SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વલી પૂત્ર ચલાચી, કીડી તાસ શરીરો / અઢી દિવશ લર્ગેિ વલી. ફોલિં ન ચલુ ધીરો //૫૮ // વાઘર પણિ વીટ્સ, મુની મેતારજ સીસો / તોહઈ પણિ નાવી, દૂર્જન ઊપરી રીસો //૫૯ // જંબુક ઘર ઘર્ણ અતી ભુખી વીકરાલુ / તેણઈ મુની ખીઓ, કુમર અવંતી બાલો //૬// ઢાલ – ૧૫ કડી નંબર ૫૩થી ૬૦માં કવિ પરીષહને સમભાવે સહન કરનાર એવા મહાન મુનિવરોનું વર્ણન કરે છે. - વર્ધમાન જિનવરને પણ બહુ મોટા પરીષહો આવ્યા હતા, જેમ કે તેમના કાને ખીલા ઠોકાણા અને તેમના પગમાં ખીર રાંધી. ખંધક આચાર્યના પાંચસો શિષ્યો કે જેઓને ઘાણીમાં પીલવામાં આવ્યા, છતાં મનથી જરાપણ વિચલિત થયા નહિ. મહાન એવાં ગજસુકુમાર મુનિવરને નિત્ય વંદન કરો, કે જેમના માથા ઉપર સળગતાં અંગારા રાખવામાં આવ્યા છતાં પણ ક્રોધિત થયા નહિ. મુનિ સુકોશલ તે કર્મની સામે ગયા પણ પરીષહથી ડગ્યા નહિ. આવા મુનિરાજને વંદન કરો. અર્જુનમાળીને પણ જુઓ, કે જેણે જગતમાં નામ રાખ્યું. લોકોએ ખૂબ જ હડધૂત કર્યો, છતાં સિંહ જેવો વીર તેનાથી ક્રોધાયમાન થયો નહિ. વળી ચિલાતી પુત્રના શરીર ઉપર કીડીઓ ચઢી, અને અઢી દિવસ સુધી શરીરને ફોલી ખાધું છતાં તેઓ ધ્યાનથી ચલિત થયા નહિ. મુનિ મેતારજના માથા ઉપર ભીનું ચામડું વીંટ્યું, તો પણ તેમણે દુર્જન ઉપર રીષ કરી નહિ. શિયાળની ઘરવાળી શિયાળણ કે જે અતિભૂખથી વિકરાળ લાગતી હતી. તેણે કુમાર અવંતીબાળનું ભક્ષણ કર્યું. દૂહા || એમ મુનીવર આગઈ હવા, સો સમરિ સૂખ થાય / ગુણ સતાવીસ જેહમાં, તે વંદૂ રીરાય //૬૧ // કડી નંબર ૬૧માં કવિ જે મુનિમાં સત્તાવીસ ગુણ હોય, તેવાં મુનિનું સ્મરણ કરવું. તે વાત કરે છે. આમ આગળ જે મુનિવરો થઈ ગયા, તેમનું સ્મરણ કરવાથી સુખી થવાય. સત્તાવીસ ગુણ જેમાં છે તે મુનિવરને વંદુ છું. ઢાલા ૧૬ || દેસી. સાંમિ સોહાકર શ્રીસેરીસઈ // ગુણ સતાવીસ સુણયું સાધુના, મુનીવર મોટો ન કરઈ વિરાધના // . // વિરાધના મુની અન્ય ન કરતો, સોય ગુરૂ મનમાં ધરી, કામ ક્રોધ માયા મછર ભરીઆ, તેહ મુકુ પરહરી // જીવ ન પરનો હણઈ મુનીવર, ગ્રીષા મુખ્ય બોલઈ નહી, દાન અદિતા ને લહઈ રબ્યુજી, બ્રહ્મ ન ચુકઈ તે કહી //૬૨ //
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy