SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ લોહશિલાને વળગવાથી નિશ્ચયથી તરાય નહિ પરંતુ જે તુંબડાને પકડે છે તે સમુદ્રરૂપી ભવપાર કરી શકે છે. માટે મિથ્યાધર્મ કરવો નહિ, તેમ જ મિથ્યામતિ પણ રાખવી નહિ. મિથ્યા ધર્મ કરવાથી આત્મા ચોર્યાશી લાખ ફેરામાં ભમે છે. ઢાલ || ૨૧ | ચોપાઈ . કુડો ધર્મ મમ કયુ કોય, કુડો કીધિ ટુ ફલ ય / પાંચ મીથ્યાત પરર્યું સહી, સમકત સુધું રહઈયુ ગ્રહી //૯ // અભીગ્રહીતા પહઈલ મીથ્યાત, અનભીગ્રહીતા જગ વીખ્યાત / અભીનવેસ ત્રીજુ પણિ જગ્ય, સંસઈક ચોથું મનિ તુ મણિ //10/ અણાભોગ કહિઈ પાંચમું, મીથ્યા ટાલી જિનવર નમું / ભવઅર્ણ હા જિન નવી ભમ્, સીવમંદિર હાં રેગિં રમું //૧૧ // યાર વલી ટાલું મીથ્યાત, તેહનો તુઝ ભાડું અવદાત | તે તું શ્રવણે સૂણજે વાત, જિમ નાહાસઈ પૂર્વનાં પાંત /૧૨ // લોકીક ગુરૂ નિં લોકીક દેવ, માંની નિં નવ્ય કીજઈ સેવર / શ્રીદેવ ગુરૂ લોકોતર કહીઇ, માંની ઈછી તીહા નવિ જઈઇ //૧૩ // એ ચ્યારે મીથ્યાત જ હોય, મીથ્યાધર્મ મ કરયુ કોય | મીથ્યાધર્મ કરતાં વલી, પૂણ્ય સકલ જાઈ પરજલી //૧૪ // ગલીઈ ધોય જિમ કાગડો, કિમ ઊજલ હોસઈ બાપડો | તિમ જિઉ મીથ્યા કરતો ધર્મ કહઈ કિમ ધોસઈ આઠઈ કર્મ /૧૫// મીથ્યાધર્મ કરઈ જે જાણ્ય, તે નર ભમસઈ ચ્યારે ખાપ્ય / મીથ્યાધર્મ તુ સ્વાહા નિં કરઇ, જઈને ધર્મ વિન કો નવિ તરઈ //૧૬ // ઢાલ - ૨૧ કડી નંબર ૯થી ૧૬માં કવિએ મિથ્યાત્વના ભેદનું તેમ જ તેને આરાધવાથી ભવભ્રમણ થાય તે દર્શાવ્યું છે. મિથ્યાત્વના ભેદનું વર્ણન કરતાં કહે છે કે, ખોટો ધર્મ (કુધર્મ) કરવાથી એનું ફળ મળતું નથી માટે કોઈ ખોટો ધર્મ (કુધર્મ) કરશો નહિ. પાંચ પ્રકારના મિથ્યાત્વનો સાચી રીતે ત્યાગ કરીને, શુદ્ધ સમકિતને ગ્રહણ કરી રહેવું. ‘અભિગ્રહિતા' અર્થાત્ પોતાના મતને જ સાચો માનવો પહેલું મિથ્યાત્વ છે, “અનભિગ્રહિતા' અર્થાત્ બધા દેવગુરુને માનવા બીજું મિથ્યાત્વ જગ વિખ્યાત છે. અભિનિવેષ' અર્થાત્ પોતાનો મત ખોટો જાણવા છતાં છોડવો નહિ એ ત્રીજું મિથ્યાત્વ છે. સાંશયિક' અર્થાત્ સત્યધર્મમાં શંકાશીલ રહેવું એ ચોથું મિથ્યાત્વ મનમાં તું જાણ. “અણાભોગ' અર્થાત્ જેમાં બિલકુલ જાણપણું નથી તેને પાંચમું મિથ્યાત્વ કહેવું. આ પાંચ મિથ્યાત્વ છોડીને - ૧૦૪
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy