SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્દ્રિયરૂપી ધનનો સંયોગ મળે, પણ ગૌતમ સ્વામી જેવા ગુરુ ન મળે તો આ ઈન્દ્રિયના ભોગથી શા માટે હરખાવું? કારણ કે જેને કુગુરુ મળે છે, તેને ફુગતિ તેમ જ ભવરૂપી અરણ્યમાં ભમવું પડે છે. ત્યારે ભમતાં ભમતાં કર્મ જીવને બહાર કાઢી, સુગુરુનો મેળાપ કરાવે છે પરન્તુ સુગુરુનાં વચન સાંભળવા મળ્યાં નહિ અને જ્યારે આવો અવસર પ્રાપ્ત થાય છે ત્યારે ચિત્તને તે ગમતાં નથી. અને જ્યારે તે વચન ઉપર સંપૂર્ણ શ્રદ્ધા આવે છે ત્યારે જ સમકિત પ્રાપ્ત થાય છે. તે માનવ વહેલો મોક્ષને મેળવે છે. આમ સમકિત મેળવવું અતિ દુર્લભ છે. જેને આવું સમકિત પ્રાપ્ત થાય છે તેનું જીવન અતિ ઉજ્વળ બની જાય છે. માટે જ આવા સમકિતને શા માટે ગુમાવો છો? આવી હિતદાયક શીખ સુગુરુ આપે છે. નવનિધિ, ચૌદરત્ન, હાથી-ઘોડા, મણિ, મોતી (મુક્તાફળ) અને સુંદર સ્ત્રી. આવી રિદ્ધિસિદ્ધિ તેમ જ દેવતાની પદવી મેળવી ખુશ થજો નહિ પરંતુ દુર્લભ એવા શુદ્ધ સમકિતને ધારણ કરજો. તે માટે મનને સ્થિર રાખજો, મનને ચલિત કરી બીજા કોઈ દેવને માનશો નહિ તેમ જ તેમને વંદન પણ કરજો નહિ. જિનભગવંત સિવાય બીજા કોઈ કામ આવશે નહિ તેમ જ શુદ્ધ સમકિતથી જ શિવપુરમાં રહી શકીશું. દૂહા || સીવમંદિર મ્હાં સો વશા, જસ સમકીત થીર હોય । સમીત વીણ નર કો વલી, મોક્ષ ન પોહોતો કોય ।।૯૫ || કડી નંબર ૯૫માં કવિએ સમકિત વિના કોઈ મોક્ષમાં પહોંચ્યો નથી, આ વાત બતાવી છે. જેનું સમકિત સ્થિર હોય તે જ શિવમંદિરમાં રહી શકે છે. આમ સમકિત વિના કોઈ પણ માનવ મોક્ષમાં પહોંચી શકતો નથી. ઢાલ ।।૨૮।। ચોપઇ ।। પાચ અતીચાર સમકીત તણા, તેના દોષ બોલ્યા છઇ ઘણા | સુત્ર સીધાંતિ તે ટાલીઇ, જિનઆજ્ઞા સુધી પાલીઇ ।।૯૬ ।। શંકા વીરવચન સંધેહ, નીસંકપણું નવી આંખ્યુ દેહ । પહઇલો અતીચાર કહીઇ એહ, મીછાટૂકડ દીજઇ તેહ ।।૯૭ || અંનતબલ કહીઇ અરીહંત, સકલ ગુણે ભજતો ભગવંત । વલી અતિસહિ કહીઈ ચોતીસ, વાંણી ગુણ ભાખ્યા પાતીસ ૫૯૮/ જ્ઞાન અનંત તણો જિન ધણી, સમોવસરણિ ઠુકરાઈ ઘણી । ચામર છત્ર સીધાસણ સોહિ, જસ રિધિ પાર ન પાંમઈ કોય ।।૯૯।। તે જિનવર મુખ્ય વાંણી કહી, સર્ગ નર્ગ નિં મોક્ષ તે છતી, શાસ્વતી જિનપ્રતિમા સહી । અસ્યુ વચન ભાખઈ માહામતી ।।300||
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy