________________
મલ પરીસઇ જે મુનીવર માતો, સુંદર દીસઇ પંથિ જાતો । લોક સકલ તીહા રાતો ।।૪૬ ।। હો.
જો સતકાર ન દઈ શનમાનો, તો તુ મ કરીશ મિન અભીમાનો । હઈડઇ કરજે સાનો, ।।૪૭ ।।
વિદ્યાતણું અભીમાન ન કીજઇ, મુખ તેહિનિ ગાલ્ય ન દીજઈ । સંયમનું ફલ લીજઈ. ।।૪૮ || હો. રાખ્યજી.
કરમિં તુઝ કીધો અગ્યનાંન, ભણતા દેખી મઇલું ધ્યાન | મ કરીશ જો तुझ સાન. ।।૪૯ ।। હો.
સમકીત સહુ રાખો મન સાખિ, કો મમ ચુકો કોટલ લાર્ખિ । રહીઇ જિનવર ભાર્ખિ. ।।૫૦ ।। હો.
એ બાવિસઇ પરીસા જાણું, જે ખમસઇ નર સોય વખાણું । નામ રીદઇમ્હાં આખું ।।૫૧ // હો.
ઢાલ
- ૧૪ કડી નંબર ૨૬થી ૫૧માં કવિએ બાવીસ પરીષહોનું સ્વરૂપ સમજાવ્યું છે. તેમ જ પરીષહને સમભાવે સહન કરનાર મહાન મુનિરાજોનાં (આગમિક) દૃષ્ટાંત આપ્યાં છે કે જેઓ પરીષહ સહીને મોક્ષગતિને પામ્યાં.
કવિ બાવીસ પરીષહનું દૃષ્ટાંત સાથે વર્ણન આલેખતાં કહે છે કે, જે મુનિ આનંદપૂર્વક શુદ્ધ ચારિત્ર સાથે રહે છે, તે મુનિ બાવીસ પરીષહને ખમી શકે છે. માટે હે મુનિ! સદીઓ સુધી તેઓ ગમશે, તેમનું સ્મરણ રહેશે.
૧) ક્ષુધા પરીષહ : ક્ષુધાનો પરીષહ પહેલો છે. શ્રીકૃષ્ણ વાસુદેવના પુત્રએ મનને જરાપણ વિચલિત કર્યું નહિ. હે મુનિ! આમ ઢંઢણમુનિ વહેલા મુક્તિ પામ્યા.
૨) તૃષા પરીષહ : તૃષાનો પરીષહ પણ સમજો. નદી ઊતરતા ઋષિને યાદ કરો. હે મુનિ! આવી રીતે તમારા આત્માને તારો.
૩) શીત પરીષહ : શિયાળાનો પરીષહ કઠિન છે. મુનિ તું ખમી લે જે, જરા પણ શિથિલ થો નહિ. આમ કરવાથી અતિ ઘણું સુખ મળે.
૪) ઉષ્ણ પરીષહ : ગ્રીષ્મ ઋતુ આવવાથી ધ્રૂજો નહિ. હે મુનિ! જો જિનવરનાં વચનો સમજ્યાં હો, તો તેની સંગાથે સામે રહીને લડો.
૫) દંસ-મસય પરીષહ : ડાંસ-મચ્છર વગેરે જંતુઓને હાથથી મસળો નહિ. હે મુનિ! પુત્ર ચિલાતીની જેમ તે પરીષહને પોતાના દેહથી ખમો.
૬) અચેલ પરીષહ : વસ્ત્રનાં પરીષહને પણ જાણો. ફાટેલાં- મેલાં આદિ કપડાં સંબંધી મનમાં કાંઈ પણ લેવું નહિ, હે મુનિ! અને કોઈ પણ વસ્ત્રની પ્રશંસા પણ કરો નહિ.
૨