્મ /. એ અણમલતું જણ જે, ન મલઈ હંશા ધર્મ //૪૧ // દૂહા કડી નંબર ૪૦થી ૪૧માં કવિએ દષ્ટાંત સાથે દયાધર્મનો મહિમા ગાયો છે. શ્રી જિનભગવંતો ભાખી ગયા છે કે દયા વગર ધર્મ ન હોય. અહીં કવિ દષ્ટાંત આપતાં કહે છે કે, જેમ બ્રાહ્મણ અને ચમાર ક્યાંય ભેગાં મળે નહિ, તેમ હિંસા અને ધર્મ ક્યાંય મળતા નથી. વળી ભોજનની ઈચ્છાવાળો ઉદ્યમની શરમ રાખતો નથી કારણ કે ક્યાંય ઉદ્યમ વગર ન મળે તેવું જાણજે, તેમ હિંસા ધર્મ ક્યાંય મળતો નથી. ઢાલ ૪૦ | ચોપાઈ | યમ મેગલ નિ ન મલઈ મસો, ન મલઈ મૃગપતિ નિ યમ સસો / ન મલઈ કીડી પરબત કાય, ન મલઈ રંક અનિ વલી રાય //૪ર // ન મલઇ નીર્ધન નિ ધ્યનવંત, ન મલઇ નીરગુણં નિં ગુણવંત / ન મલઇ અસતી નિ યમ સતી, ન મલઇ મુરિખ નિ મહામતી //૪૩ // ન મલઈ ગંગા નિ યમનાડિ, ન મલઈ ગઢ સ્વરૂઓ પલવાડિ / ન મલઇ પીતલ નિ જિમ હમ, ન મલઈ રૂસણ નિ જિમ પ્રેમ //૪૪ // ન મલઈ ખજુઓ નિ જિમ સૂર, ન મલઈ વાહો સાયરપૂર / કરર દ્રષ્ટિ નિ ન મલઈ માયા, ન મલઇ પાપ કર્મ નિ યા //૪૫ // ઢાલ – ૪૦ કડી નંબર ૪૨થી ૪૫માં કવિએ ઉધમ (પુરુષાર્થ) કર્યા વગર કાંઈ પણ મળતું નથી તેની અનેક વસ્તુઓ સાથે તુલના કરી, અંતે પાપને દયા ધર્મ ન કહેવાય તેનું આલેખન કર્યું છે. જેમ હાથીને ઉદ્યમ વગર તણખલું પણ ન મળે તેમ જ સિંહને સસલા જેવું પ્રાણી પણ ન મળે, કીડીને પર્વતની કાયા તેમ જ રંકને રાજાપણું ઉધમ વગર મળી શકે નહિ. ઉદ્યમ વગર નિર્ધન ધનવાન ન થઈ શકે અને નિર્ગુણી ગુણવાન ન થઈ શકે. વળી ઉદ્યમ વગર અસતી સતી થઈ શકે નહિ તેમ જ મૂર્ખને મહામતિ મળી શકે નહિ. વળી ગંગા પણ યમુના ન
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy